ક્લોઝ અપ :વિરોધની અજબ દુનિયા , દુનિયાભરના ગજબ વિરોધ!

- ભરત ઘેલાણી
પ્રાચીન કાળમાં પોતાનો વિરોધ દર્શાવવા સતત ઉપવાસ-આકરા તપ કરીને ઋષિ મુનિઓ પોતાની જિદ પૂરી કરતા તો અર્વાચીન સમયમાં વિરોધનો પ્રકાર પલટાતો જાય છે. આવા અનેકવિધ વિરોધની એક ઝલક…
આપણા ખેડૂતોનો ઐતિહાસિક ટે્રકટર્સ વિરોધ
દિલ્હી: ભટકતાં કૂતરાં
મુંબઈ: કબૂતરોને ચણ
પિન્ક ચડ્ડી-પેન્ટિસ પ્રોટેસ્ટનું પ્રતીક દ્વારા મેંગ્લોરની નારીઓનો વિરોધ
વિરોધ.
આ શબ્દમાં જ એક વિશેષ પ્રકારનું આકર્ષણ છે. એ સાંભળતા- વાંચતાં જ કુતૂહલ-જિજ્ઞાસા જાગે. આપણી ઈચ્છા -મરજી ન હોય કે જેની સાથે સહમત નથી એ વાત સામે આવે ત્યારે આપણે જે પ્રતિક્રિયા વ્યકત કરીએ એ વિરોધ…
જગતભરની ભાષામાં વિરોધ દર્શાવવાની પોતીકો એક શબ્દ હોય છે, જેમકે … અંગ્ર્જીમાં પ્રોટેસ્ટ' ગુજરાતી કે હિન્દીમાં
વિરોધ’ -મરાઠીમાં નિષેધ' -તમિળમાં
ઈથિરપો’ -તેલુગુમાં અસમ્મટી' -પંજાબીમાં
રોષ’ અને ઉર્દુમાં એતરાઝ' તો બંગાળીમાં
પ્રોતિબાદ’…ઈત્યાદિ, ઈત્યાદિ જેવા શબ્દ છે.
વિરોધ એ માનવીની જન્મજાત વૃત્તિ-પ્રવૃત્તિ છે. જન્મતાંની સાથે જ રડવું એ વિરોધ દર્શાવાનો શિશુનો પહેલો પ્રયાસ છે. માતાની આરામદાયક કૂખમાંથી નવી દુનિયામાં પ્રવેશવા સામેની એ કદાચ અસહમતિ હોય શકે..!
આજની ક્ષણે આજે બે ઘટનાને લઈને જબરા વિરોધની દેશભરમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. એક છે: રોડ શેરીમાં ભમતાં ભટકતાં કૂતરાં અને કબૂતર …!
પાટનગર દિલ્હીમાં રખડુ કૂતરાઓનો એવો ત્રાસ વધી ગયો છે કે સુપ્રીમ કોર્ટે સ્થાનિક સત્તાવાળાને કડક શબ્દોમાં ફરમાન ફટકાર્યું છે કે : રસ્તામાં રખડતાં કૂતરાંને
ગાયબ’ કરી દો!’
દિલ્હી અને NCR (રાષ્ટ્રીય પાટનગર પ્રદેશ ) વિસ્તારમાંથી આવાં 8 લાખ કૂતરાંને રોડ પરથી દૂર કરીને એમને 8 અઠવાડિયામાં શૅલ્ટર હૉમમાં ખસેડવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે, જેની સામે દેશભરના પ્રાણીપ્રેમી-જીવદયા જેવી સંસ્થાઓએ જબરો ઊહાપોહ જગાડ્યો છે. આવા ફરમાનને મોટાભાગના લોકોએ અ-તાર્કિક અને અ-વાસ્ત્વિક લાગે છે.
પ્રાણીઓનાં હક્ક માટે લડતાં જાણીતાં પ્રાણીપ્રેમી મેનકા ગાંધીએ આને કયારેય અમલમાં ન મૂકી શકાય એવો અવ્યવહારુ આદેશ ગણાવ્યો છે. એમનાં કહેવા મુજબ સ્થાનિક સરકાર પાસે માંડ બે શૅલ્ટર હૉમ છે. બીજાં તાત્કાલિક બનાવી એમાં 8 લાખ રખડતાં શ્વાનોને ખસેડીને એમને રાખવા માટે બે હજારથી વધુ નવાં આશ્રય સ્થાનો બાંધવા પડે એમાં રાખવા પાળવા પાછળ રૂપિયા 15 હજાર કરોડ ખર્ચવા પડે!
