વિશ્વયુદ્ધ ને જીવાતું જીવન: તભ બી ઔર અબ ભી!

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ
આજકાલ જ્યારે જગત પર એક વધુ સંભવિત વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે જગતભરનાં મેગેઝિન્સ અને અખબારો ફ્લેશબેક રૂપે બીજા વિશ્વયુદ્ધ પરના લેખો, ત્યારનાં ખતરનાક સંસ્મરણો અને યુદ્ધનાં ફોટાઓથી ભરી રહ્યાં છે.
યુદ્ધ વખતનાં લોકો ભલે દુ:ખી હોય કે હિંમતવાન હોય, પણ યુદ્ધના એ દિવસોને ખૂબ ટેસડો લઈ લઈને આજના લોકો યાદ કરી રહ્યા છે. મા-બાપ એમનાં સંતાનોને અને દાદા-દાદી એમનાં પૌત્ર-પૌત્રીઓને યુદ્ધના દિવસોને યાદ કરીને કહે છે કે કેવી રીતે એ લોકોએ કે પછી એમની પહેલાંની પેઢીએ યુદ્ધના દિવસો પસાર કર્યા હતા, એ વખતે શું શું થયું હતું, કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વગેરે વગેરે…
આપણ વાંચો: વિશ્વ યુદ્ધથી લઈને ભારત-પાક.ના તણાવ સુધી, કરોડોનો જીવ બચાવનારા સાયરનનો ઈતિહાસ રસપ્રદ છે…
મેં મુસોલીનથી હિટલર અને પર્લ હાર્બરથી હિરોશિમા અણુબોંબ સુધીના ભીષણ યુદ્ધના અનેક લેખો જોયા છે, પણ એ સમયે એવી ઘણી બધી ઘટનાઓ એ વર્ષોમાં ઘટી જેમનો એ ભયાવહ વિશ્વયુદ્ધ સાથે કોઈ સંબંધ નહોતો. એ બધા જ વ્યક્તિગત પ્રયાસો હતા. સરકારો તો યુદ્ધમાં રચીપચી હતી, જેમની પહેલી ને છેલ્લી ફરજ માત્ર યુદ્ધ અને યુદ્ધ કરવાની જ હતી.
-પણ યાદ રાખજો કે ત્યારે અનેક ક્ષેત્રમાં ક્રાંતિકારી કામ પણ થયેલા, જેમકે એ જ કાળખંડમાં, અર્નેસ્ટ હેમિંગ્વેએ એમની શ્રેષ્ઠ કૃતિ ફોર હુમ ધ બેલ ટોલ્સ’ લખી.
યુજીન ઓ નીલેલોંગ ડેઝ જર્ની’ અને ઇન ધ નાઇટ’ લખી, આર્થર કોસલરેડાર્કનેસ એટ નૂન’ લખી, ટી. એસ. એલિયટે ફોર ક્વાટેંટ’ પ્રકાશિત કરી, સોમરસેટ મોમેધ રેજર્સ એજ’ પ્રગટ કરી, કામુએ કૈલિગુલા', જ્યોર્જ આરબેલે
એનિમલ ફાર્મ’ જેવી કૃતિનું સર્જન કર્યું તો આર્થર મિલરે ઓલ માય સન્સ' અને જેમ્સ થર્બરે
મેન વુમન એન્ડ ડોગ્સ’ અને એમનું પ્રખ્યાત પુસ્તક `થર્બર કાર્નિવલ’ને લખીને પૂરી કરીને પ્રકાશિત કરી.
આપણ વાંચો: મહિનાના અંતમાં વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે… જાણો કોણે કરી આવી આગાહી
એ જ સમય દરમિયાન, સાર્ત્ર- કામુ- રસેલ અને હેરલ્ડ લાસ્કી જેવા વિચારકોએ એમના મહત્ત્વનાં લેખનકાર્યો પૂર્ણ કર્યા. જ્યારે ચર્ચિલ મોડી રાત સુધી એની ચહીતી બ્રાન્ડીને ચુસ્કી લેતા લેતા એની જાણીતી સિગારનો કસ ખેંચતા વિચારતો હતો અને હિટલર બોમ્બ વરસાવી રહ્યો હતો ત્યારે આ બધું સર્જનાત્મક કામ પણ ચાલી રહ્યું હતું, જેનો આજે કોઈ ઉલ્લેખ નથી કરી રહ્યા.
