લાપતા ઍન્ટિક્સની કેવીક છે અધધધ માર્કેટ..બનાવટી કળાકૃતિઓનું કેવુંક છે ફરેબી જગત?

ક્લોઝ અપ – ભરત ઘેલાણી
પુરાતત્ત્વ વિભાગના કાયદા શું કહે છે ?
છેલ્લાંમાં છેલ્લાં `યુનેસ્કો’ ના અહેવાલ મુજબ વિશ્વભરમાં ગુમ થતી- ચોરાતી પ્રાચીન પ્રતિમાઓની 50 અબજ ડોલર (50 હજાર કરોડ રૂપિયા)ની તગડી માર્કેટ છે તો બીજી તરફ, કળા-સંસ્કૃતિના સંગ્રાહકોને `પ્રાચીન’ કહીને પકડાવી દેવામાં આવતી બનાવટી ઍન્ટિકસની તરકટી દુનિયાનો ક્લોઝ-અપ પણ એટલો જ ચોંકાવનારો છે! – દેશના કાયદા અનુસાર 100 કે એથી વર્ષ જૂની- પ્રાચીન મૂર્તિઓ, ઈત્યાદિ જો કોઈ ધરાવતું હોય તો એની સત્તાવાર નોંધણી ફરજિયાત છે.- આવી કલાકૃતિઓને દેશ બહાર લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈ પાસે 75 વર્ષથી જૂની ઐતિહાસિક- સાહિત્યિક કે વૈજ્ઞાનિક હસ્તપ્રત હોય તો એના નિકાસ પર પણ નિષેધ છે.
આપણા કોઈ સ્વજન કે મિત્રોને ત્યાં નવા શો-રૂમનું ઉદ્ઘાટન કે પછી નવા ઘરનું વાસ્તુ- ગૃહ-પ્રવેશ જેવો શુભ અવસર હોય તો પ્રસન્નતા વ્યકત કરવા આપણે મોટાભાગે વિઘ્નહર્તાની નાની મૂર્તિ ભેટ લઈ જઈએ.
આ જ રીતે એક રાષ્ટ્રના વડા બીજા દેશમાં સદભાવના પ્રવાસે જાય ત્યારે ત્યાંના શાસકોને ભેટ આપવા માટે પોતાના દેશની કળા-સંસ્કૃતિ દર્શાવતી મૂલ્યવાન સોગાદ સાથે લઈ જાય છે. આવી અનેક કિમતી ભેટ પાછળથી રાજ્યના ખજાનામાં જમા થાય અને એને સંગ્રહરૂપે પ્રદર્શિત કરવામાં આવે. આ પ્રકારની ભેટ-સોગાદનો શાહી ખજાનો `તોશાખાના’ તરીકે ઓળખાય છે.આવા રાષ્ટ્રીય તોશાખાનાની સામગ્રીનું જાહેર વેચાણ શરૂ થાય ત્યારે કલાકૃતિના ચાહકો પોતાના શોખ માટે અહીંથી વેંચાતી લે, જેને પોતાના નિવાસસ્થાનમાં ગોઠવે. તોશાખાનામાંથી ખરીદી કરનારો એક બીજો વર્ગ પણ છે, જે ઐતિહાસિક લાગતી વસ્તુ અહીંથી ખરીદે ને પાછળથી દેશ-વિદેશના કળાકૃતિના સંગ્રાહકોને ઊંચા દામે વેંચે, જે કાળક્રમે પ્રાચીનના નામે વિદેશની ઍન્ટિક માર્કેટમાં સરકી જાય. આનું દેશ-વિદેશમાં એક વ્યવસ્થિત નેટવર્ક છે,જેમાં જગતનાં અનેક જાણીતાં મ્યુઝિયમ પણ આડકતરી રીતે સંડોવાયેલાં હોય છે.
આવા ગેરકાયદે વેચાણ ઉપરાંત આપણાં દૂર દૂરના દુર્ગમ-નિર્જન વિસ્તારોમાં આવેલાં પ્રાચીન મંદિરોમાંથી પણ ઐતિહાસિક ગણી શકાય એવી મૂર્તિઓ પણ બારોબાર ચોરાઈને વિદેશોમાં પગ કરી જાય છે. આવો અમૂલ્ય વારસો દેશની બહાર સરકી જાય છે એનું બીજું કારણ છે દેશના નબળા કાયદા અને આપણા સત્તાવાળાની એના પાલન માટેની ઉદાસીનતા અને એટલે જ આપણા સહિત એશિયાના અનેક દેશોમાંથી ખંડિત છતાં ઐતિહાસિક પ્રતિમાઓની દાણચોરીનું પ્રમાણ ઘણું વધારે છે.
