વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ : આજકાલ શેરબજાર હલેલી છે ને દુનિયા ચિંતામાં ડૂબેલી છે ત્યારે…

  • સંજય છેલ

આમ તો આખી દુનિયા જ પૈસાનું બજાર છે, પણ એમાંયે એક ખાસ હોય છે: `મનીમાર્કેટ’!

તમે શાક માર્કેટ સાંભળ્યું હશે, ફ્રુટ માર્કેટ સાંભળ્યું હશે, પણ એક હોય છે મનીમાર્કેટ'... આ મનીમાર્કેટની એક પોઝિશન હોય છે, જે હંમેશાટાઈટ’ જ ચાલતી હોય છે. કોઈ પણ પૈસાવાળાને પૂછશો તો એ કહેશે: આજકાલ પોઝિશન જરાટાઈટ’ ચાલે છે!’ એ લોકો ભલે ઢીલા-ઢાલા હોય છે – અહીંથી ઢીલા, ત્યાંથી ઢીલા, પણ માર્કેટ હંમેશાં ટાઈટ' જ રહે છે. પૂછીએ કે શું થયું? તો જવાબ મળશે :શું થાય બેંંકે હાથ ખેંચી લીધો!’
વેલ, હવે કોઈ છોકરી હાથ ખેંચી લે તો સમજાય, પણ આખેઆખી બેંક કેવી રીતે હાથ ખેંચી લે?

બજાર તો બજાર છે, લોકો આવે છે, લોકો જાય છે, મોંઘી મોંઘી ગાડીઓ ઊભી છે, પરંતુ કોઈને પણ પૂછો તો કહેશે:

આ પણ વાંચો:શરદ જોશી સ્પીકિંગ – ઝઘડો પ્રકાશ ને અંધકાર વચ્ચેનો…

`આજકાલ બજારમાં મંદી છે!’

શું થયું ?

`દુકાનદાર સુસ્ત છે!’

દુકાનદાર તો એની રીતે મહેનત કરે છે, પણ માલ છે કે જે વેચાતો જ નથી. જો કે હવે માલ શબ્દના ઘણા અર્થ છે, તમે એ બધા ના વિચારો. હું એ માલની વાત કં છું, જે બજારમાં વેચાય છે. દુકાનદાર બેસી રહે તો પણ માલ વેચાય છે. ઘણી વખત માલ ન વેચાય તો દુકાનદારનું દેવાળું નીકળી જાય છે. ઘણી વખત બંને ચાલતા રહે છે. ઘણી વખત બન્ને ઊઠી જાય છે. જો કે આ દુનિયામાંથી બધાએ એક દિવસ ઉઠી જ જવાનું છે.


લોકો કહે છે, `ધંધો ચાલે છે’. પણ ક્યાં ચાલે છે ? ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે ? હાં, બસ ચાલે છે. તે ઝડપથી ચાલે છે. તો દોડતો કેમ નથી? હવે સાલી મંદી આવી ગઈ. આ મંદી પણ અજીબ છે. ખબર જ નથી કયાંથી આવે છે? પછી કહેશે મંદીમાં ગિરાવટ આવી છે. એક તો મંદી, ઉપરથી એમાં ગિરાવટ આવી! પણ નહીં, બધા બહુ ખુશ છે. બાપુ ! મંદીમાં ગિરાવટ આવી ગઈ! ચાલો સાં થયું. બજારમાં પૈસા આવી ગયા. પૈસા બજારમાંથી ગયા ક્યાં હતા જે પાછા આવ્યાં?

પછી ખબર પડી કે માગ વધી છે. `ભાવ’ વધી રહ્યા છે. જેવી રીતે વાંદરાને થાંભલો મળી જાય ને કેવો ચડ-ઉતર કરે છે એવી રીતે ભાવ પણ ચડ-ઉતર થતા રહે છે.

પણ પૂછો: `ભાઈ, આ ભાવ વધે છે કેમ?’

`સાહેબ’, અભાવમાં વધે છે. અભાવમાં તો અછત થવી જોઈએ તો આ ભાવ કેવી રીતે વધી જાય છે? ભાવ છે તો અભાવ કેમ? અભાવ છે તો ભાવ કેમ? સાલું, આપણને કશું સમજ નથી પડતી ? શું છે કે સમજવાનો સ્વભાવ નથી ને આપણો! વળી માણસનો સ્વભાવ છે કે ઘૂંઘટ રાખ્યો હોય તો મોઢું જોવાની ઈચ્છા થાય છે. આપણી ઈચ્છાઓના નખરાં વધારે છે. આપણે હાથ લાંબો કરીએ, તો બાજુમાં સરકી જાય છે.

