ક્લોઝ અપ જિંદગી : આજની સેલેબ્સને કેમ લાગ્યું છે અંતરિક્ષ-યાત્રાનું ઘેલું?

ભરત ઘેલાણી
ચારેક વર્ષ પહેલાં પોતાના જ અવકાશયાનમાં સર્વપ્રથમ અંતરિક્ષયાત્રા કરીને સ્પેસ ટૂરિઝમ' યુગનો આરંભ કરનારા જેફ બેઝોસના આ અવકાશી સાહસમાં સાથ આપવા અનેક્ સેલિબ્રિટી આગળ આવી રહી છે. આમ તો આવી ટૂંકી છતાં અતિ રોમાંચક અવકાશયાત્રાની ટિકિટનો ભાવ છે 150000 ડૉલર ડિપોઝિટની સાથે 30 મિલ્યન ડૉલર એટલે કે આશરે 26 કરોડ રૂપિયા ! પેલી ગ્રીક પૌરાણિક દંતકથા છે ને કે ત્યાંના એક રાજા મિડાસને એવું વરદાન હતું કે એ જેના પર હાથ મૂકે એ વસ્તુ નક્કર સોનાની થઈ જાય . પહેલાં પહેલાં તો રાજા મિડાસને જલસો થઈ ગયો. ચોતરફની ચીજ-વસ્તુઓને એ સોનાની બનાવતો ચાલ્યો, પણ પાછળથી એ વરદાન એના માટે શ્રાપમાં પલટાઈ જાય છે. એ દંતકથાના ઉત્તરાર્ધની વાત આપણને અહીં ઉપયોગી નથી એટલે એને બાજુએ રાખી આપણી મૂળ વાતના હાર્દ પર આવીએ તો જેમ એક જમાનામાં કહેવાતું :
રાજા-વાજાં ને વાંદરા માન્યા માને નહીં- ને મન ફાવે તેમ કરે..’ હવે રાજા તો રહ્યા નહીં, પણ ઉપરોક્ત ઉક્તિમાં રાજા'ને બદલે હવે
અબજપતિ’ શબ્દ બેસાડી દો એટલે વાતનો મર્મ સચવાઈ રહે..!
વળી, આ અબજપતિઓ પેલા ગ્રીક રાજા મિડાસ જેવા છે. એ જે ધંધા વ્યવસાયમાં હાથ નાખે છે
માત્ર સોનાનો જ નહીં-હીરા અને પ્લેટિનયમના પુરવાર થાય છે.
આવા અબજોપતિ મહારાજા'ઓ એમની આ સતત ગુણાકાર થતી સંપત્તિનું કરી કરીને શું કરે ..? વેકેશન ગાળવા જવા માટે કેટલાં ટાપુ કેટલા પ્રાઈવેટ સી બીચ કેટલા પ્રાઈવેટ જેટ કે પછી વૈભવી યાટ ખરીદે? વધારાની આવકનું રોકાણ કરવા કેટલી જમીન, બંગલા, નવા વેપાર ખરીદે? ભોગવિલાસ કરી કરીને પણ કેટલો કરે? આના ઉપાય તરીકે આવા આજના રાજા-મહારાજાઓએ એક રોમાંચક શોખ
શોધી’ કાઢ્યો છે -અને એ છે પ્રાઈવેટ અંતરિક્ષયાનમાં ગોઠવાઈને અનંત આકાશમાં લટાર મારી આવવાનો !
છેલ્લા થોડા સમયથી જગતની અંદર પ્રથમ દસમાં પૂછાય એવા કેટલાંક અબજો ડૉલરના પતિઓ અંતરિક્ષમાં આટો મારી આવીને ન્યૂઝ મીડિયાથી લઈને સોશિયલ મીડિયાની હેડલાઈન્સમાં છવાઈ ગયા છે. હજુ હમણાં 14 એપ્રિલના દિવસે પોતાનાં ફિલ્ડમાં સેલિબ્રિટી ગણાતી 6 મહિલા અનુભવી અંતરિક્ષયાત્રીની જેમ અવકાશયાનમાં ઊંચકાઈને ધરતીથી 100 કિલોમીટર આકાશમાં મસ્ત લટાર મારીને પરત થઈ. એમની આ માત્ર મહિલા માટે
ની આ રોમાંચક અંતરિક્ષયાત્રા હતી તો ફકત 11 મિનિટની અને એમાંય અઢી મિનિટ સુધી ઝીરો ગ્રેવેટી' એટલે કે શૂન્ય ગુત્વાકર્ષણનો અનુભવ પણ લીધો એમાં જગત આખામાં એમની જબરી
વાહવાહ’ થઈ ગઈ !
આ પણ વાંચો…ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!
