મસ્તરામની મસ્તી: પત્ની પૂછે છે: `સાંજે શું બનાવું?’

- મિલન ત્રિવેદી
પહેલગામમાં આતંકવાદી હુમલા સંદર્ભે યુદ્ધ થશે કે નહીં?
સોનું લાખ રૂપિયા પહોંચી ગયું તો હવે ભાવ ઊતરશે કે નહીં? મોંઘવારીએ માઝા મૂકી છે -સરકાર યોગ્ય પગલાં લેશે કે નહીં?
આ બધા પ્રશ્ન `પત્ની પીડિત પાંગળા પુષ સંગઠન’ માં ચર્ચા થઈ રહી હતી.
અચાનક પ્રમુખનો અકળાયેલો, માંદલો, અવાજ પડઘાયો : `શાંતિ રાખો… આ બધા નાના નાના પ્રશ્નો માટે આપણે ભેગા નથી થયા. મુખ્ય વાત પર આવો.’
ઓફિસ ઇન્ડસ્ટ્રીઝ અને દુકાન વહેલી વધાવી વીલા મોઢે એકઠા થયેલા ડાલામથ્થા પુષો એક મુદ્દા પર ચર્ચા કરી નિરાકરણ લાવવાના પ્રયત્નોમાં એકઠા થયા હતા.
નવા ઉમેરાયેલા સભ્યો દારૂ પીતા પકડાયા હોય કે જઘન્ય અપરાધ કરીને આવ્યા હોય અને મીડિયા સામે મોઢું છુપાવવાનું હોય તેમ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, પરંતુ જૂના સભ્યોએ “આવ ભાઈ હરખા આપણે બેય સરખા” ના જય ઘોષ સાથે મહાભારતમાં ચીરહરણ થયું હતું તેમ તમામ બુકાનીધારીઓની બુકાની હરી લીધી.
તમને એમ થયું હશે કે એવો તો કયો પ્રશ્ન હશે કે સમયસર આટલી બહોળી સંખ્યામાં આ પુષો ભેગા થયા છે? તો જણાવી દઉં કે સમયસર આવવાનું કારણ પત્ની વઢે નહીં તે માટે સમયસર ઘરે પહોંચી જવાનો મુખ્ય ઉદ્દેશ હતો. દરેક પુષની અકળામણ એક જ હતી કે રોજ સાંજે 5:00 વાગે પત્નીનો ફોન આવે છે ને પૂછે છે કે `આજે જમવામાં શું બનાવું? ‘
આવો ફોન આવતા જ પુષોને પોતાનું અસ્તિત્વ છે તેવું પ્રતીત થાય અને વટથી ચાર -પાંચ વાનગીઓ ચીંધાડી દે, પરંતુ રાત્રે ઘરે પહોંચતા જ સરસ મજાના બહાના સાથે કંઈક નવું જ પીરસાય છે.
સાંજે 5:00 વાગ્યાની પતિ પત્નીના ફોનની વાતો તમે સાંભળો તો ખૂબ મજા આવે.ઉદાહરણ તરીકે એક તો જેવી ફોનની ઘંટડી વાગે એટલે બે જ રીંગમાં ફોન ઉપાડી લેવો ફરજિયાત હોય છે. નહીં તો શું શું સાંભળવું પડે એ મારે કોઈ વાચક બિરાદરને જણાવવું પડે તેવું નથી. ગમે તેવા ટેન્શનમાં હો, પરંતુ આ છેડેથી સામેના છેડા સાથે સરસ અને શાંત રીતે વાત કરવી ફરજિયાત છે.
આ પણ વાંચો…મસ્તરામની મસ્તીઃ તમે મસ્ત કાર્ટૂન જેવા લાગો છો…
પછી વાત ચાલુ થાય “શું કરો છો?, તમારે તો જલસા છે, અમારે ઘરમાં ને ઘરમાં બંધાઈ રહેવાનું, બોલો, આજે સાંજે શું બનાવું?”
પુષ આગલી બધી આધી વ્યાધિ ભૂલી પોતાનું પણ અસ્તિત્વ છે તેના આનંદમાં સજેશન આપવા માંડે.
`ભાખરી- શાક કરી નાખ’
-કઠણ લોટ બાંધવો પડે અને મારો હાથ દુ:ખે છે.