આ કૂતરાં કોન્ટ્રોવર્સી એવી વકરી છે કે દેશના ચીફ જસ્ટિસ ગવઈજીએ કહ્યું છે કે હવે હું ખુદ સર્વોચ્ચ અદાલતના આદેશની સમીક્ષા કરીશ. આમ અત્યારે તો આ દાસ્તાન-અ - ડોગ' વિવાદ કામચલાઉ
સ્ટેચ્યૂ’ મોડમાં આવી ગયો છે.
ભટકતાં કૂતરાં જેવો જ વાદ-વિવાદ મહારાષ્ટ્રમાં જાગ્યો છે. અહીં જાહેર જગ્યાઓમાં કબૂતરોને ચણ નાખવા પર મુંબઈ સુધરાઈના પગલે બોમ્બે હાઈ કોર્ટે તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેતાં પારેવા પ્રેમીઓ એને એમાંય ખાસ જૈન શ્રાવકોમાં દેકારો બોલી ગયો છે. શહેરનાં ચબૂતરાં-ક્બૂતરખાનામાં ચણ નાખનારને કડક સજાનો નિર્ણય જાહેર થતાં કબૂતરોને દાણાં-પાણી અચાનક બંધ થઈ જવાથી સંખ્યાબંધ ક્બૂતરો તરફડીને મરી ગયાં એટલે કબૂતર-પ્રેમીઓ જબરા રોષે ભરાયા છે.
મુંબઈ કોર્પોરેશનની આ મનમાની સામે જાહેરસભા-વિરોધ પ્રદર્શનો યોજાયાં છે. આ વિરોધમાં હવે જૈન આચાર્યો-મુનિશ્રીઓ પણ જોડાયા છે અને આંદોલન' કરવાની ગંભીર ચીમકી આપતા આ
ચણ બંધી’ વિખવાદ વધુ ભડક્યો છે…
બીજી તરફ, કબૂતરોને કામચલાઉ ચણ-પાણી આપવાનો પ્રતિબંધ બોમ્બે હાઈ કોર્ટે ચાલુ રાખ્યો છે તો આ વિવાદમાં હાલના તબક્કે વચ્ચે ન પડવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે લીધો છે તો કબૂતરપ્રેમી તરફ સહાનુભૂતિ દર્શાવતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માત્ર ગોળ ગોળ વાતો કરી રહ્યા હોવાથી મુંબઈના કબૂતરખાનાનો વાદ-વિખવાદ ખરો ગૂંચવાયો છે…
આમ એક તરફ દિલ્હીમાં ભટકતા શ્વાન અને મુંબઈમાં કબૂતરો પર દાણા-પાણીને લઈને પશુપ્રેમીઓ સત્તાવાળા સામે આર-પારની નક્કર લડાઈ લેવાના જુસ્સામાં છે.
અહીં આપણે પ્રજાના જાતભાતના વિરોધ પછી એમાંથી પલટાતાં આંદોલનની વાત કરી રહ્યા છીએ ત્યારે તમને પણ યાદ હશે કે 2021માં એવું એક કિસાન આંદોલન થયું હતું, જેણે દેશ આખાને કામચલાઉ હચમચાવી દીધો હતો. …
ચારેક વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ આશરે 10 મહિના ચાલેલા ખેડૂતોના આ આંદોલનના અંતે મોદી સરકારે ઝૂકવું પડયું હતું. એ વખતે દેશભરમાંથી 40 હજાર કિસાન એમનાં 2 લાખ ટે્રકટરો લઈને દિલ્હી પહોંચી ગયા હતા..!