આ 11 મિનિટની અવકાશયાત્રામાં પોતાનાં ક્ષેત્રમાં નામના મેળવી હોય એવી 6જાણીતી મહિલા હતી. આમાં સુપર પોપ સિંગર કેટી પેરીની સાથે જાણીતી પત્રકાર ગેઈલી કિગ આઈશા બોવ (એરોસ્પેસ ઈજનેર) – કેરેની ફ્લ્યાન (ફિલ્મ પ્રોડ્યુસર) એમન્ડા ન્યુયેન (રિસર્ચ સાયન્ટિસ) અને લ્યુરેન સાનચેઝ (લેખિકા શો એન્કર).
આમ તો અંતરિક્ષને લગતા અટપટા સંશોધન અને સતત કરવા પડતા અવકાશયાત્રાના અનેકવિધ પ્રયોગ ઘણા જ ખર્ચાળ છે, જે અમેરિકા જેવા ખમતીધર દેશને જ પોષાય. એકલદોકલનું આ ક્ષેત્રમાં કામ નહીં, પણ આપણી એક ગુજરાતી ઉક્તિ છેને કે આ છતના ચાળા છે!' અર્થાત જેમના પર મઝુમ કરતી મા લક્ષ્મીની કૃપા છે એમને જ આ
ચાળા’-તિકડમ પોષાય !.
જો કે હવે આવા તિકડમ કરી શકે એવા કેટલાક તગડા ડૉલરિયા મહારથીઓ બહાર આવ્યા છે, જેમણે નાનપણથી પોતાની રીતે અંતરિક્ષમાં મહાલવાનાં સપનાં જોયાં હતાં અને હવે એ સાકાર પણ કર્યા છે. આવા અંતરિક્ષ -સાહસિકોમાં પહેલું નામ છે : જેફ બેઝોસ
આ પણ વાંચો…ક્લોઝ અપ : વિચિત્ર સવાલોના વિસ્મયજનક જવાબ!
કોર્પોરેટ વર્લ્ડની એક જબરી ઓળખ -જંગી કંપની એમેઝોન'ના સર્વેસર્વા એવા આ શખસની ગણના જગતના પાંચ ટોપના શ્રીમંત તરીકે થાય છે. ક્યારેક એ વિશ્વના સૌથી વધુ શ્રીમંત હોય તો ક્યારેક એ બીજે સ્થાને પણ હોય, પણ એમનો ક્રમાંક ક્યારેય ટોપ ફાઈવમાંથી હેઠો ઊતર્યો નથી. આ ધરતી પર
એમેઝોન’ દ્વારા અનેક વ્યવસાયિક વિક્રમ સર્જ્યા પછી બાળપણમાં સેવેલાં શમણાંને વાસ્તવિક આકાર આપવા જેફ બેઝોસે આજથી છએક વર્ષ પહેલાં ગગન તરફ નજર દોડાવી હતી. એવું નથી કે કોઈ અબજપતિની જેમ એને તુક્કો સુજ્યો કે `હાલો, એકાદ રોકેટયાન બનાવીએ-બેસીએ ને કારની લોંગ ડ્રાઈવની જેમ જરા આકાશમાં નવી લટાર મારી આવીએ!’ આ એના જેટલું સરળ નથી. એનાં માટે ખુલ્લી આંખે સપનાં જોવાં પડે. દ્રઢ નિશ્ચય સાથે આયોજન કરવું પડે. જેફે પણ નાનપણથી -પાંચ વર્ષની કાચી ઉંમરે એક બાળકની જેમ પરીઓના દેશ -ઉપર ગગનમાં જવાની કલ્પના કરી હતી અને આજે એ દાયકાઓ પુરાણી સ્વપ્નવત વાત-ફેન્ટસી સાકાર કરવા એ ખરેખર ખુદ 2021માં 20 જુલાઈના દિવસં સ્પેસ- અંતરિક્ષમાં ઉડ્ડાન ભરી આવ્યા છે… જેફે એ દિવસ એટલા માટે પસંદ કર્યો હતો કે 1969ના એ દિવસે માનવીએ સર્વપ્રેથમ વાર ચન્દ્ર પર ઊતરાણ કર્યું હતું !
જેફ બેઝોસ મૂળભુત રીતે સ્વપ્નદ્રષ્ટા અને વ્યવસ્થિત પ્લાનિંગ -આયોજનનો આદમી છે. છૂટક પુસ્તકો ઓનલાઈન વેંચવાના સાહસથી લઈને `આઉટ ઑફ બોક્સ’ – બીજા કરતાં કઈંક ભિન્ન-વિભન્ન વિચારીને એણે પોતાનો વ્યવસાય-ધંધો અનેક રીતે વિસ્તાર્યો અને આજે એ 239 અબજ ડૉલરની નેટ વર્થ સાથે વિશ્વના શ્રીમંતોની હરોળમાં બીજે નંબરે હકપૂર્વક ગોઠવાઈ ગયો છે.
