સ્પોર્ટ્સ મૅન : ક્રિકેટ ક્રેઝી પ્રણવ શતરંજનો નવો ઊગતો સિતારો છે…
18 વર્ષની ઉંમરે વર્લ્ડ જુનિયર ચેસ ચૅમ્પિયનશિપ જીતનાર પ્રણવ છે ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલીનો ફૅન

- સારિમ અન્ના
પ્રણવ વેન્કટેશે શતરંજના મહોરા પહેલી વાર સાડા પાચ વર્ષની ઉંમરે જોયા હતા. ત્યારે એક વાર તે ચેન્નઈમા એક સંબંધીને ઘરે ગયો ત્યારે તેણે ચેસ બોર્ડ પર જાનવરોના ચહેરાવાળા મહોરાં જોઈને તે ચોંકી ગયો હતો. હાથી, ઘોડા અને ઊંટના ચહેરાવાળા મહોરા તેમ જ પ્યાદા જોઈને તે વિચારવા લાગ્યો હતો કે આ તે કઈ રમત છે?
પ્રણવે જોયું કે તેના પિતા વેન્કટેશ તેના આઠ વર્ષીય કઝિન સામે હારી ગયા હતા. પ્રણવે પહેલી જ વાર ચેસનો મુકાબલો જોયો જે તેના પપ્પાનો હતો અને એમાં તેણે તેમને હારતા જોયા હતા. આ તેનાથી સહન ન થયું. તેણે ઘરે પહોંચ્યા પછી જીદ કરી કે તેને એવું ચેસ બોર્ડ જોઈએ છે.
Also read : કર્ણાટકનું ચેન્નાકેશવ મંદિર અલંકૃતતાની ચરમ સીમા!
પ્રણવના પિતાએ સંબંધીને ત્યાં હતું એવા જ ચેસ બોર્ડની તલાશ કરી, પણ ક્યાંય ન મળ્યું. છેવટે તેમણે રાબેતામુજબનું ચેસ બોર્ડ પ્રણવને લઈ આપ્યું અને તેને ચેસ રમતા શીખવ્યું. ચેસ બોર્ડ પર ચાલ કેવી રીતે ચાલવામાં આવતી હોય છે એ વેન્કટેશે પુત્ર પ્રણવને શીખવવાની શરૂઆત તો કરી, પણ પ્રણવના મગજમાં શરૂઆતથી જ ક્રાંતિકારી ફેરફારો જેવા પરિવર્તન આવ્યા હતા. પિતાએ શીખવેલી ચાલ તો તેણે ધ્યાનમાં રાખી, તે એક ડગલું આગળ ચાલીને વધુ ચતુરાઈપૂર્વક રમવા લાગ્યો હતો. પ્રણવ ખાસ કરીને નાઇટ એટલે કે ઘોડાની ચાલથી ખૂબ પ્રભાવિત થયો હતો.
પ્રણવ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે `આ રમતમા જે પ્રકારનો હિસાબ-કિતાબ લગાવવામા આવે છે એ પહેલી વાર જાણીને મને ખૂબ આનંદ આવ્યો અને એને કારણે શતરંજ પ્રત્યે મારો પ્રેમ સતત વધતો ગયો હતો.’
પ્રણવ અત્યારે માત્ર 18 વર્ષનો છે અને ચેસનો જુનિયર વર્લ્ડ ચૅમ્પિયન છે.
જેમ ચેન્નઈનો 18 વર્ષીય ડી. ગુકેશ ચેસ જગતના મુખ્ય ખેલાડીઓમા વિશ્વ વિજેતા છે એમ બેન્ગલૂરુમાં જન્મેલો પ્રણવ વેન્કટેશ જુનિયર ખેલાડીઓમા શહેનશાહ છે.
પ્રણવ મૉન્ટેનેગ્રોના દરિયા કિનારા નજીક વસેલા પૅટ્રોવક શહેરમાં 2025ની આઠમી માર્ચે ચેસમાં જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. પૅટ્રોવકથી ચેન્નઈ સુધીની વિમાની સફર એટલી બધી લાંબી હતી કે એમાં પ્રણવ પૂરી ઊંઘ નહોતો કરી શક્યો એટલે તેની સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે તેની આંખો ખૂબ ભારે હતી, કારણકે એમા ઘણી ઊંઘ ભરેલી હતી. તે વારવાર ઝબકી લેતો હતો. જોકે પૂરો સજાગ થતો ત્યારે તેના ચહેરા પર વિશ્વ ખિતાબ હાંસલ કર્યાની ખુશી છલકાતી નહોતી. તેણે પૂર્ણ આત્મવિશ્વાસથી કહ્યું, `આ સફળતાથી કદાચ મને હવે વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું આમંત્રણ મળશે. મને આશા છે કે આ વર્ષે ભારતમાં યોજાનારા વિશ્વ કપમાં રમવાનો મને અવસર મળશે. ઇલો-2700 રેટિંગનુ લેવલ પાર કરવાનું તેમ જ વર્લ્ડ ચૅમ્પિયનશિપના ચક્ર માટે ક્વૉલિફાય થવાનું પણ લક્ષ્ય મેં રાખ્યું છે.’
જોકે પ્રણવ સામે એક નાની સમસ્યા પણ છે. એ સમસ્યા સ્પૉન્સરશિપની છે. આઇટી પ્રોફેશનલ વેન્કટેશે ટીનેજ પુત્ર પ્રણવના સપનાં સાકાર કરવા માટે આર્થિક સઘર્ષોનો સામનો કરવો પડી રહ્યો છે.