થોડા વર્ષ પૂર્વે તમિળનાડુના અનંતમંગલમમાં રામ હનુમાનનાં બહુ જાણીતાં મંદિરમાં છે. ત્યાં પાંચ સદીઓથી સ્થાપિત ભગવાન રામની મૂર્તિ રાતોરાત ગુમ થઈ ગઈ હતી. ઘણી શોધખોળ પછી પણ વર્ષો સુધી એનો અત્તોપત્તો ન મળ્યો અને અચાનક એ પ્રતિમા બ્રિટિશ સત્તાવાળા તરફથી આપણી સરકારને ભેટ રૂપે પરત મળી. અનંતમંગલમમાંથી રામનું `અપહરણ’ કરીને એમને લંડન પહોંચાડી દીધા હતા !
દેશમાંથી ગુમાયેલી- ચોરાયેલી-લાપતા થયેલી પ્રાચીન પ્રતિમાઓ તથા અન્ય કળાકૃતિઓની ઘરવાપસી કરાવવા માટે આપણો પુરાતત્વ વિભાગએ `ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેકટ’ની ઝુંબેશ શરૂ કરી છે. અહીં નવાઈ પમાડે એવી વાત એ છે કે છેક 1997થી 2014 સુધી આપણને માત્ર 13 જેટલી જ ચોરાયેલી પ્રાચીન કળાકૃતિ પાછી મળી હતી, પણ આ `ભારત ગૌરવ પ્રોજેકટ’ના પ્રયાસોથી ઘણી વાર ચોરાઈને દાણચોરીથી ખાનગી સંગ્રાહકો સુધી પહોંચી ગયેલી પ્રાચીન દેવી-દેવતા જેવી કળાકૃતિઓ વિદેશી સરકારોના સહયોગથી આપણને પરત મળી પણ જાય છે. છેલ્લાં 12-13 વર્ષ દરમિયાન અમેરિકા-કેનેડા-ફ્રાન્સ -ઓસ્ટે્રલિયા અને હોલેન્ડ જેવા દેશ તરફથી આપણા અમૂલ્ય ખજાના એવી ચોરાયેલી 643થી વધુ ઐતિહાસિક કળાકૃતિઓ આપણને પરત મળી છે.
હવે તો વિભિન્ન રાષ્ટ્રો વચ્ચે વણલખ્યો એવો પ્રોટોકોલ -શિરાસ્તો થઈ ગયો છે કે કોઈ પણ દેશના વડા અન્ય દેશની મુલાકાતે જાય ત્યારે એ યજમાન દેશની ચોરાયેલી પ્રતિમા, ઈત્યાદિ કળાકૃતિ પોતે જ રૂબરૂ પરત કરી દે. ઓસ્ટે્રલિયાના તત્કાલીન વડા પ્રધાન ટોની એબોટે ભારત યાત્રા વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપણે ત્યાંથી ચોરાયેલી નટરાજની પ્રતિમા પરત આપી હતી. 900 વર્ષ પ્રાચીન આ નટરાજની કિમત આજે 60 લાખ ડોલર જેટલી આંકવામાં આવે છે! (આજે 1 ડોલર બરાબર આપણા 87 રૂપિયા!) ઓસ્ટે્રલિયા તરફથી આપણને આ પ્રકારની 35થી વધુ પ્રતિમા પાછી મળી છે…
અમેરિકા પણ આપણી ચોરાયેલી 10 મિલિયન ડોલર કિમતની 1400થી વધુ નાની-મોટી આવી કળાકૃતિ ભારતને સુપરત કરવાની છે, જેમાંથી 297 તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની છેલ્લી મુલાકત વખતે જ પરત કરવામાં આવી હતી. બાકીની તબક્કાવાર આપણને પહોંચતી થશે.. આવી ચોરી-ચપાટી થઈને અન્ય દેશની ધરતી પર પહોંચી જતી ક્ળાકૃતિનો બે-નંબરી વેપાર વ્યાપ કલ્પી ન શકાય એવો છે. છેલ્લાં `યુનેસ્કો’ના અહેવાલ મુજબ વિશ્વભરમાં ગુમ થતી- ચોરાતી પ્રાચીન પ્રતિમાઓની 50 અબજ ડોલર એટલે કે 50 હજર કરોડ રૂપિયાની જબરી માર્કેટ છે!
