तू है तो… मुस्कान सहज हैं "પરમ ગુરુદેવ” ચતુર્થ દિવસ મારા સુખમાં અજાણ્યા અતિથિનો ભાગ, એનું નામ સંવિભાગ! | મુંબઈ સમાચાર
વીક એન્ડ

तू है तो… मुस्कान सहज हैं “પરમ ગુરુદેવ” ચતુર્થ દિવસ મારા સુખમાં અજાણ્યા અતિથિનો ભાગ, એનું નામ સંવિભાગ!

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે અન્યની મુશ્કેલીમાં મુસ્કાન બનવાનું કર્તવ્ય નિભાવવાનો કલ્યાણકારી અવસર!

આ જગતમાં કેટલાંક આત્માઓ એવા હોય જેમને કંઈક' મળી જાય તો ચહેરા પર મુસ્કાન આવી જાય અને કેટલાંક આત્માઓ એવા હોય જેમનેકોઈ’ મળી જાય તો ચહેરા પર મુસ્કાન આવી જાય.

કોઈ' મળી જાય અને મુસ્કાન આવે તે સમ્યક મુસ્કાન હોય કેમકે, એકોઈનું’ દુ:ખ દૂર કરવાની આત્મ પ્રસન્નતા હોય.

જે અન્યનું દુ:ખ દૂર કરે છે, એના દુ:ખ ટકતાં નથી!

જેનું નાનપણથી જ `આપીને’ આનંદનું ઘડતર થયું હોય, એને જ અન્યના દુ:ખ અને અન્યની તકલીફ શોધતાં અને દૂર કરતાં આવડે.

યાદ રાખજો,

જે તમારા ઘરેથી ખાલી હાથે જાય છે, તે તમારા પુણ્ય ખાલી કરીને જાય છે અને જે તમારા ઘરેથી ભરેલાં હાથે જાય છે, તે તમારું પુણ્ય ભરીને જાય છે. તમારું જેવડું દિલ હોય એટલી સામેવાળાની demand પૂરી થાય. સહાય એ જ કરી શકે, અર્પણ એ જ કરી શકે, જેમનો મોહ, આસક્તિ અને પરિગ્રહ ઘટ્યા હોય.

ભગવાને એક ખૂબ જ સરસ સૂત્ર આપ્યું છે: `અતિથિ સંવિભાગ વ્રત’.

અતિથિ એટલે અજાણી વ્યક્તિ અને સંવિભાગ એટલે મારી પાસે જે છે એમાં અજાણ્યાનો, અતિથિનો ભાગ!

જાણીતા એટલે કે ભાઈ-બહેન, દીકરા-દીકરીને તો બધાં આપે. બધા એમને પોતાના સુખમાં સહભાગી બનાવે પણ જેને જાણતાં નથી, એવી વ્યક્તિઓને પોતાના સુખમાં સહભાગી બનાવવા એ હોય છે, સંવિભાગ!

જેમની સગા, સ્વજન અને સંબંધ પ્રત્યેની આસક્તિ છૂટે, તે જ સંવિભાગ કરી શકે, તે જ નિ:સ્વાર્થ ભાવે સહાયરૂપ બની શકે.

એક દિવસ એક ઉદ્યોગપતિ દર્શન કરવા આવ્યાં હતાં. એમની સાથે discussion ચાલી રહ્યું હતું ત્યારે એમણે કહ્યું, ગુરુદેવ! હું જેટલાં મારી માટે વાપરું છું, એટલાં જ હું અન્યને વયહા કરવામાં વાપરું છું. મારી પાસે કરોડો રૂપિયા નથી પણ જે shirt માટે હું brandનો આગ્રહ રાખતો હતો અને 12,000/- રૂપિયામાં ખરીદતો હતો તે હવે 6000/- રૂપિયામાં purchase કરું છું અને જે 6000/- રૂપિયા બચાવું છું તે હું અન્યને help કરવામાં વાપરું છું. આવી જ રીતે દરેક વસ્તુમાં options શોધી 50% હું વાપરું છું અને 50% બચાવી અન્ય માટે વાપરું છું. આને કહેવાય સંવિભાગ!
જો આપણે try કરીએ તો આપણે બીજાના દુ:ખને દૂર કરવામાં આપણા સુખનો સંવિભાગ કરી શકીએ.