સિગાર પીવાતી રહી, હિટલરનું મૃત્યુ થયું, ખંડેર શહેરો ફરીથી વસી ગયા. યુદ્ધ ભૂલાવા લાગ્યું. માનો કે નવી પેઢીની જનતાનાં મનમાંથી ભૂલાઇ જ ગયું, પણ પેલાં બધાં પુસ્તકોએ આજે પણ આપણાં જીવનમાં સ્થાન બનાવીને રાખ્યું છે!
ભારતમાં એ દિવસોમાં વાચકો ભગવતીચરણ વર્માની ચિત્રલેખા', ઉપેંદ્રનાથ અશ્કની
ગિરતી દીવારેં’ અને યશપાલની વાર્તાઓ વાંચતા હતા. કવિતા પ્રેમીઓ મહાદેવીની `દીપશિખા’ કવિતામાંનાં છાયાવાદ પર એક આગવી મસ્તીથી માથું ધૂણાવી રહ્યા હતા.
આ જ વર્ષોમાં ગેસલાઇટ',
રેબેકા’, સિંટીઝન કેન',
પિગ્મેલિયન’, વોલ્ટ ડિઝનીની બામ્બી' વગેરે અદ્ભુત અંગ્રેજી ફિલ્મો રિલીઝ થઈ હતી. યુદ્ધગ્રસ્ત મોસ્કોમાં
વોર એન્ડ પીસ’ અને `સિન્ડે્રલા’ પર આધારિત ઓપેરા (સંગીતનૃત્ય નાટકો) બન્યાં.
આપણ વાંચો: “આપણે ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક પગલું દૂર”, ચૂંટણીમાં જંગી જીત બાદ પુતિનની ચેતવણી
આમ છતાં, સમગ્ર વિશ્વની આમ જનતા માટે એ બહુ જ કપરા દિવસો હતા. એ વખતે અમેરિકામાં જૂતા પણ રેશનકાર્ડ પર મળતા, ઇંગ્લેન્ડ ને ભારતમાં અનાજ ઉપરાંત કાપડ પણ રેશનકાર્ડ પર મળતા હતા અને એ જ સમયે યુદ્ધગ્રસ્ત દુનિયામાં પેનીસિલીન’ વાની શોધ થઈ રહી હતી, પહેલું હેલિકૉપ્ટર બની રહ્યું હતું, પહેલું ચુંબકીય ટેપ રેકોર્ડર અને પહેલું ઓટોમેટિક કમ્પ્યુટર તૈયાર થઈ રહ્યું હતું.
તોપો ગર્જી રહી હતી પણ એ શોરબકોરમાં કોઈક એવું પણ હતું જેણે વિટામિનએ’નું વિશ્લેષણ કરીને માનવ શરીર પર એની અસરનાં સંધોશનમાં વ્યસ્ત હતું.
ઇતિહાસના થોથાં જેવાં ભલે જાડા પુસ્તકમાં લખવામાં આવે કે પછી દૈનિક અખબારોમાં કે સાપ્તાહિક સામયિકોમાં લેખના રૂપમાં સચવાય, પણ એમાં ઉલ્લેખ માત્ર ને માત્ર મોટા મોટા નેતાઓની પ્રવૃત્તિઓ અને એમની સત્તા ઊથલપાથલનો જ કરવામાં આવે છે.
જુઓને, જ્યારે આપણે ત્યાં 1985માં ત્યારનાં સત્તાધારી કૉંગ્રેસ પક્ષના 100 વર્ષ થયાની ભવ્ય ઉજવણી થઈ તો ત્યારે કૉંગ્રેસનાં મહાન અને મોટા મોટા નેતાઓની વાતો થઈ, પણ કોઈને કવિ મૈથિલીશરણ ગુપ્ત, માખનલાલ ચતુર્વેદી, બાલકૃષ્ણ શર્મા નવીન, સુબ્રમણ્યમ ભારતી યાદ નહીં આવ્યા, જે એ જ સરકાર વિશે આદર્શ લેખો લખી રહ્યા હતા.
કોઈને ગણેશશંકર વિદ્યાર્થી યાદ ન આવ્યા? બધા હિટલર અને ચર્ચિલ વિશે જ વાત કરે છે, પણ એ જ સમયે, ચિત્રકાર માતીસ એનાં શ્રેષ્ઠ ચિત્રો બનાવી રહ્યો હતો, પણ એનાં વિશે કોઈ એક હરફ પૂરતું યે વાત કરતું નથી.
આજે 2025માં પણ ફરી યુદ્ધનો માહોલ છે તો ઇતિહાસમાં બોંબમારા, લશ્કરો, લાશો સિવાય, આજની કઇ કઇ વાતો યાદ રાખવામાં આવશે?
ખબર નહીં. (મૂળ લેખ: 1988)