વિશેષઃ લોન તમારા માટે સહાય કે ગળે ફાંસો?

લોકમિત્ર ગૌતમ
એક એવો સમય હતો જ્યોરે લોકોને લોન નહોતી મળતી. બૅંકથી લોન લેવા માટે લોકોએ કેટકેટલી લાગવગ લગાડવી પડતી અને જરૂર પડે તો બૅંકના ચપરાસીથી લઈને મેનેજર સુધી લાંચ આપવા માટે પણ તૈયાર રહેવું પડતું. અને આજે એવી સ્થિતિ છે કે લોન લેવાથી લોકો ગભરાઈ રહ્યા છે.
જો તમારી પાસે સ્માર્ટ ફોન હોય તો તમે ચેોકકસ અનુભવ્યું હશે કે, રોજ લોન માટે 2 કે 3 ફોન તો આવતા જ હશે. મોટાભાગના લોકો આવો ફોન સાંભળતા જ કોલ કાપી નાખે છે. સવાલ એ છે કે, વર્ષો પહેલાં લોકો લોન લેવા માટે તરસતા હતા અને હવે એવું તો શું થયું કે, લોકો હવે લોન શબ્દ સાંભળી દૂર ભાગે છે.
90ના દાયકામાં કે આ સદીની શરૂઆતના પહેલા બે દાયકાના લોકો જે આ ગાળામાં જવાન થયા છે અને જેમણે ગૃહસ્થી સંભાળી છે તેઓ જાણે છે કે, 90 ટકાથી પણ વધુ લોકો લોન લઈને જ તેમની કિસ્મત બદલી શકયા હતાં. પરંતુ હવે એવું શું બન્યું કે આમ જનતા લોન લેવા માટે અચકાય છે? સાલ 2024-25માં લોન લઈને કેટલા લોકો પરેશાન થયા છે એ આ આંકડાઓથી ખબર પડશે.
જ્યારે સાલ 2023-24 માં દેશની ટોટલ ક્રેડિટ વૃદ્ધિ 20 ટકા હતી, જે 2024-25માં ઓછી થઈને 11 ટકા થઈ ગઈ છે. રિટેલ કે વ્યક્તિગત લોન લેવા માટે સાલ 2023-24માં 23 ટકા હતા. ત્યાં 2023-24માં 31 ટકા હતી તો 2014-25માં લગભગ 13 ટકા થઈ ગઈ અને આની સાથે વાહન લોન લેવા માટેના દરમાં ભારે ધટાડો જોયો. સાલ 2023-24માં 37 ટકા હતાં તો સાલ 2014-25માં ઓછા થઈને 10 થી 11 ટકા હતી.
હદ તો એ થાય છે કે, ખેડૂતોની લોન માટે જ્યાં નાણાકિય વર્ષ 2024માં 20 ટકાથી વૃદ્ધિ થઈ હતી, તે 2024-25માં ઓછી થઈને 9 થી 12 ટકા રહી છે. નોન બૅંકિંગ એનબીએફસી દ્વારા વિતરણ કરવામાં આવેલી લોનના દર 2013-24 માં 20.8 ટકા હતા, જ્યારે 2024-25માં આ ઓછો થઈને 11.2 થી 13.4 ટકા સુઘી આવી ગયો છે.
જ્યારે આ દરમિયાન સોનાની લોન લેવા માટે ખાસ્સી એવી વૃદ્ધિ થઈ છે. લોન લેવા માટે ખચકાતા લોકો જોઈને આરબીઆઈ એ બૅંકોએ લોન આપવાની પ્રક્રિયાને સરળ બનાવાનો આદેશ આપ્યો છે. જેના લીઘે જૂન 2025થી બૅંકોએ લોન આવેદન સ્વીકારવા અને લોન પ્રોસેસિંગ પ્રક્રિયાને પૂરી કરવા માટે ઘણી સરળ બનાવવાની કોશીશ કરી છે. તે છતાં સાલ 2025માં હજી સુધી લોન લેવાવાળાની સંખ્યા પાછલાં વર્ષના આ સમયના મુકાબલે 9 ટકાથી પણ વઘારે ઓછી થઈ ગઈ છે.
