ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

140 કરોડ ભારતીય છે મારી તાકાતઃ અમેરિકન પોડકાસ્ટર સાથે PM Modiએ કરી દિલ ખોલીની વાત

નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના એક પ્રસિદ્ધ પોડકાસ્ટર સાથે વાતચીત કરી છે. પ્રસિદ્ધ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે પીએમ મોદીએ લાંબી ચર્ચા કરી હતી, જેમાં પોતાના અંગત જીવનની પણ અનેક વાતોની ચર્ચા કરી હતી. મોટા ભાગે પીએમ મોદી મીડિયા સમક્ષ આવવાનું ટાળતા હોય છે, પરંતુ અમેરિકન પોડકાસ્ટર સાથે લાંબી ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આ શો દરમિયાન પોતાના બાળપણ, હિમાલયનો પ્રવાસ, પોતાના જીવનમાં RSSનું યોગદાનની સાથે સાથે સાર્વજનિક જીવનની વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ માટે પણ મહત્ત્વની વાત કરતા કહ્યું હતું કે 140 કરોડ ભારતીય મારી તાકાત છે.

ભારતે શાંતિની વાત કરી છે ત્યારે દુનિયા અમારી વાત સાંભળે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં કહ્યું કે, જ્યારે પણ ભારતે શાંતિની વાત કરી છે, ત્યારે દુનિયા અમારી વાત સાંભળે છે. કારણ કે, ભારત એ મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધની ભૂમિ છે. નોંધનીય છે કે, આ પોડકાસ્ટમાં વડા પ્રધાન મોદીએ ભારતના ખૂબ જ વખાણ કર્યાં હતાં. આ સાથે પોતાના બાળપણની પણ વાતો પણ કરી હતી કે તેમનું બાળપણ કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું.

વિશ્વના નેતાઓ સાથે હાથ મિલાવું ત્યારે હું પણ ભારતના…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રિડમેન સાથેના 3 કલાકનો પોડકાસ્ટ કર્યો. આ પોડકાસ્ટમાં કહ્યું કે, જે વ્યક્તિ સારા જૂતા પહેરવા ટેવાયેલા છે, તેમની ગેરહાજરીનો અનુભવ થાય છે, પરંતુ મે ક્યારેય જૂતા પહેર્યા જ નહોતાં, તો મને એવું મહત્વ શું હોય તે ખબર જ નહોતી. આ જ મારૂ જીવન હતું. ભારતના વખાણ કરતા વડા પ્રધાને ભારતની સંસ્કૃતિ, શાંતિ અને વૈશ્વિક રાજદ્વારી બાબતો પર ભાર મુકતા કહ્યું કે જ્યારે પણ હું વિશ્વ નેતાઓને મળું છું, તેમનાથી હાથ મિલાવું છું, ત્યારે મોદી હાથ નથી મિલાવતો પરંતુ 1.4 અબજ ભારતીય હાથ હોય છે. આ સામર્થ્ય મોદીનું નથી, તે સામર્થ્ય ભારતનું છે.

આ પણ વાંચો…ટ્રેન ‘હાઇજેક’ કર્યા બાદ બલુચિસ્તાનમાં BLAનો આત્મઘાતી હુમલો: 90 સૈનિકના મોત

આરએસએસ અંગે કરી મહત્ત્વની વાત
આ પોડકાસ્ટમાં પીએમ મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ તેમના જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મહત્વપૂર્ણ ભૂમિકા, સમાજમાં તેના યોગદાન અને તેમના વ્યક્તિગત અનુભવો વિશે વિગતવાર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, બાળપણમાં તેમને હંમેશા RSSની બેઠકોમાં હાજરી આપવાનું ગમતું હતું. મારા મનમાં હંમેશા એક જ ધ્યેય રહેતો હતો: દેશની સેવા કરવી. સંઘે મને આ શીખવ્યું. આ વર્ષે RSS 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વિશ્વમાં RSSથી મોટી કોઈ સ્વૈચ્છિક સંસ્થા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button