આ રીતે વિશાળ ટે્રકટર માર્ચ દ્વારા વિરોધ પ્રગટ કરવાના ખેડૂતોના આવા વિચારથી આપણને સહેજે વિસ્મય થાય. આપણે ત્યાં આ પ્રકારનો પહેલો વિરોધ હતો. જોકે, આપણી પહેલાં પણ નેધરલેન્ડમાં આ પ્ર્કારની ટે્રકટર માર્ચ દ્વારા વિરોધ થઈ ચૂક્યો છે. દેશમાં વધતા જતા પ્રદૂષણ માટે ખેડૂતો જવાબદાર છે…’ એવો ત્યાંની સરકારે ટકોર કરતાં ત્યાંના ખેડૂતો એવા ગિન્નાયા કે એમણે એનાં વિરોધમાં દેશભરમાંથી 10 હજાર ટે્રકટર સાથે હેગ સિટી તરફ પ્રયાણ કરીને 998 કિલોમીટરના માર્ગ- હાઈ-વે એવા જામ કરી નાખ્યા કે સરકાર તોબા પોકારી ગઈ ને ખેડૂતો સામેના આક્ષેપો પાછા ખેંચીને સમાધાન કરવું પડ્યું…! ટે્રકટર સાથે હેગ પર આવી ચઢાઈ કરવાનું મુખ્ય કારણ એ કે અહીં રાજવી પરિવાર રહે છે ઉપરાંતયુનો’ની આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ પણ અહીં છે!
આવો જ ટે્રકટર મોરચો ફ્રાન્સ તેમ જ અમેરિકામાં સફળતાપૂર્વક યોજાયો હતો. વોશિંગ્ટનની એ ટે્રકટર -રેલીથી ત્યાંના સત્તાવાળા એવા ઊંઘતા ઝડપાયા કે રેડ પાડવી- દરોડા પાડવા પરથી `ટે્રકટર રેડસ’ શબ્દ ત્યાંની રોજિંદી બોલીમાં ઉમેરાઈ ગયો..!
આમ જાતભાતની ચળવળ અને વિરોધ પ્રદર્શનને કારણે અનેક સરકાર કે સત્તાવાળા મુસીબતમાં મુકાતા આવ્યા છે. અલબત્ત, આવી બધી ચળવળ પાછળ મોટેભાગે વિદ્યાર્થી અને યુવાનો જ આગળ હોય છે.
ઉદાહરણ તરીકે, દેશમાં ઊતરતું જતું શિક્ષણનું સ્તર અને મોઘું થતું ભણતર તરફ સરકારનું ધ્યાન દોરવા ચીલીના પાટનગર સેન્ટિયાગોમાં 100 જેટલાં સ્ટુડન્ટસે જાહેરમાં ચુંબન મહોત્સવ' યોજ્યો, જ્યાં ચળવળકાર યુવાન-યુવતીઓ ખુલ્લેઆમ એકમેકને કીસ કરતાં હતા ને આજુબાજુ પોસ્ટર્સ લગાડ્યાં કે
અહીં પ્રેમ ફ્રીમાં મળે છે ને ભણતર મોંઘુ છે..!’
જાહેર સ્થળો પર આ પ્રકારના સતત પ્રદર્શનના પરિણામે સત્તાવાળાએ શિક્ષણ-લોનનું વ્યાજ તાબડતોબ ઘટાડી દીધું..!
આ જ રીતે કેનેડાની કૉલેજોમાં વધતી જતી ફી સામે વિરોધ દર્શાવવા ત્યાંના કૂયુબેક- મોનટ્રિયલ- ટોરેન્ટોમાં આશરે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન શરૂ કર્યું. માત્ર જાંગિયાભેરની આ ચળવળ ત્રણેક મહિના ચલાવ્યા પછી સત્તાવાળાએ ફીમાં ધરખમ ઘટાડો કરીને એમની વાત માનવી પડી.
આમ જુવો તો આ પ્રકારના અર્ધ કે પૂર્ણ નગ્ન અવસ્થા કે જાહેરમાં સમૂહ ચુંબન દ્વારા થતાં વિરોધ કે પ્રદર્શનની તાત્કાલિક ચર્ચા જરૂર થાય, પણ હવે એ બહુ સહજ થઈ ગયા છે. એમાં નવીનતા રહી નથી. તમારા વિરોધને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવો હોય એની વાત -ચર્ચા સાગમટે થાય એ માટે વિશાળ જનસમુદાયના સરઘસ-મોરચા જરૂરી છે ને એમાંય કશુંક નવું તત્ત્વ- નાવિન્ય હોવું જરૂરી છે. એક ઉદાહરણ લઈએ…
આ પણ વાંચો…ક્લોઝ અપ – ઈમોજી : લયબદ્ધ લાગણીનાં કેવાં સચોટ છે આ મસ્તીખોર સિમ્બોલજી…!
અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પહેલી વાર રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી મહિલાના હક્ક વિશે એ કંઈક આડુંઅવળું બોલ્યા એમાં ત્યાંની મહિલાઓ બગડી.
વોશિંગ્ટનમાં જબરી રેલી કાઢી, જેમાં સામેલ 3 લાખ સ્ત્રી-પુષોએ પિન્ક- ગુલાબીનાં પર્સ-સ્કાર્ફ-મફલર સાથે રાખેલાં. અમેરિકાની મહિલાઓને ટેકો આપવા લંડન- પેરિસમાંય આવાં પિન્ક ગુલાબી ગુલાબી મોરચા યોજાયા હતા..!
આવા ગુલાબી વિરોધ પરથી આપણે ત્યાં પણ ભભૂકી ઊઠેલી આવી જ એક સનસનાટીભરી ઘટના યાદ કરવી જોઈએ.
થોડાં વર્ષ અગાઉ વેલેન્ટાઈન ડે' વખતે મેંગ્લોરના એક પબમાં બિયર પીતી કેટલીક યુવતીને
શ્રી રામ સેના’ નામની એક સ્થાનિક ગ્રૂપના અમુક યુવકોએ `આ ભારતીય નારીની સંસ્કૃતિ નથી.’ એવું કહીને ફટકારી. બસ, પછી તો નિશા સુસાન નામની એક મહિલા પત્રકાર એવી વિફરી કે બીજી મહિલાઓને સાથે લઈને પેલાઓની સંસ્થા પર એમને પિન્ક નીકર-ગુલાબી ચડ્ડીઓનો ઢગલો કર્યો. એમની આ અનોખી ચળવળને દેશભરમાં એવો જબરો પ્રતિસાદ મળ્યો કે ગણતરીના દિવસોમાં જ 50 હજારથી વધુ ગંદી ગુલાબી નીકરો પેલાઓ પર વરસી..!
આ ઘટના પછી પબ કે બારમાં જતી કોઈ યુવતી-મહિલાને કોઈ કનડતું નથી!
આવો જ એક ચકચારભર્યો અન્ડરવેર જાંગિયા વિરોધ રશિયામાં પણ થયો હતો. રશિયાના સર્વેસર્વા પુતિનના કટ્ટર વિરોધી એવા વિપક્ષના નેતા એલેકસી નેવલનીને જેલમાં એના બ્લ્યુ અન્ડરવેરના અસ્તરમાં ઝેર ભેળવીને એની હત્યા કરવામાં આવી છે એવી વાત બહાર આવતા એલેકસીના સર્મથકોએ રશિયાભરમાં વાદળી જાંગિયા સાથે વિરોધ પ્રદર્શનો યોજ્યાં હતાં, જેનો પડઘો જગતભરમાં પડ્યો હતો.
આપણે ત્યાં વર્તમાનમાં ચાલી રહેલા રખડતા શ્વાન અને ચણ-પાણી વગર તરફડતાં કબૂતરોના વાદ વિખવાદ વિરોધ હજુ ભભૂકે છે, પણ એનો સુખદ ઉકેલ બનતી ત્વરાએ આવે એવી આશા રાખીએ…
જો કે, આ બધા વચ્ચે આપણે એ યાદ રાખવું જોઈએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઘરના- ભૂખ હડતાલ-સવિનય અસહકાર-અનાદર, વિગેરે નીતિ-રીતિ દ્વારા સત્તાને કઈ કઈ રીતે હંફાવવી એનાં આપણને તદન અહિંસક અદ્ભુત પાઠ શીખવ્યા છે.
2021માં ભૂમિપૂત્રોની ચળવળ વખતે સરકારે ખેડૂતોની ટે્રક્ટર રેલી રોકવા કાંટાળી વાડ અને સિમેન્ટના અવધોરક સાથે લોખંડના ખિલ્લા જમીનમાં જડી દીધા પછી એ ખિલ્લાને ખસેડીને આપણા જગતના તાતે ત્યાં પુષ્પોના છોડ વાવ્યા હતા… આ પણ એક ગાંધીગીરી જ હતી…!
આ પણ વાંચો…ક્લોઝ અપ : ન્યાયની દેવીના આ તે કેવા ન્યાય-અન્યાય?આરોપીના આ તે કેવા મુક્તિ-બંધન…?