વીક એન્ડ

ફૉકસઃ પૃથ્વી પરની સૌથી જટિલ ને રહસ્યમય વસ્તુ છે માનવ મગજ…

અપરાજિતા

આપણા મગજમાં અંદાજે 25 લાખ ગીગાબાઈટ ડેટા સ્ટોર કરવાની ક્ષમતા છે અને એ પણ જાણી લો કે આટલો બધો ડેટા હોવા છતાં આપણું મગજ આ તમામ ડેટાને એક સેક્નડથી પણ ઓછા સમયમાં પ્રોસેસ કરી શકે છે, જ્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર આટલા ઓછા સમયમાં આટલા ડેટાને પ્રોસેસ કરવાની કલ્પના પણ કરી શકતું નથી

વિશ્વમાં એકથી એક જટિલ મશીનરી છે, એકથી એક જટિલ મેથેમેટિકલ થિયરી છે, પરંતુ માનવ મગજની સામે આ બધું કંઈ જ નથી. માનવ મન નિ:શંકપણે પૃથ્વી પરની એવી શક્તિ અને જટિલતાનું રહસ્ય છે કે વિજ્ઞાન હજી સુધી તેને સંપૂર્ણ અથવા આંશિક રીતે સમજી શક્યું નથી. માનવ મગજ માત્ર સૌથી જટિલ જ નથી, સૌથી શક્તિશાળી પણ છે. માનવ મગજની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દરરોજ 70,000 થી વધુ નવા વિચારો તેના મગજમાં આવે છે, એ અલગ વાત છે કે મોટામાં મોટા જીનિયસ પણ તેના મગજનો માત્ર 10 ટકા જ ઉપયોગ કરી શકતા હોય છે. મહાન પ્રતિભાઓનું પણ 90 ટકા મગજ વણવપરાયેલ રહી જાય છે, તો કલ્પના કરો કે સામાન્ય લોકોનું શું થતું હશે.

આ પણ વાંચો: ફોકસ : કોણ છે તહવ્વુર રાણા… ભારત આવતાં એ કેમ થરથર ધ્રૂજે છે?

વૈજ્ઞાનિકો માને છે કે સામાન્ય લોકો સામાન્ય રીતે તેમના સમગ્ર જીવનમાં તેમના મગજનો માત્ર બેથી અઢી ટકા જ ઉપયોગ કરી શકતા હોય છે. માનવ મગજ કેટલું શક્તિશાળી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આપણું મગજ શરીરના કુલ ઓક્સિજન અને લોહીના 20% એકલું જ વાપરે છે. માનવીની માનસિક ક્ષમતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે આપણું મગજ 30 લાખ કલાકનો વીડિયોને માત્ર યાદ જ નથી રાખી શકતું પરંતુ દોઢથી પાંચ સેક્નડમાં તેની રિવ્યુ ઇમેજ પણ બનાવી શકે છે. મનુષ્ય તેના જીવનના પ્રથમ ત્રણ વર્ષની ઘટનાઓ યાદ રાખી શકતો નથી કારણ કે ત્યાં સુધી માનવ મગજનો આગળનો ભાગ એટલે કે હિપ્પોકેમ્પસનો ભાગ સંપૂર્ણ રીતે વિકસિત થતો નથી.

ત્રણ વર્ષ પછી, વ્યક્તિ ઇચ્છે તો, તે તેના જીવનની દરેક વસ્તુને યાદ રાખી શકે છે. હા, તેણે પોતાની ક્ષમતાઓનો વ્યવસ્થિત ઉપયોગ કરતા શીખવું પડશે. જો કે, માનવ મગજની જટિલતા અને તેની વિશિષ્ટતા એ હકીકત પરથી પણ જાણી શકાય છે કે આપણા મગજમાં 100 અબજ ન્યુરોન્સ છે. માનવ મગજની એક વિશેષતા એ પણ છે કે સર્જરી દ્વારા આપણા મગજનો અડધો ભાગ કાઢી નાખવામાં આવે તો પણ આપણી યાદશક્તિમાં કોઈ ફરક નહીં પડે.