જે પોતાના સુખનો સંવિભાગ કરે છે, એના સુખનો ગુણાકાર થાય છે. જે પોતાના સુખનો સંવિભાગ કરે છે, તે સામાન્યમાંથી શ્રીમંત અને શ્રેષ્ઠિવર્ય બની જાય છે.

જે પોતાની જ facilitiesનો વિચાર કરે છે, તે ક્યારેય કોઈના દુ:ખની લીટીને ભૂંસી શકતા નથી.

દાન અર્પણ કરવું અને સંવિભાગ કરવો, આ બંનેમાં બહુ મોટો ફરક હોય છે.

દાનમાં હું મોટો અને એ નાનો, એવો ભાવ હોય છે, જ્યારે સંવિભાગમાં સરખાપણાનો ભાવ હોય છે.

વિચાર કરો, જો દુનિયામાં એક જ વ્યક્તિ હોય તો એની company ચાલે? એની product વેચાય? એ કોઈને સહાય કરી શકે? એ કોઈને દાન આપી શકે? ના!

એટલે સમાજ છે તો આપણે આપણા કર્તવ્ય નિભાવી શકીએ છીએ.

प्रभु, तू है तो… अतिथि संविभाग व्रत हैं,

गुरु तू हैं तो… संविभाग से मुस्कान का कर्तव्य सहज हैं!

જે સંઘમાં, જે સમાજમાં તમે કાંઈક અર્પણ કરો, ધર્મક્ષેત્રમાં અર્પણ કરો તેને દાન કહેવાય કે તમારું કર્તવ્ય કહેવાય?
જે સંઘ થકી, જે ધર્મ ક્ષેત્ર થકી, મારા આત્માને લાભ થયો હોય, જે સમાજ થકી મારો પરિવાર ચાલતો હોય, તો સંઘ અને સમાજ માટે મારું પણ કોઈ કર્તવ્ય હોય ને?

જે સમાજ પાસેથી આપણને કાંઈ મળે છે, એ જ સમાજને કાંઈ અર્પણ કરવું એને દાન કેવી રીતે કહેવાય? એને કર્તવ્ય કહેવાય, સંવિભાગ કહેવાય!

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આપણી belief ને change કરવા માટે હોય છે.

કોઈ મોટી રકમ અર્પણ કરનાર આવે એટલે તરત જ બધાં કહેશે, જુઓ, દાનવીર આવ્યાં! એ મહાન દાનવીર કહેવાય કે સમાજમાં સંવિભાગ કરનાર કહેવાય?

તમે જ્યારે દાનવીર'નું label લગાડો ત્યારે જાણે-અજાણે એની side effect તરીકે કર્તૃત્વભાવ આવી જાય,મેં આપ્યું’ નો સૂક્ષ્મ ego આવી જાય.

સમાજને લાભ થવાની effect સાથે કર્તૃત્વની side effect આવી જાય.

માનો કે, તમારી wife તમારા માટે રસોઈ બનાવે છે અને જ્યારે તમે જમવા બેસો, ત્યારે દીકરીને કહે કે, જા, બેટા!

પપ્પાને આ 4 રોટલીનું દાન કરી આવ! કેવું લાગે? એ દાન કર્યું કહેવાય કે કર્તવ્ય કે સંવિભાગ કર્યો કહેવાય?

જ્યાં પ્રેમ હોય, ત્યાં `દાન’ ન હોય.

જે સંઘને, જે સમાજને, જે ધર્મક્ષેત્રને તમે પ્રેમ કરતાં હો, એના માટે તમારું યોગદાન એ દાન ન કહેવાય, એ સંવિભાગ કહેવાય.

જે યોગદાન અર્પણ કરનારા હોય, તે પ્રભુના વરદાનને પાત્રવાન હોય.

પર્વાધિરાજ પર્યુષણ આપણને આપણા કર્તવ્ય શીખડાવવા માટે આવે છે.

મનુષ્ય એ જ હોય, જે બીજાના ચહેરા પર મુસ્કાન લાવવાનું કર્તવ્ય નિભાવતા હોય.