કલદાર અને કીર્તિ એકઠી કરનારા આદમીમાં એક ખૂબી હોય છે. એ બધા એક જ ધંધા-વ્યવસાયમાં સ્થિર થઈને બેસી નથી રહેતા. એ પોતાના ફ્લક આગવી રીતે સતત વિસ્તારતા જ રહે છે. જેફમાં પણ આ આવડત છે.એમેઝોન' ઉપરાંત પોતાના અન્ય ધંધાના લાભાર્થે એ મોડર્ન ટેકનોલોજિનો ભરપૂર ઉપયોગ કરે છે. રોકેટ-સ્પેસયાન તૈયાર કરવા માટે એણે પોતાની
બ્લ્યુ ઑરિજિન’ કંપની શરૂ કરી અંતરિક્ષને લગતાં ઘણાં સંશોધન ચાલુ કર્યા અને આજે વિશ્વના સર્વપ્રથમ અંતરિક્ષ અબજપતિ' તરીકે અન્ય સેલેબ્સને પણ અવારનવાર આકાશમાં ફેરવે છે. 2021થી અત્યાર સુધીમાં સરકારી સ્પેસ એજન્સી
નાસા’ નહીં, પણ જેફ બેઝોસની સ્પેસ એરક્રાફટ કંપની `બ્લ્યુ ઓરિજિન’ના ખાનાગી સ્પેસક્રાફટમાં 58 જેટલી વ્યક્તિ- સેલેબ્સ પૃથ્વીથી 100 કિલોમીટર ઉપર જઈને અંતરિક્ષ યાત્રા કરી આવી છે.
આ સેલેબ્સ યાત્રીઓમાં ખાસ ઉલ્લેખનીય કહી શકાય એ હતા કેનેડાના જાણીતા `સ્ટાર ટે્રક’ એકટર 90 વર્ષીય વિલિયમ શાટનર-અમેરિકન ફૂટબોલ લીગનો જાણીતો ખેલાડી-ટીવી એન્કર માઈકલ સ્ટ્રાહન, ફેમસ યુ-ટ્યૂબર કોબી કોટન -91 વર્ષી અશ્વેત અવકાશયાત્રી એડ ડિવ્લાઈટ, ઈત્યાદિ છે અને નજીકના ભવિષ્યમાં ટોમ હેન્ક્સ બ્રેડ પિટ, લિઓનાર્ડો ડિકેપ્રિઓ જેવા હોલિવૂડના સુપર સ્ટાર્સે પણ આવી અંતરિક્ષયાત્રા કરવાની ઈચ્છા પ્રગટ કરી છે!
બીજી તરફ , જેફના અનેક ધંધામાં બરાબરીની સ્પર્ધા કરનારો આજનો સૌથી શ્રીમંત ઈલોન મસ્ક એનો કટ્ટર સ્પર્ધી બનશે એવી બધાની ધારણા હતી, કારણ કે અત્યંત કુશાગ્ર એવો ઈલોન મસ્ક સોલર પાવર (સૌર શક્તિ)- આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ( કૃત્રિમ બુદ્ધિમતા) અને સંપૂર્ણ ઈલેકટ્રિક કાર ટેસ્લા
થી લઈને શક્તિશાળી રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સ' જેવા અનેક પ્રકારના તુક્કા-તરકીબવાળાં ધંધા- ઉદ્યોગમાં અચ્છો સફળ નીવડ્યો છે. અંતરિક્ષને લગતી શોધખોળ એનો પ્રિય વિષય છે. આમ છતાં ઈલોન મસ્ક આજ સુધી ખુદ પોતે અંતરિક્ષ યાત્રાએ ગયો નથી. એ ક્ષેત્રમાં
પહેલો ઘા રાણાનો’ના ન્યાયે જેફ બેઝોસ અંતરિક્ષ ક્ષેત્રે અત્યારે તો મેદાન મારી ગયો છે..
જો કે, આ સ્પર્ધામાં હજુ એક અનેં પાત્ર પણ હતું. જેફ બેઝોસ અને ઈલોન મસ્ક કરતાં અંતરિક્ષનાં જ્ઞાન-વિજ્ઞાનમાં અવ્વ્લ છે મૂળ બ્રિટિશ ઉદ્યોગ સાહસિક એવો રિચાર્ડ બ્રેન્સન. જેફ અને ઈલોન આકાશને પોતાના ધંધામાં પલટી નાખવા તત્પર રહે છે, પરંતુ વર્ષો પહેલાં મ્યુઝિક રેકોર્ડસ વેંચીને જાત મહેનતે રિચાર્ડ `વર્જિન એરલાઈન્સ’નો માલિક બન્યો હતો. એ ગજબનો અલગારી આદમી છે. એ ઉદ્યોગ ધંધા કરવા કરતાં ખતરા-અખતરામાં વધુ રચ્યો-પચ્યો રહે છે. એ પણ જેફ બેઝોસની જેમ અંતરિક્ષમાં આંટો મારી આવ્યો છે.