`તો પુરી- શાક બનાવ’
તેલ ખૂબ વપરાય`તો’
પાંવ ભાજી કરી નાખ.’
-સવારે કહેવાય ને તો બધા શાક લઈ લેત !
`પૌઆ – બટેકા બનાવી નાખ ‘
છોકરાવ નહીં ખાય
`તો સેન્ડવીચ ?’
ના હો, મારે ડાયેટિગ ચાલે છે. મેંદો નથી ખાવો’
`તો તારે જે બનાવવું હોય તે બનાવ’
`ના, તમે કહો તે જ બનાવીશ પછી બધા ભાઈબંધો ભેગા થાવ છો ત્યારે અમારી ઠેકડી ઉડાડો છો.
`તો દાળ ઢોકળી…’
વાક્ય પૂં થતાં પહેલાં જ કાપી નાખે :
ના હો મારાથી સરખી બનતી નથી.
એ પછી નવેસરથી અકળાઈને પુષ કહે : `તારે જે બનાવવું હોય તે બનાવ.’ એટલે તરત જ કહેશે:
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી : ગાજી ગાજીને કહે છે હું મૂંગા મોઢે સહન કરું છું
અવાચક થઈ ગયેલો પુષ મનમાં વિચારે કે મનનું ધાર્યું જ કરવું છે છતાં છેલ્લી દસ મિનિટથી મારી અણી કાઢે છે મેથા મારે છી ને ઉપરથી નીટ લોહી પીવે છે.
`તો ઢોકળા ફાઇનલ છે એમ કહે ને ! ‘
જોકે નવી પેઢી ના ડાયલોગ થોડા જુદા હોય છે.
પહેલો પ્રશ્ન એ હોય કે આજે બહાર જમવા જઈશું? મે રીલમાં એક સરસ રેસ્ટોરન્ટ જોયું છે ફોન કરી દીધો છે. ટેબલ બુક કરાવી દીધું છે. આટલું બધું પ્લાનિંગ થઈ ગયું હોય પછી પ્રશ્નાર્થ કરવાનો કોઈ અર્થ છે?
`હવે તો આપણે બધાએ ભેગા થઈ અને નક્કી એ કરવાનું છે કે કઈ રીતે આ પ્રશ્નનો સામનો કરવો?
ઘરનું ખાવાનું મળે અને એ પણ આપણી પસંદગીનું આવા સંજોગો ઊભા કરવા માટે શું કરવું જોઈએ તે ચર્ચા કરો.’
પ્રમુખના આ વાક્ય સાથે સન્નાટો છવાઈ ગયો. બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા. તરત જ પ્રમુખે કહ્યું કે `મારા મનમાં એક વાત આવી છે. આપણે સાંજે 5 થી 7 ફોન સ્વીચ ઓફ કરવાનું રાખીએ. કમ સે કમ આપણે કહ્યું તે ન થયું તેનો રંજ તો ન રહે !’
ચુનિયાએ ખોખારો ખાઈ અને કહ્યું કે `મારા મનમાં પણ એક વિચાર આવે છે કે આપણે જે ખાવું હોય તે વાનગી નો ઉચ્ચાર કરવો નહીં અથવા તો જે ખાવું હોય તે બોલી અને કહેવું કે આ તો બનાવતી જ નહીં. સાંજે તમારી થાળીમાં જો તે ના પીરસાય તો તમે કહો તે હારી જાઉ.! ‘
ત્યાં હાજર રહેલા બધાને આ પ્રયોગ ઉચિત લાગ્યો. એ તમામે હર્ષ અને ઉલ્લાસ સાથે આ સજેશન સ્વીકાર્યું. ઊતરેલ કઢી જેવા મોઢા પર ચમક આવી ગઈ. આટલી વાત થઈ ત્યાં જ દરેકના ફોનની ઘંટડી વારાફરતી વાગવા લાગી.
દરેકે એકબીજાથી દૂર જઈ નવી વાતનો પ્રયોગ શરૂ કર્યો.
જોઈએ હવે આજે રાત્રે ભાણામાં શું આવે છે.
વિચારવાયુ
જૂની પેઢી: તે ઘરે આવે પછી જમીએ' નવી પેઢી :
તે ઘરે લાવે પછી જમીએ.’