ટૂંકુ ને ટચ: રક્ષાબંધન અવસરે બહેનને આમાંથી કઈ ગિફટ ગમશે?

- શૈલેન્દ્ર સિંહ
આ વખતે રક્ષાબંધનમાં પોતાની બહેનને કઈ ગીફટ આપવી એ તમે તમારી બહેનની ચોઈસ અને પર્સનાલીટીને ધ્યાનમાં રાખી લઈ શકો. ચાલો જાણીયે આજના મોડર્ન જમાનામાં યુવાન ભાઈઓ તેમની યુવાન બહેનો માટેે કેવી ગિફ્ટ લેશે કે તે તેમને ખૂબ જ ગમે..
સ્માર્ટ ગિફ્ટ
સ્માર્ટ ગિફ્ટની રેંજ તો ખૂબ જ લાંબી છે. આમાં પણ જો થોડી કોમન સ્માર્ટ ગીફ્ટની વાત કરીએ તો તમારી બહેનને સ્માર્ટ વોચ અથવા ફિટનેસ બેંડ આપી શકાય જેના લીધે તે હંમેશાં હેલ્થ પ્રતિ સજાગ રહેશે અથવા બ્લૂ ટૂથ હેડફોન પણ આપવા માટે એક સ્માર્ટ ગિફ્ટ છે. બીજુ એક સરસ ઓપશન પોર્ટેબલ સ્કિન કેર ડિવાઈસ છે જેમકે, એલઈડી ફેસ માસ્ક, ફેસ રોલર વગેરે. જો તમે માર્કેટમાં જશો તો આનાથી પણ સારા વિકલ્પ મળશે.
સેલ્ફ કેર અથવા બ્યૂટી ગિફટ્સ
એડવાન્સ સ્કિન કેર અને મેકઅપ કિટ જેવા સેલ્ફ કેર ગિફટ પણ આ રક્ષાબંધનમાં તમે તમારી બહેનને આપી શકેો. ગિફ્ટ લેતા પહેલા તમારી બહેનને એની ફેવરીટ બ્રાન્ડનું નામ પૂછી લેવું. જેથી તમને ગિફ્ટ લેવામાં સરળતા પડે. સ્પા વાઉચર કે પાલર્રનું પેકેજ પણ ગિફ્ટ વાઉચર તરીકે આપી શકાય. અથવા તો કોઈ સરસ પરફ્યુમ લઈ તેને પર્સનલાઈડ્સ કરાવી આપી શકાય.
કસ્ટમાઈઝ્ડ સ્કેચ – પોટે્રટ
જોકે હવે એઆઈના ધણા પ્રોગ્રામમાં ઘણી આસાનીથી અને ખૂબ જ આકર્ષક કસ્ટમાઈઝડ સ્કેચ જોતજોતામાં તૈયાર થઈ જાય છે. તમને વિચાર આવશે કે, આમાં કાંઈ ક્રેઝ હોય ખરો? પરંતુ આપણો પોતાનો મનપસંદ સ્કેચ કોને ન ગમે? એઆઈની બદલે માકેર્ટમાંથી કોઈપણ ફોટો લઈ તેની પર પોતાની બહેનનું નામ કસ્ટમાઈઝ કરાવી શકાય. જો તમારી પાસે તમારા બાળપણનો ફોટો હોય તો તેને પણ કસ્ટમાઈઝડ કરાવી શકાય.
ફેશન એન્ડ સ્ટાઈલ
જો તમારી બહેન ફેશનેબલ હોય તો તેને ઝારા, એચ એન્ડ એમ, બેગીટનું બ્રાન્ડેડ બેગ કે ક્લચ આપી શકાય. જો એને શૂઝનો ક્રેઝ હોય તો, તેને બ્રાન્ડેડ શૂઝ પણ ગિફટ આપી શકાય. પર્સનલાઈઝડ સ્કાર્ફ કે સ્ટોલનો પણ આઈડિયા સારો છે.
કોઈ યાદગાર પળ
જો તમારા શહેરમાં કોઈ મનપસંદ બેંડ પરફોર્મ કરી રહ્યું હોય તો તેની ટિકિટ લઈ શકાય. કે પછી ફેમિલી સાથે કોઈ નાની ટ્રીપ પણ જઈ શકાય. જો કુકીંગ કે પેન્ટીંગમાં રસ હોય તો તેના વર્કશોપનું વાઉચર પણ આપી શકાય.
ફાઈનાન્શિયલ ગિફ્ટ
જો તમને તમારી બહેનના ભવિશ્યની ચિંતા હોય તો તેના નામ પર કોઈ ઈન્વેસ્ટમેન્ટ કરી શકો.
અને જો આમાથી કાઈ ન સુજે તો બહેનને સાથે શોપિંગમાં લઈ જવી અને તેને મનગમતી વસ્તુ અપાવવી.