વેન્કટેશ કહે છે, `હું ચેન્નઈમા તેમ જ આસપાસના સ્થળે યોજાતી ચેસની સ્પર્ધાઓમા પ્રણવ ભાગ લઈ શકે એ માટે તેને મારી બાઇક પર લઈ જતો અને લઈ આવતો હતો. જોકે એમાં એક ખતરો હતો, કારણકે અમે થાકી ગયા હોવાથી થાકને કારણે સફર દરમ્યાન અમને ઊંઘ આવી જતી હતી એટલે મેં કાર ખરીદી, પણ મારા માટે એ કાર સફેદ હાથી બની ગઈ એટલે મારે એ વેચી નાખવી પડી હતી.’
Also read : અર્બન ફાર્મિંગને બનાવો ભવિષ્યની મજબૂત કારકિર્દી
જોકે વેન્કટેશનુ એવું પણ માનવુ છે કે તેમની સાથે ચમત્કાર પણ થયા છે. જ્યારે તેમને આશા નહોતી ત્યારે તેમને સમયસર મદદ પણ હાસલ થઈ હતી. તેઓ કહે છે, `એક વાર મને માઇક્રોસેંસે મદદ કરી હતી. પ્રણવ જ્યારે ગૅન્ડમાસ્ટરનો ખિતાબ મેળવવા માટે સર્બિયા જઈ રહ્યો હતો ત્યારે ચેસબેઝ ઇન્ડિયાએ એક જાણીતી ઍપ મારફત મદદ અપાવી હતી. પ્રણવે હાલમાં જે સ્પર્ધામા પૈસા જીત્યા એ તેની તાલીમ માટે વાપરવામાં આવશે. ચેસમાં વિશ્વ સ્તરના ખેલાડી બની રહેવુ અને એમાં સુધારો લાવતા રહેવુ ખૂબ મોંઘુ બની જતુ હોય છે. એટલે જ અમે કોઈ સ્પૉન્સરની તલાશમાં છીએ.’
પ્રણવ પાંચ વખત વિશ્વ વિજેતા બનેલા વિશ્વનાથન આનંદની વેસ્ટબ્રિજ આનદ ચેસ ઍકેડેમીનો સ્ટુડન્ટ છે. તે ગયા વર્ષની શરૂઆતથી જ ગૅન્ડમાસ્ટર શ્યામ સુંદર સાથે ચેસના ઉપલા સ્તર માટેની તાલીમ લઈ રહ્યો છે.
શ્યામ સુંદરના મતે `પ્રણવ ખૂબ જ ગતિશીલ, ચાલાક તેમ જ ઉપાયો શોધવામાં એકદમ કુશળ ખેલાડી છે. ચેસના બોર્ડ પરના હિસાબકિતાબમાં તે પાવરધો છે. તે જે ઝડપથી રણનીતિને માપી લે છે એ તેની સૌથી મોટી તાકાત છે. છેલ્લા થોડા મહિનામા તેનામાં બહુ મોટો સુધારો થયો છે. તે ઓપનિંગ પણ બહુ સારુ કરે છે અને પછી રણનીતિ બનાવીને હરીફને માત આપવામાં કોઈ કસર બાકી નથી રાખતો.’
પ્રણવ વેન્કટેશ હંમેશાં ભલભલા મુકાબલા માટે તૈયાર રહેતો હોય છે અને જીતવાની મક્કમતા સાથે જ રમતો હોય છે. તે લૉન્ગર ટાઇમ ક્નટ્રોલમા સુધારો લાવવાના પ્રયત્નમાં છે એટલે શૉર્ટ ટાઇમ ક્નટ્રોલમાં શાનદાર પર્ફોર્મ કરી રહ્યો છે.
પ્રણવ માત્ર ચેસ રમવામાં કે શીખવામાં જ રચ્યોપચ્યો રહે છે એવું નથી. તેને ક્રિકેટનો પણ જબરો શોખ છે. વિરાટ કોહલી અને ટે્રવિસ હેડ તેના ફેવરિટ ક્રિકેટર છે. તેમનો તે પ્રખર ચાહક છે અને તેમની મૅચો જોવાની તક નથી ચૂકતો. પ્રણવ ક્રિકેટ પણ બહુ સારું રમે છે. તે શ્યામ સુદર સાથે ચેસના તાલીમી સત્ર વખતે સમય મળે ત્યારે ટર્ફ ક્રિકેટ રમી લેતો હોય છે.
Also read : બોલો, વોલ્ટ ડિઝની જાસૂસ’ હતા ને પેલો ચાર્લી ચેપ્લિનકમ્યુનિસ્ટ’ હતો! વોલ્ટ ડિઝની, ચાર્લી ચેપ્લિન
પ્રણવ સાત-આઠ વર્ષની ઉંમરથી જ ટૂર્નામેન્ટ જીતતો આવ્યો છે. 2022માં 15 વર્ષની ઉંમરે તે ગૅન્ડમાસ્ટર બન્યો હતો. હાલમા તેના નામે 2628 ઇલો રેટિંગ છે.
પ્રણવની પહેલાં ફક્ત ત્રણ ભારતીય ખેલાડીઓ વર્લ્ડ જુનિયરનો ખિતાબ જીત્યા હતા. પ્રણવે તાજેતરની સ્પર્ધામાં એક પણ ગેમ હાર્યા વિના 9/11 પૉઇન્ટ સાથે જુનિયર વિશ્વ ખિતાબ હાંસલ કર્યો હતો.