આસ અને પાસના લોકોને જે હાશ' આપે, એ પ્રભુનો શ્રાવક હોય. જેમાંહાશ’ એનું નામ પુણ્ય અને જેમાં `ત્રાસ’ એનું નામ પાપ!

તમારા સુખમાં કોઈનો સંવિભાગ થાય, કોઈની મુશ્કેલીમાં તમે મુસ્કાન બની જાવ, સામેવાળી વ્યક્તિના દુ:ખ દૂર થવાની હળવાશ તમારા ચહેરા પર આવી જાય, તો તમારું માનવ જીવન સફળ થઈ જાય!

જેનું heart soft હોય, એને જ બીજાનું દુ:ખ પોતાનું દુ:ખ લાગે, એને જ પોતાના સુખ કરતાં બીજાના દુ:ખની ચિંતા વધારે હોય.

જે પોતાનો લાભ, બીજાના શુભ માટે વાપરે છે, એની lifeમાં બધે શુભ અને લાભ હોય છે.

અન્યને સુખ આપવાથી, સુખ તો મળે છે પણ તમારા કર્મના ઉદયે આવેલા દુ:ખને સહન કરવાનું બળ પણ મળે છે.
કારણ કે, જ્યારે તમે અન્યનું દુ:ખ જુઓ છો, ત્યારે તમને તમારું દુ:ખ અડધું લાગે છે.

બે હાથ જોડાય છે તે સાર્થક ત્યારે જ થાય છે, જ્યારે એ બન્ને હાથથી એક હાથ આપતાં શીખી જાય છે.

એક વ્યક્તિ જ્યારે સંવિભાગનું કર્તવ્ય નિભાવવાની શરૂઆત કરે છે ત્યારે એનું એ કર્તવ્ય જ એની કિર્તી બની જાય છે. એનું કર્તવ્ય જ એનું કલ્યાણ બની જાય છે, એનું કર્તવ્ય જ અન્યના ચહેરા પર સહજતાથી મુસ્કાન લઈ આવે છે.

સંકલ્પ:

હું મારા માટે જે લઈશ, તે અન્ય જરૂરિયાતમંદ માટે પણ લઈશ.

POINTERS

જે અન્યનું દુ:ખ દૂર કરે છે, એના દુ:ખ ટકતાં નથી!

જેનું નાનપણથી જ `આપીને’ આનંદનું ઘડતર થયું હોય,

એને જ અન્યના દુ:ખ અને અન્યની તકલીફ શોધતાં અને દૂર કરતાં આવડે.

જે તમારા ઘરેથી ખાલી હાથે જાય છે, તે તમારા પુણ્ય ખાલી કરીને જાય છે અને જે તમારા ઘરેથી ભરેલાં હાથે જાય છે, તે તમારું પુણ્ય ભરીને જાય છે.

જે પોતાના સુખનો સંવિભાગ કરે છે, એના સુખનો ગુણાકાર થાય છે. જે પોતાના સુખનો સંવિભાગ કરે છે, તે સામાન્યમાંથી શ્રીમંત અને શ્રેષ્ઠિવર્ય બની જાય છે.

જે સમાજ પાસેથી આપણને કાંઈ મળે છે, એ જ સમાજને કાંઈ અર્પણ કરવું એને કર્તવ્ય કહેવાય, સંવિભાગ કહેવાય!
તમે જ્યારે દાનવીર'નું label લગાડો ત્યારે જાણે-અજાણે એની side effect તરીકે કર્તૃત્વભાવ આવી જાય,મેં આપ્યું’ નો સૂક્ષ્મ ego આવી જાય.

દાનમાં હું મોટો અને એ નાનો, એવો ભાવ હોય છે, જ્યારે સંવિભાગમાં સરખાપણાનો ભાવ હોય છે.

જે યોગદાન અર્પણ કરનારા હોય, તે પ્રભુના વરદાનને પાત્રવાન હોય.

જે પોતાનો લાભ, બીજાના શુભ માટે વાપરે છે, એની lifeમાં બધે શુભ અને લાભ હોય છે.

આ પણ વાંચો…तू है तो…साधना जीवंत है તૃતિય દિવસ “પરમ ગુરુદેવ” `નાના-નાના નિયમની નિત્ય પાલના, સાધનાને જીવંત રાખે છે.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button