સવાલ એ છે કે, આખરે લોન લેવા માટે લોકો કેમ આટલા ગભરાય છે? આમજનતા હોય કે ખાસ, ખેડૂત હોય કે વિદ્યાર્થી, આ બધા જ આજની તારીખમાં લોન લેવા માટે શા માટે ગભરાય છે? આનું કારણ શું છે?
આ એક ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે આપણે દિવસ રાત આ જ વાતોનો ઉલ્લેખ કરી થાકતાં નથી કે ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકી છે અને સાલ 2047 સુધી ભારત વિકસિત દેશ થઈ જશે, જેનો અર્થ આજે એટલે કે, સાલ 2025 થી 2047 સુઘી ભારતનો આપણા વિકાસનો દર 8 થી 9 ટકા સુઘી વૃદ્ધિ નોંધાવશે. ત્યારે જઈને આપણને આ ઉપલબ્ધીઓ પ્રાપ્ત થશે.
પરંતુ કોઈ પણ દેશના લોકો લોન લઈને પોતાની કિસ્મત સુધારવા માટે ડરતા હોય તો તેમાં આમજનતા પોતાનો વિકાસ ન કરી શકે, અને તે દેશ પણ કયારેય જલદીથી આગળ નહીં વધી શકે. વધુમાં એમ છે કે, જો લોન લેવાથી આપણે આ રીતે ગભરાશું તો, સાલ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય કઈ રીતે સાધ્ય કરી શકીશું?
પરંતુ આની પહેલા સવાલ એ છે કે, આખરે લોકો લોન લેવા માટે શું કામ અચકાય છે. શા માટે, આરબીઆઈને બૅંકો પર દબાવ નાખવો પડે કે, આ જ આમ જનતા લોકોની લોન લેવાની પ્રક્રિયાને સરળ કરશે. આ છતાં પણ લોન લેવા માટે લોકો કેમ હિંમત નથી કરી શકતાં? આમ જોઈએ તો, લોન લેવા માટે લોકો રાતોરાત નથી ડર્યા. આ ડરની પાછળ લોકોનો વિશેષ કરીને આમ જનતાના ડરની પાછળ બૅંકોની જબરદસ્ત લૂંટ છે.
આ દેશમાં બૅંક મોટા મોટા ઉદ્યોગપતિઓને હજારોકરોડ રૂપિયાનું ઋણ આપીને ભલે નુકશાન ઉઠાવી રહી હોય, પરંતુ તે બૅંક આમજનતાને થોડા લાખો અથવા થોડા હજારોની લોન આપી તેનાથી વધારે દરમાં વસૂલી કરે છે. અને જો ટાઈમસર ન ચુકવી શકો તો એટલું દબાણ આપે કે એમ જ લાગે કે જાણે આપણી લોન પર જ તેઓની બૅંક ચાલે છે.
જેણે હોમ લોન લીધી હોય તેઓને તો મહિનાની શરૂઆતમાં જ ઈએમઆઈ ભરવાના મેસેજ આવવા લાગે છે. અને જો ભૂલથી ઈએમઆઈ ભરવાની તારીખ નીકળી જાય તો તેના પર પણ વ્યાજ લાગે છે. જ્યારે આ જ બૅંક મોટી કોર્પોરેટ કંપનીઓને 1 થી 5 દિવસ સુધી હપ્તો ચુકવવા માટે સમય આપે છે અથવા જો વ્યવસ્થા ન હોય તો એકાદ અઠવાડિયા માટેનો સમય આપે છે. આટલો પક્ષપાત શા માટે?
બૅંક 10થી 20 લાખ રૂપિયાની લોન લેવાવાળાઓને હંમેશાં શકની નજરે જુએ છે અને તેઓ દ્રઢપણે માને છે કે, આ લોકો આટલી મોટી લોન ચુકવી જ નહીં શકે અને તેમની સાથે વ્યવહાર પણ અણગમતો હોવાને કારણે આમજનતા લોન લેવા માટે અચકાય છે.
