સ્પોર્ટ્સ મેન : વર્ક લૉડ મૅનેજમેન્ટ? આ વળી કઈ બલા છે?

યશવંત ચાડ
જૂના બોલર્સ તેમ જ સ્કૂલ-કૉલેજના ખેલાડીઓની દિવસની 30થી 50 ઓવર બોલિંગની સરખામણીમાં વન-ડેમાં આપણા બોલર માંડ 10 ઓવર બોલિંગ કરીને થાકી જાય છે!
ભારતીય ક્રિકેટ ટીમના સહાયક-કોચ રાયન ટેન ડૉશ્ચેટે તાજેતરમા વર્ક લૉડ મૅનેજમેન્ટ'ની વાત કરી હતી. મેદાન પર ખેલાડીઓ પર કેટલો ભાર રહે એટલે કે ખાસ કરીને બોલિગ કરવામા બોલરની કેટલી શક્તિ વપરાય એની સભાળ રાખવી.
એક તો વન-ડેમા બોલરે વધુમા વધુ 10 ઓવર બોલિગ કરવાની હોય છે અને જો તેણે એ 10 ઓવર વન-ડે મૅચમા મધ્યાતર બાદ એટલે કે પોતાની ટીમની બૅટિગ થઈ ગયા પછીની ઇનિગ્સમા કરી હોય અને ત્યાર બાદની મૅચમા પોતાની ટીમની પ્રથમ ફીલ્ડિગ આવે તો એમા 10 ઓવર બોલિગ કરવાની હોય તે એ તબક્કે
વર્ક લૉડ મૅનેજમેન્ટ’નો સિદ્ધાત લાગુ કરવામા આવે છે.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
એમા ટીમના તમામ બોલર્સને શારીરિક રીતે સુસજ્જ રાખી શકાય એ માટે બોલર્સને થાકથી દૂર રાખવા તેમ જ તેઓ દરેક વખતે જોશભેર બોલિગ કરી શકે એ હેતુથી બધા બોલર્સને સહભાગી કરવા પડે કે જેથી કોઈ એક બોલરના શિરે બોલિગનો બોજ રહે નહીં.
આ વળી શુ? ફક્ત 10 ઓવર બોલિગ કરી અને ભાઈ થાકી ગયા! ખરેખર શુ 10 ઓવર બોલિગ કરવાથી બોલર થાકી જાય ખરો? આ વાત હજમ નથી જ થતી. જૂના ક્રિકેટરો અને પ્રથમ કક્ષાની મૅચો રમી ચૂકેલા ખેલાડીઓ તો જાણે સમજ્યા, પરંતુ ગાઇલ્સ શીલ્ડ કે હૅરિસ શીલ્ડ રમતા મુંબઈના સ્કૂલના ખેલાડીઓ તેમ જ કૉલેજોના ક્રિકેટરો તો હસવા જ માંડે, કારણકે આવી ટીમોના બોલર એક ઇનિંગ્સમાં 15થી 20 ઓવર બોલિંગ સહેજે કરી લેતા હોય છે. તો શું આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ફિટનેસની સઘન તાલીમ લીધા પછી પણ 10 ઓવર બોલિંગ કરીને હાંફી જાય છે? આ વળી કેવું?
જેમ ઓજારની ધાર કાઢવાથી એ વધુ ધારદાર અને અસરદાર બને એમ બોલિંગનું પણ એવું જ છે. બોલર જેટલી વધુ બોલિંગ કરે એમ એ વધુ દમદાર અને અસરકારક બને. કોઈ પણ બોલરને પૂછો, તે કહેશે કે ઇનિંગ્સમાં જેમ બોલિંગ વધુ કરવામાં આવે એમ વધુ લય જાળવી શકાય, વધુ ચોકસાઈભરી બોલિંગ કરી શકાય, ઇકોનોમી-રેટ પણ સારો જાળવી શકાય તેમ જ વિકેટ અપાવતી લાંબા સમયની બોલિંગ કરવામાં શ્રમનો નહીં, પણ આનંદનો અનુભવ થતો હોય છે.