ભાવ વધ્યા અને ગ્રાહક દુકાનથી નીચે ઊતર્યો. વળી ભાવ પણ જ્યારે વધે ત્યારે આસમાને પહોંચી જાય છે. એકદમ રોહિણી નક્ષત્રની જેમ! ખાંડના ભાવ આસમાને ચડી ગયા છે. હવે આસમાનની તરફ ઉપર જુઓ તો ખાંડના ભાવ દેખાશે. પણ લોકો ત્યાં નથી જોતા, એ લોકો સરકારની તરફ જુએ છે!

સરકાર- નેતાઓ ચિંતિત થાય છે. જ્યારે પણ તમે સાંભળો ત્યારે ખબર પડે કે સરકાર `ચિંતિત’ છે! હા, આપણે માણસને ચિંતા કરતા જોયા છે. હું પોતે પણ ઘણી ચિંતામાં રહું છું, પણ આ સરકાર કેવી રીતે ચિંતિત થતી હશે? શું કરતી હશે? ઘૂંટણ પર માથું રાખીને બેસતી હશે? કે માથે હાથ રાખીને? કરે છે શું? ઘણીવાર તો મને ખરેખર સરકારની બહુ ફિકર થાય છે કે સતત ચિંતા કરવાથી સરકારની તબિયત ક્યાંક બગડી ના જાય!
એક તરફ આપણી સરકાર ચિંતા કરતી રહે છે અને ત્યાં વસ્તુઓની કાળા બજારી થઈ જાય છે!

કાળા બજાર'... આ પણ એક મજાનો શબ્દ છે. જે જગ્યાએ ચારેબાજુ અજવાળું છે, લોકો એ જગ્યાને કાળા બજાર કહે છે. જ્યાં પૈસો ચમકે છે, લોકો એને કાળા રૂપિયા કહે છે. છમ છમ કરતી સુંદર લક્ષ્મી છે, લોકો એને કાલી લક્ષ્મી કહે છે. શું કાળો, શું સફેદ? શું ગોરા, શું શ્યામ? પણ લોકો છે કે સફેદને કાળું અને કાળાને સફેદ કરવામાં હંમેશાં પરેશાન રહે છે.મોરા ગોરા રંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે.’

ઇકોનોમિકસ કે માર્કેટમાં એક સાખ' હોય છે જેજામી’ હોય છે. જેવી રીતે ધીમે ધીમે દહીં જામી જાય છે એવી જ રીતે ધીમે ધીમે સાખ' પણજામી’ હોય છે. માણસ ઊખડી જાય પણ એની સાખ' જામી રહે છે! ઘણી વખત માણસજામી’ જાય છે ને એની `સાખ’ ઊખડી જાય છે!

અહીં એક હોય છે દેવાળું', જે નીકળે છે. લોકો કહે છે:આનું દેવાળું નીકળી ગયું’ અથવા `પછડાય ગયો’. બિચા દેવાળું યા તો નીકળે છે અથવા પછડાય છે!

મેં એક દુકાનદારને પૂછ્યું, `કેમ સાહેબ! તમાં દેવાળું નીકળ્યું?’ તો એ મને ગુસ્સાથી જોવા લાગ્યો : નથી નીકળ્યું! શું કામ નીકળે?

મેં કહ્યું : `અહીં ના નીકળ્યું તો ઘરમાં નીકળ્યું હશે?’ એ વધારે ગુસ્સે થયા. કમાલ છે ને? અરે, જે વસ્તુ નીકળી નથી એ ઘરમાં જ હશે. જો દેવાળું ખરાબ વસ્તુ છે તો કાઢો એને ઘરમાંથી! જો એ સારી વસ્તુ છે તો કહેતા કેમ શરમાઓ છો કે અમારા ઘરમાં દેવાળું છે?!

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ : NRI લોકોની દુનિયા: કિતને પાસ… કિતને દૂર

બધા શબ્દોનો એક જ અર્થ થાય છે, પરંતુ અર્થ' શબ્દોનો એક જ અર્થ થાય છે,પૈસા’. પૈસા જ સાચો અર્થ છે. જડમાં આ જડ છે. ચેતનમાં આ ચેતન છે. માણસ જીવનને અર્થ આપવા માંગે છે એટલે કે જીવનને પૈસા આપવા માગે છે. જીવનને સાર્થક બનાવવા માગે છે. માણસનું આખું જીવન એક અર્થની શોધમાં જ નીકળી જાય છે. જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એનું શબ સ્મશાનમાં લઈ જવાય છે. એ સમયે લોકો કહે છે આની અર્થી જઈ રહી છે. સાચું જ કહેવાય છે કે જે શરીરનું આખું જીવન અર્થ' કમાવવાના ચક્કરમાં રહ્યું, મૃત્યુ પામ્યા ત્યારે એ શરીરનેઅર્થી’ કહી તો એમાં ખોટું શું છે?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button