પર્સનલ લોન લેવાવાળાને બૅંક અને નોન બૅંકિંગ ફાઈનાન્સ કંપનીઓ, બન્ને આમજનતા પાસે અણધાર્યા વ્યાજ વસૂલે છે અને ભૂલથી પણ જો એકાદ હપ્તો મીસ થઈ જાય તો વ્યાજ વસૂલી કરવા માટે તેમના ઘરે જતાં પણ અચકાતા નથી.
આ જ કારણોસર સાલ 2023-24માં જ્યારે 17 ટકા લોકોએ વ્યક્તિગત લોન લીધી હતી ત્યારે 2014-25માં આ દર ઘટીને 13-14 ટકા થઈ ગયો. આ રીતે જોઈએ તો બૅંકોથી લોન લેવા માટે આમજનતા ઓછી થઈ ગઈ છે તેનું કારણ બીજુ કોઈ નહીં માત્ર બૅંક પોતે જ છે.
આમજનતા લોન લેવાથી એટલે ગભરાય છે કારણકે 2022 થી 2024ની દરમિયાન બૅંકલોનની ઈએમઆઈમાં લગાતાર વૃદ્ધિ થઈ છે. કારણ કે, આરબીઆઈને આ દરમિયાન રેપો રેટ તરફથી મળ્યો છે. આ જ નહીં આરબીઆઈને જ્યાં ઘોષણાની તરત બાદ બૅંકોના રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, જયાં બૅંકો વ્યાજ લેવાવાળાની લોન સાઈકલને આધારે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
ઘણા લોકોને લોન સાઈકલના કારણે બે અથવા ત્રણ મહિના પછી વ્યાજ દરમાં ઘટાડાનો ફાયદો મળી શક્યો હતો, બેંકોને જે ફાયદો પહેલા દિવસથી જ મળવા લાગ્યો હતો. આ રીતે સામાન્ય લોકોને વ્યાજ આપવાવાળી બૅંકોને આરબીઆઈના નિયમમાં પણ ટેકનિકલ રૂપથી વ્યાજ લેવાવાળાઓને નિરાશ કર્યા છે.
પાછલા ધણા વર્ષોમાં ફલોટિંગ દરો પર લોન લેવાવાળાને હફતાના ભાગોમાં જે વધારો મળ્યો છે, એના કરતાં પણ લોકોમાં એવો ડર બેઠો છે કે, બૅંકથી લોન લેવી એટલે આપણે પોતે જ ગળામાં ફાંસો નાખવો. છેલ્લાં થોડાં ધણા વર્ષોમાં લોકો ક્રેડિડ કાર્ડ લઈને જે ફસાણા છે એને જોઈને પણ લોકો પર્સનલ લોન લેતા અચકાયા છે.
આ બધાને એક સાથે આર્થિક અનિશ્ચિતા અને નોકરી ખોવાવાનો ડર સતત રહે છે. કોરોના પછી ઘણા એમ કહે છે કે, સ્થિતિ સુધરી ગઈ છે પરંતુ હજીપણ ઘણાને માથે અનિશ્ચિતતાની તલવાર લટકેલી છે.
જીએસટી તેમજ લોન ચુકાવવાની શરતોને કારણે નાના વેપારીઓ અને ખેડૂતોનો લોન લેવા પરનો ભરોસો ડગમગાઇ ગયો છે. પાછલાં બે વર્ષોની અંદર ડિજિટલ લોન એપ્સના માધ્યમ દ્વારા દેશમાં કરોડો લોકો છેતરાઈ ગયા છે અને અપમાનિત થયા છે આને કારણે પણ લોકોનો વિશ્વાસ લોન પરથી ઉઠી ગયો છે.
સૌથી મોટી વાત તો એ છે કે, એક વાર ફરીથી લોન લેવી એટલે પોતાના ગળામાં જ ફાંસો નાખવો. તેથી લોકો લોનથી પણ દૂર ભાગે છે. પરિણામે લોન લેવાવાળા લોકોની સંખ્યાઓ ઘટી છે. આ જ કારણે લોકો હવે લોન લેતા અચકાય છે.
