વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

વેર-વિખેર – પ્રકરણ-૭૯

ગમે તેવો ધનવાન માણસ કેમ ન હોય, જેની પાસે જીવવાનો કોઈ હેતુ ન હોય, કોઈ કારણ ન હોય એ માણસ સૌથી ગરીબ કહેવાય…

કિરણ રાયવડેરા

આ પણ વિધિની કેવી વક્રતા છે..!

એક તરફ એક હત્યારો એને બિન્ધાસ્તપણે મારી નાખવાની ધમકી આપતો હતો. બીજી તરફ એના જેવો ધનાઢ્ય સફળ ઉદ્યોગપતિ ડરીને એના ઘરમાં સંતાઈને બેઠો હતો….!

આટલી સમસ્યા ઓછી હોય એમ કરણે લગ્નના ખબર આપીને બધાંને ચોંકાવી દીધાં હતાં. કરણે લગ્ન કરી લીધાં એનું એટલું દુ:ખ નહોતું, પણ કરણે જે રીતે ઉદ્ધતાઈથી વ્યવહાર કર્યો એનાથી જગમોહન ઘાયલ થયો હતો.

ઘડિયાળમાં આઠના ટકોરા પડ્યા.

જગમોહને ઘડિયાળ સામે જોયું. ગ્રાન્ડફાધર્સ કલોક. લખુકાકા પછી કોઈ વફાદાર હોય તો આ ઘડિયાળ છે. ચૂપચાપ પોતાનું કામ કરે છે, નિયમિત.

હમણાં લખુકાકા આવીને કહેશે :

‘ભાઈ, ચાલો જમવા, બધાં આવી ગયાં છે.’

જગમોહને બારણાં સામે જોયું. કાચના દરવાજામાં કોઈનો પડછાયો દેખાતો હતો.

‘કોણ છે?’ લખુકાકા હોવા જોઈએ. એણે વિચાર્યું પણ લખુકાકા બારણાં પાસે ઊભા શા માટે રહે? જગમોહન ઊઠીને દોડ્યો. બારણાં બહાર કોઈ નહોતું… કોણ હશે?

ત્યાં સામેથી લખુકાકા આવતા દેખાયા: –

‘ભાઈ, હું તમને જ બોલાવવા આવતો હતો.’

‘લખુકાકા, તમે અહીંથી કોઈને જતાં જોયો?’ જગમોહને પૂછ્યું.

‘ના ભાઈ, અહીંથી તો કોઈ આવ્યું નથી, કેમ ભાઈ?’

‘ના કંઈ નહીં, તમે જાઓ, હું આવું છું.’

લખુકાકા ગયા પછી જગમોહને એક નજર આસપાસ દોડાવી. કોઈ નક્કી એના બારણાં પાસે ઊભા રહીને એને જોઈ રહ્યું હતું.

કોણ હશે એ?

શું ફોન કરનાર દુશ્મન ઘરમાં ઘૂસી ગયો છે? કે પછી ઘરની જ કોઈ વ્યક્તિ એની દુશ્મન બની બેઠી છે?

એક નિસાસો નાખીને જગમોહન ડાઇનિંગ રૂમ તરફ આગળ વધ્યો…ત્યારે જે વ્યક્તિનો પડછાયો જગમોહને જોયો હતો એ વ્યક્તિ બીજા એક બારણાં પાછળથી જગમોહનની હિલચાલ પર નજર રાખી રહી હતી.


‘જય ક્યાં ગયો?’ લખુકાકા જમવા માટે બોલાવે છે.’ વિક્રમે બૂમ પાડી.

‘એ કહીને ગયો છે કે ��

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button