અહીં સવાલ એ થાય છે કે આ `વર્ક લૉડ મૅનેજમેન્ટ’ ભારત વતી મૅચો રમવા માટે જ છે કે પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ શક્તિ ખર્ચાઈ જાય તો (હાજી, સમજી ગયા હશો કે…) પછી ઇન્ડિયન પ્રીમિયર લીગનું ભવિષ્ય શું?
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
વન-ડે મર્યાદિત ઓવર્સની હોય છે જેમાં બોલરે વધુમાં વધુ 10 ઓવર બોલિંગ કરવાની હોય છે અને એમાં શું બોલર થાકી જાય? આ શક્ય જ નથી. માનવામાં જ નથી આવતું. કારણ એ છે કે કપિલ-બેદી ઍન્ડ કંપનીને મર્યાદિત ઓવર્સમાં 10 ઓવર ઓછી લાગતી હતી. ટેસ્ટ મૅચમાં તેઓ 30, 40, 50 ઓવર તો સહેજે કરી લેતા હતા. ત્યારે `વર્ક લૉડ મૅનેજમેન્ટ’ જેવું ક્યાં કંઈ હતું!
વર્તમાન બોલર્સમાં ખાસ કરીને મોહમ્મદ શમી નેટ પ્રૅક્ટિસમાં જેટલી વધુ બોલિંગ કરે એટલે તે એ તાલીમ પછીની મૅચમાં લયમાં આવી જતો હોય છે એની આપણા ક્રિકેટ સત્તાધીશોને જાણ હશે જ.
હા, જો કોઈ બોલર ઈજામુક્ત થઈને મેદાન પર વાપસી કરે ત્યારે તેના માટે `વર્ક લૉડ મૅનેજમેન્ટ’ લાગુ કરીને એટલે કે બોલિંગમાં તેને ત્રણથી ચાર ઓવરના નાના સ્પેલમાં બોલિંગ કરાવીને તેને ફરી લયમાં લાવી શકાય.
આશા રાખીએ કે `વર્ક લૉડ મૅનેજમેન્ટ’ જેવા ભારે શબ્દોને બદલે દરેક ખેલાડી શારીરિક રીતે સુસજ્જ રહીને પોતાનું ફૉર્મ જાળવી રાખે તો ચૅમ્પિયન્સ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ જીતતાં ભારતને કોઈ રોકી ન શકે. ખરી વાત છેને!
આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે
રોહિત, કેમ તુ આડેધડ બૅટિગ કરવા લાગ્યો છે?
રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઈનલમાં ધૈર્યપૂર્વક રમજે…
રોહિત શર્માને આજકાલ થયુ છે શુ? પહેલા બૉલથી જ તેણે પહિટ ઑર ગેટ આઉટ’ની નીતિ અપનાવી છે કે શુ? અને એ પણ 50 ઓવરની મૅચમા કે જેમા 300 બૉલ જેમા ફેંકાવાના હોય એવી મૅચમા? પ્રથમ 10 ઓવરમા એટલે કે પાવરપ્લેની આ ઓવર્સમા (પહેલા 60 બૉલમા) જેટલા રન મળે એટલા ચોરી લેવાનો ઘણાનો હેતુ હોય છે, કારણકે 30 યાર્ડના સર્કલની બહાર બે જ ફીલ્ડર હોવાથી રનનો ધોધ વહેવડાવી શકાય છે. જોકે આ બધું કાગળ પર જ સારુ લાગે. હકીકતમા 50 ઓવરની વન-ડે કે જેમા 300 બૉલ રમવા મળે ત્યારે દરેક બૉલ પર એક રન કરો તો પણ 300 રન સહેજે થઈ શકે.
આવુ લખવુ સહેલુ છે, કારણકે આજકાલ ચુસ્ત ફીલ્ડિગ વચ્ચે એ સભવ નથી એ કબૂલ, પરતુ 50 ઓવરમા વાઇડ બૉલ, નો બૉલ વગેરે મળે. એ ઉપરાત ફીલ્ડિગમા પહેલી 10 ઓવરમા બે તથા છેલ્લી 10 ઓવરમા 30 યાર્ડની બહાર મર્યાદિત સખ્યામા (પાચ) ફીલ્ડર ઊભા રાખી શકાતા હોવાથી બૅટર આસાનીથી રનનો ઢગલો કરી શકે જો તેની ટીમના હાથમા પૂરતી વિકેટો બચી હોય તો.
