વીક એન્ડ

વિશેષ: ક્રિપ્ટો કરન્સીમાં પાકિસ્તાનને કેમ રસ છે?

  • લોકમિત્ર ગૌતમ

ક્રિપ્ટો કરન્સી એટલે એક એવી ડિજિટલ મુદ્રા કે જેેેેેેેણે લેતી દેતીના ક્ષેત્રમાં આર્થિક પ્રગતિ લાવી છે, પરંતુ આની પ્રવૃત્તિ અનામી છે અને આની પર સરકારનું નિયંત્રણ કોઈ કારણે ન થઈ શકે. ક્રિપ્ટો કરન્સી અત્ચાર સુધી દુનિયાના 224 દેશમાં માત્ર એક અલ સલ્વાડોર જેની અર્થવ્યવસ્થા માત્ર સો અરબ ડૉલરની છે અને બીજા સેંટ્રલ આફ્રિકન રિપબ્લિકને કાયદેસર ચલણના રૂપમાં સ્વીકાર કરી છે. જ્યારે સોથી વધુ દેશ કોઈ ને કોઈ રૂપમાં આ મુદ્રા સાથે કારોબાર કરે છ,ે પરંતુ દુનિયાના કોઈ પણ વિકસિત અથવા વિકાસશીલ અથવા કોઈ મોટી અર્થવ્યવસ્થા વાળા દેશે આજ સુધી આ શંકાસ્પદ ચલણને પોતાના કાયદેસર ચલણ તરીકે સ્વીકાર્યું નથી.

આવા શંકાસ્પદ અને આતંકીવાદી પ્રવૃત્તિઓ માટે અનુકૂુળ ક્રિપ્ટો કરન્સી માટે ઘણા દિવસોથી પાકિસ્તાન કાંઈ વધારે જ ઈન્ટરેસ્ટ દેખાડે છે અને તે પણ અમેરિકાના પગલે ચાલીને. શું આ તેમના કોઈ ટેરર ફંડિંગનો કોઈ નવો ફંડો તો નથી ને? જે પાકિસ્તાનમાં 25 થી 30 ટકાના દર પર મોંઘવારી ચાલી રહી હોય, જે પાકિસ્તાની મુદ્રાનો ભાવ અમેરિકી ડૉલર સામે સાવ રદ્દી જેવો ભાવ થઈ ગયો હોય, તે પાકિસ્તાન આખરે અમેરિકાની કોપી કરી ક્રિપ્ટો કાઉંસિલ જ નથી બનાવ્યું પરંતુ બ્રિટિશ મૂળના પાકિસ્તાની નાગરિક બિલાલ બિન સાકિબને આનો સીઈઓ પણ બનાવી દીધો. છે. હાલમાં થોડા દિવસો પહેલા અમેરિકામાં પાકિસ્તાન દ્વારા બનાવાયેલા સ્ટે્રટેજીક બિટ ક્વાઈન રિઝર્વનું પણ એલાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના આ ફેંસલા બાદ આતંકવાદ ફંડિંગ વિશે જાણકાર ચિંતામાં છે કે આ સ્થિતિ બરાબર નથી, શું આ પાકિસ્તાન દ્વારા આતંકવાદને ફંડ પૂરો પાડવાની કોઈ નવી યુક્તિ તો નથી?

પાકિસ્તાન ક્રિપ્ટો કાઉંસિલ (પીસીસી) ના સીઈઓ બિલાલ બિન સાકિબને 27 થી 29 મે સુધી લોસવેગાસમાં આયોજિત બિટ ક્વાઈન રિઝર્વ બનાવવાની ઘોષણા કરી છે. સાથે જ પાકિસ્તાનમાં આ માર્ચથી જ આનન ફાનનમાં ક્રિપ્ટો અને બ્લોકચેનને નિયંત્રિત કરવા માટે પીસીસીની રચના કરવામાં આવી છે. આ તેજી ઘણાય મામલાઓમાં શંકાસ્પદ ગણાય છે, કારણકે પહલગામ આતંકી હુમલાના પાંચ દિવસ પછી 27 એપ્રિલે પીસીસીને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપના પરિવારની ક્રિપ્ટો કરન્સી કંપની ડબ્લ્યુએલએફ (વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્શિયલ ) ની સાથે એક સંધી કરી છે. અમેરિકાની આ કંપની ટ્રંપના ત્રણેય દીકરાઓની છે એટલે કે, આ કંપનીમાં ટ્રંપ પરિવારની હિસ્સેદારી 60 ટકાની છે.