આપણા મગજમાં અંદાજે 25 લાખ ગીગાબાઈટ ડેટા સ્ટોર કરવાની ક્ષમતા છે અને એ પણ જાણી લો કે આટલો બધો ડેટા હોવા છતાં આપણું મગજ આ તમામ ડેટાને એક સેક્નડથી પણ ઓછા સમયમાં પ્રોસેસ કરી શકે છે, જ્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર આટલા ઓછા સમયમાં આટલા ડેટાને પ્રોસેસ કરવાની કલ્પના પણ કરી શકતું નથી. માનવ મગજ એક સેક્નડમાં જેટલો ડેટા પ્રોસેસ કરે છે તેટલો ડેટા પ્રોસેસ કરવામાં વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર 40 મિનિટનો સમય લે છે. તેથી જ મનની સરખામણીમાં ટેક્નોલોજીની સફર હજુ પ્રારંભિક સ્તરે છે.

આ પણ વાંચો:ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!
એક વ્યક્તિને તેના મગજમાં કોઈ ઈમેજને પ્રોસેસ કરવામાં માત્ર 13 મિલિસેક્નડનો સમય લાગે છે. આપણું મગજ એટલી ઝડપથી માહિતીની આપલે કરે છે કે સૌથી ઝડપી ફોર્મ્યુલા રેસિંગ કાર પણ તેની સાથે સ્પર્ધા કરી શકતી નથી. જો કે, આટલું શક્તિશાળી હોવા છતાં, જો વ્યક્તિના મગજને 5 થી 6 મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો તે મૃત્યુ પામે છે.

આપણે બીજું એક સત્ય પણ જાણી લેવું જોઈએ. આપણને લાગે છે કે આખા દિવસ દરમિયાન આપણે જે નિર્ણયો લઈએ છીએ તે આપણું મગજ જ લે છે. જોકે, એવું નથી. આપણા 24 કલાકના 95 ટકાથી વધુ નિર્ણયો આપણા મગજ દ્વારા નહીં, પરંતુ આપણા અર્ધજાગ્રત મન દ્વારા લેવામાં આવે છે. વ્યક્તિના સમગ્ર જીવનમાં માત્ર એકથી દોઢ ટકા નિર્ણયો જ મન દ્વારા લેવામાં આવે છે. એક સ્વસ્થ વ્યક્તિના મગજનું વજન આશરે 1.4 કિગ્રા હોય છે. જો આપણે મગજના વજન પર નજર કરીએ તો, વિશ્વનું સૌથી મોટું મગજ સ્પર્મ વ્હેલ ધરાવે છે, જે લગભગ 9 કિલોનું હોય છે.

આ રીતે મજબૂત બનાવો તમારા મન-મગજને…

દરેક વ્યક્તિના મગજ અલગ-અલગ સ્તરના હોવા છતાં આપણે તેની તાકાત વધારી શકીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે જે રીતે આપણે રોજિંદા કસરત દ્વારા આપણા શરીરને સંતુલિત અને મજબૂત બનાવીએ છીએ, તે જ રીતે માનસિક કસરત દ્વારા આપણે આપણા મનને મજબૂત બનાવી શકીએ છીએ. પ્રશ્ન એ છે કે આ માટે શું કરવું? ચાલો જોઈએ.

  • વ્યક્તિએ દરરોજ કોઈની સાથે અર્થહીન, પરંતુ બુદ્ધિશાળી વાતચીત કરવી જોઈએ.
  • યોગ અને કસરત શરીરની જેમ મગજને પણ મજબૂત બનાવે છે.
  • ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને હસી મજાક કરતા રહેવું એ પણ મગજની શક્તિ વધારવાનું એક સાધન છે.
  • ધીમા અવાજમાં મધુર ગીતો સાંભળવાથી અને પૌષ્ટિક ખોરાક ખાવાથી પણ મગજ સ્વસ્થ રહે છે.
  • અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે આપણે આપણા શરીરની ભૂખ સંતોષવા માટે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ, તેવી જ રીતે આપણા મનની ભૂખ સંતોષવા માટે આપણે બ્રેન ગેમ્સ, કોયડાઓ અને એવી ઘણી બધી રમતો રમવી જોઈએ, જેમાં આપણને વિચારવાની જરૂર પડતી હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button