રોહિત શર્મા મહાન ખેલાડી જરૂર છે, પણ તેણે બૅટિગમા આવો ઉતાવળિયો અભિગમ અપનાવવાની જરૂર જ નથી. તે ક્રીઝ પર જેટલો લાબો સમય રહે એટલો ભારતીય ટીમને ફાયદો થાય. તે અસલ કલાત્મક રમત રમે તો ટીમને જ લાભ મળે.
હાલમા તે જે અપ્રોચથી રમી રહ્યો છે એના પરથી લાગે છે કે તે ટીમને પોતાની ઇચ્છાશક્તિ બતાવવા આડેધડ ફટકા મારીને રન ચોરી લેવા પોતાની કીમતી વિકેટ ફેંકી દેતા ગભરાતો નથી. આવુ છે કે પછી તે પોતાની અસલ ટેક્નિક ભૂલી ગયો છે? પોતાની જ બૅટિગની આવડતમાથી તેનો વિશ્વાસ ડગમગી ગયો છે કે શુ? વાસ્તવમા જો રોહિત શરૂઆતમા ટકી જાય તો પછીથી ટીમનો મોટો જુમલો નિશ્ચિત છે.
આશા રાખીએ કે રવિવારે દુબઈમા ન્યૂ ઝીલૅન્ડ સામે બપોરે 2.30 વાગ્યે શરૂ થનારી ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમા રોહિત પોતાની બહુમૂલ્ય વિકેટનુ મહત્ત્વ સમજીને જવાબદારીપૂર્વક રમશે.
એના બદલે અત્યારે તો રોહિતના અસખ્ય ચાહકોને અને અનેક ક્રિકેટ રસિકોને તેના હાલના બૅટિગ અભિગમથી ચિતા થઈ રહી હશે. ઘણાને થતુ હશે કે રોહિતની આખ કે તેની ટેક્નિક તેને પોતાને દગો તો નથી દઈ રહીને?
આશા રાખીએ, રોહિત સયમપૂર્વક આક્રમક રમત બતાવશે. એ જ ભારતીય ટીમના અને ભારતીય ક્રિકેટના હિતમા છે.
1985મા ઑસ્ટે્રલિયામા રમાયેલી વન-ડે સ્પર્ધામા રવિ શાસ્ત્રીએ દરેક મૅચમા લગભગ 50 ઓવર સુધીની લાબી ઇનિગ્સ રમી હતી. તે એક છેડો સાચવી રાખીને ટીમનો મોટો જુમલો થાય એમા મદદરૂપ થવાનો તેનો અભિગમ હતો. એ અપ્રોચે તેને `ચૅમ્પિયન ઑફ ચૅમ્પિયન્સ’ના ખિતાબ સાથે ઑડી કાર જિતાડી આપી હતી.
જોકે એ વખતે રમતમા અત્યારે છે એવા કાયદા નહોતા એ ઉલ્લેખ કરવો અસ્થાને નથી.
ટૂકમા, શરૂઆતમા વિકેટ ટકાવી રાખીને પણ સિગલ્સથી કે યોગ્ય પ્લેસિગથી મોટા જુમલા નોંધાવી શકાય છે. રોહિત જો ક્રીઝમા ટકી જાય તો પછી `સ્કાય ઇઝ ધ લિમિટ’ જેવુ થઈ જાય. રવિવારે તે ધૈર્ય અને આક્રમક રમતના મિશ્ર અભિગમ સાથે રમશેને?
રોહિત આડેધડ બૅટિગ કરવાને બદલે પોતાના અસલ અપ્રોચથી રમશે અને ટીમ ઇન્ડિયાને ચૅમ્પિયન્સ ટ્રોફીમા ચૅમ્પિયન બનાવશે એ વિશે મુબઈ સમાચાર'ના અસખ્ય વાચકોને
ઑલ ધ બેસ્ટ’.
રોહિતને ફરી યાદ અપાવીએ કે `વિકેટ ફેંકતો નહીં. રનનો ઢગલો જરૂર થશે જો ક્રીઝમા ટકી રહીશ તો.’