ધ્યાન આપવા જેવી બાબત એ છે ક્ે, પાકિસ્તાન સાથે ડબ્લ્યુએલએફની આ સંધી માટે તેના સહસંસ્થાપક જૈક બિટ કાફ, ચેસ હેરા અને જૈક હોપમેન પાકિસ્તાન આવ્યા હતા જ્યાં તેમનો સત્કાર કોઈ શાસનના અધ્યક્ષ તરીકે થયો હતો. જેમકે ચેસ અને હેરાનો ભૂતકાળ ખૂબ જ કલંકિત છે અને જૈક બિટ કાફ ટ્રંપના સૌથી ભરેોસાપાત્ર સલાહકાર સ્ટીવ બિટ કાફના પુત્ર છે. આ સ્ટીવ બિટ કાફ એ જ છે, જે પશ્ચિમ એશિયામાં ટ્રંપના વિશેષ દૂત છે અને હાલમાં જ જેણે ટ્રંપની પશ્ચિમ એશિયા યાત્રાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરેલી. આ માત્ર એક સંયોગ ન હોઈ શકે કે ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યો પછી આ વર્ષે માર્ચમાં અમેરિકાએ બિટ ક્વાઈન રિઝર્વ બનાવવાની ઘોષાણા કરી, જો પાકિસ્તાનમાં બનવાવાળી ક્રિપ્ટો કરન્સી રિઝર્વનું ખરેખર કોઈ કનેક્શન ટ્રંપના દીકરાઓવાળી આ કંપની સાથે હોય તો તેમાં કોઈ જ અતિશ્યોક્તિ નથી કે, પાકિસ્તાન અચાનક ટ્રંપની નજરોમાં આટલો મહાન દેશ કઈ રીતે થઈ ગયો?

આ પણ વાંચો…વિશેષ- ભારતના પાંચ સૌથી સ્વચ્છ દરિયાકિનારા…

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની જે હાલત છે તે કોઈનાથી છૂપી નથી. ફક્ત 30 અરબ ડૉલરની નિકાસવાળા પાકિસ્તાન, ભારત જેવા દેશ સામે ટકરાવવાની હિંમત કરે છે, જ્યારે ભારતની નિકાસ 930 અરબ ડૉલરથી વધું છે. પાકિસ્તાનનું સ્થૂળ ઘરેલું ઉત્પાદન 340 અરબ ડૉલર છે. જ્યારે ભારતની 4 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા છે. પાકિસ્તાન પાસે મુશ્કેલીથી 30 અરબ ડૉલર વિદેશી મુદ્રા છે જેમાંથી 10 અરબ ડૉલર હાલમાં જ આઈએમએફથી બેલ પેકેજના રૂપમાં મળેલી ઘનરાશી છે. જ્યારે ભારતનું ફોરેન રિઝર્વ આ સમયે 670 અરબ ડૉલરની ઉપર છે અને થોડા મહિના પહેલા સુધી આ 721 અરબ ડૉલરની ઉપર હતું.પાકિસ્તાનની આ દયાજનક સ્થિતિ કોઈનાથી છૂપી નથી. તેનો 125 અરબ ડૉલરથી પણ વધારે વિદેશી કર્જો અને તેની પર આપેલું વ્યાજ પાકિસ્તાનની કુલ જીડીપીથી લગભગ અડધું છે. પાકિસ્તાનમાં આમ જનતાની સામે 25 થી 30 ટકા મોંઘવારીનો દર સહન કરવાની પરિસ્થિતિ છે, તો 15 થી 20 ટકા યુવા બેરોજગારીથી આ દેશ ઝઝૂમી રહયો છે.

પાકિસ્તાન પોતાની કુલ આયાતમાંથી મુશ્કેલીથી એક કે બે મહિનાના પોતાના બિલ ફોરેન રિઝર્વથી ચૂકવી શકે છે. આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં પણ જો પાકિસ્તાન બિટ ક્વાઈનને લઈને જો ઉત્સાહિત હોય તો એ ખરેખર ચિંતાનો વિષય છે. પાકિસ્તાન પર પહેલા જ આરોપો લાગેલા છે કે તે જૈશ- એ- મોહમ્મદ, લશ્કર-એ- તૈયબા અને હક્કાની નેટવર્ક જેવા સંગઠનોને ન માત્ર સમર્થન આપે છે પરંતુ તેને આર્થિક મદદ પણ કરે છે. પરંતુ દુનિયાના બેંકિંગ સિસ્ટમ દ્વારા પાકિસ્તાનના આ ફંડિંગ પર નજર રાખવાને કારણે એમાં મુશ્કેલીઓ આવે છે. તો આનો અર્થ એ થાય કે, પાકિસ્તાન હવે આતંકવાદીઓની મદદ ક્રિપ્ટો કરન્સી દ્વારા કરશે?

જ્યારથી પાકિસ્તાન એફએટીએફ એટલે કે, ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાં આવ્યું હતું, ત્યારથી વારંવાર ચેતવણી આપ્યા પછી પણ તે આતંકી ફંડિંગને નહોતું રોકી શક્યું, તેથી જ બેંકિંગ ચેનલો પર નિરીક્ષણ વધારી દીધું છે. ભારત સરકારને પાકિસ્તાનની આ ક્રિપ્ટો તરફ વધતા પગલાનેે પૂરી દુનિયાની સામે ટેરર ફ્ંડની શંકાસ્પદ રૂપમાં રાખવું જોઈએ જેમાં ટ્રંપના દીકરાઓની માલિકીવાળી કંપનીના નીજી સંબંધનો પણ ખુલાસો કરવો જોઈએ નહીં તો આવનારા દિવસોમાં પાકિસ્તાનની આ ટેરર ફંડિંગની નવી કોશિશ આપણા માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.

આ પણ વાંચો…વિશેષઃ અષાઢી બીજનો આગવો અંદાજ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button