વિદેશી શાસક બીજા રાષ્ટ્ર પર આક્રમણ કરે ત્યારે એ બીજા દેશની સંપત્તિની લૂંટે ઉપરાંત એને કળા-સંસ્કૃતિથી પણ જરૂર પાયમાલ કરી નાખે શહેનશાહ નેપોલિયન પણ આવી ચોરી-ચપાટીમાંથી બાકાત નહોતો. એની એક જબરજસ્ત મહેચ્છા હતી કે એના પેરિસના લૂર્વે ( ફ્રેન્ચ ઉચ્ચાર લૌવર) મ્યુઝિયમમાં વિશ્વના બધા જ દેશોની શ્રેષ્ઠ કલાકૃતિઓ હોવી જ જોઈએ આ ઈચ્છા પૂરી કરવા એણે પરાજિત કરેલા દેશોમાં લૂંટફાટ મચાવીને કલાકૃતિઓ એકઠી કરી પેરિસના લૂર્વે મ્યુઝિયમમાં જમા કરાવી હતી. આમ વિશ્વવિજેતા નેપોલિયને એના જીવનકાળમાં 800થી વધુ ઐતિહાસિક ચિત્રો- મૂલ્યવાન શિલ્પો, વગેરે લૂંટ્યાં. અલબત્ત, પાછળથી ફ્રાન્સ સરકારે આમાંથી ઘણીખરી વસ્તુઓ મૂળ દેશોને પરત પણ કરી છે.
આમ જુવો તો વિશ્વભરમાં ઍન્ટિકનું જેટલું જબરજસ્ત માર્કેટ છે એથીય જબં તો એમાં તરક્ટ ખેલાય છે. એક અહેવાલ મુજબ, કોરોનાને કારણે પ્રાચીન- અર્વાચીન કળાકૃતિઓનું એકલું ઓનલાઈન વેચાણ 6 અબજ ડોલરમાંથી અધધધ વધીને આશરે 12 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે! (1 ડોલર= 87 રૂપિયા) આ તો સન્યુયોર્ક સિટીના મેનહટન જેવા ખાસ્સા જાણીતા વિસ્તારમાં વર્ષો જૂના ઍન્ટિક ડિલરની ગેલેરી વત્તા એક સ્ટોર છે. પુરાતત્ત્વ વિભાગની નજરે પણ ગેલેરીની સાખ સારી. ઈજિપ્ત -ઈરાન-અફઘાનિસ્તાન- તુર્કિસ્તાનના અંકારા (જૂનું અંગોરા)થી લઈને જપાન-ચીન- ઈન્ડોનેશિયા, વગેરે દેશોની કદમાં નાની એવી પ્રાચીન ધાર્મિક પ્રતિમાઓનો અહીં ધંધો પણ ધમધોકાર ચાલતો હતો. કશી બાતમી મળતા ન્યૂયોર્ક પોલીસે થોડા સમય પહેલાં આ ગેલેરી પર દરોડો પાડયો ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે એના છુપા ભૂગર્ભના ઓરડાઓમાં યુગો જૂની `પ્રાચીન’ મૂર્તિઓ જથ્થાબંધ- હોલસેલમાં તૈયાર થતી ઝડપાઈ! બોલો, આવી છે પ્રાચીન વસ્તુઓની અર્વાચીન ફરેબી દુનિયા.!ત્તાવાર જાહેર થયેલા ઓનલાઈન વેંચાણના આંકડા છે.
હવે તો વર્ચ્યુલ ક્રિપ્ટો કરન્સીની માર્કેટ પણ ખુલી ગઈ છે એટલે આવા આભાસી નાણાંથી બે નંબરી સોદાના આંકડા તો આપણે માત્ર કલ્પી જ લેવાના! ફરેબથી ભરપૂર આ ઍન્ટિક દુનિયાની આ એક ચોંકાવનારી ઘટના પણ જાણી લો..