લોન લેવાથી લોકો ગભરાય છે એનું કારણ શું?
આમજનતા લોન લેવાથી એટલે ગભરાય છે કારણકે 2022 થી 2024ની દરમિયાન બૅંકલોનની ઈએમઆઈમાં લગાતાર વૃદ્ધિ થઈ છે. કારણ કે, આરબીઆઈને આ દરમિયાન રેપો રેટ 4 ટકાથી વધારીને 6.5 ટકા સુધી કરી છે. પરંતુ આના પછી જ્યારે આરબીઆઈએ પાછલા એક વર્ષમાં 3 ભાગમાં રેપો રેટ લગભગ 1 ટકા સુઘી ઓછો કરી નાખ્યો છે તો બૅંકેોએ આ દરમિયાન પોતોના વ્યાજ દરોમાં થોડો ઘટાડો કર્યો છે.
એટલો ધટાડો નથી કર્યો જેટલો તેમને આરબીઆઈ તરફથી મળ્યો છે. આ જ નહીં આરબીઆઈને જ્યાં ઘોષણાની તરત બાદ બૅંકોના રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, જયાં બૅંકો વ્યાજ લેવાવાળાની લોન સાઈકલને આધારે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ઘણા લોકોને લોન સાઈકલના કારણે બે અથવા ત્રણ મહિના પછી વ્યાજ દરમાં ઘટાડાનો ફાયદો મળી શક્યો હતો, બેંકોને જે ફાયદો પહેલા દિવસથી જ મળવા લાગ્યો હતો.
આ રીતે સામાન્ય લોકોને વ્યાજ આપવાવાળી બૅંકોને આરબીઆઈના નિયમમાં પણ ટેકનિકલ રૂપથી વ્યાજ લેવાવાળાઓને નિરાશ કર્યા છે. પાછલા ધણા વર્ષોમાં ફલોટિંગ દરો પર લોન લેવાવાળાને હફતાના ભાગોમાં જે વધારો મળ્યો છે, એના કરતાં પણ લોકોમાં એવો ડર બેઠો છે કે, બૅંકથી લોન લેવી એટલે આપણે પોતે જ ગળામાં ફાંસો નાખવો.
છેલ્લાં થોડાં ધણા વર્ષોમાં લોકો ક્રેડિડ કાર્ડ લઈને જે ફસાણા છે એને જોઈને પણ લોકો પર્સનલ લોન લેતા અચકાયા છે. આ બધાને એક સાથે આર્થિક અનિશ્ચિતા અને નોકરી ખોવાવાનો ડર સતત રહે છે. કોરોના પછી ઘણા એમ કહે છે કે, સ્થિતિ સુધરી ગઈ છે પરંતુ હજીપણ ઘણાને માથે અનિશ્ચિતતાની તલવાર લટકેલી છે.
જીએસટી તેમજ લોન ચુકાવવાની શરતોને કારણે નાના વેપારીઓ અને ખેડૂતોનો લોન લેવા પરનો ભરોસો ડગમગાઇ ગયો છે. પાછલાં બે વર્ષોની અંદર ડિજિટલ લોન એપ્સના માધ્યમ દ્વારા દેશમાં કરોડો લોકો છેતરાઈ ગયા છે અને અપમાનિત થયા છે આને કારણે પણ લોકોનો વિશ્વાસ લોન પરથી ઉઠી ગયો છે.
સૌથી મોટી વાત તો એ છે કે, એક વાર ફરીથી લોન લેવી એટલે પોતાના ગળામાં જ ફાંસો નાખવો. તેથી લોકો લોનથી પણ દૂર ભાગે છે. પરિણામે લોન લેવાવાળા લોકોની સંખ્યાઓ ઘટી છે. આ જ કારણે લોકો હવે લોન લેતા અચકાય છે.
આ પણ વાંચો…વિશેષઃ સુપ્રીમ કોર્ટના વારંવાર ફટકાર છતાં… યે ‘ઈડી’ હૈ કે માનતા નહીં…!