વીક એન્ડ

મસ્તરામની મસ્તી: પાળેલું ડોગી જ બનાય હોં…

મિલન ત્રિવેદી

લેખનું શીર્ષક વાંચી અને તમને એમ થયું હશે કે હું જિંદગીથી કંટાળીને કટાક્ષ કં છું. ના. એવું નથી… હું જિંદગી ભરપૂર માણું જ છું, છતાં મને અમુક સંજોગોમાં એવું લાગે છે કે જિંદગી કૂતરા જેવી હોવી જોઈએ* (પરંતુ તેમાં પણ આવી *ફૂદડી પણ ખરી એટલે કે શરતો લાગુ!)

અમે સ્કૂલ સમયના મિત્રો દર છ મહિને ભેગા થઈ અને ભૂતકાળ વાગોળીએ એ વખતે દરેક પરિણીત મિત્ર પોતાનું દુ:ખ ભૂલવાનો પ્રયત્ન કરે અને પત્નીઓથી એ ચાર-પાંચ દિવસ આઝાદી મેળવે છે ને આનંદ કરે છે. જોકે, આવું અમે પુષો માનીએ છીએ હકીકતમાં તો સ્ત્રીઓ એટલે કે અમારી મિત્રોની એકલૌતી પત્નીઓ જે આનંદ કરતી હોય છે તે જોઈ અમને એવું થાય કે ખરેખર અમે એમને ત્રાસ આપતા હશું કે શું?

હવે મૂળ વાત પર આવું તો પહેલા એક જમાનો હતો જ્યારે કૂતરો ઘરની બહાર બંધાતો અને પરિવારના સભ્યો ઘરની અંદર રહેતા. અત્યારે પરિસ્થિતિ વિપરીત છે. કૂતરા પણ એવા બાદશાહી થઈ ગયા છે કે પરિવારનો એક સભ્ય બહાર ખાટલો નાખીને સૂતો હોય ત્યારે કૂતરા અંદરના એસી રૂમમાં પલંગ પર આળોટતા હોય.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી: જાતે-પોતે મૂરખ બન્યાની મજા જ જુદી છે…

અમારા મિત્ર શૈલેષના ઘરે બે કૂતરાં પાળ્યાં છે. શૈલેષનું કહેવું છે કે બંને અજાણ્યા માણસો ને બહુ કરડે છે એટલે મહેમાનોની સંખ્યા બહુ ઓછી રહે છે, પરંતુ અમે સાથે ભણતા દરેક મિત્રો પરિવારના સભ્યો તરીકે જઈએ છીએ મહેમાનોમાં અમારી ગણતરી ન હોય અને કૂતરાઓ પણ આ વાત સારી રીતે જાણી ગયા છે એટલે શૈલેષને રાહત મળતી નથી.

લોનાવાલા જતાં જ રાત્રે બંગલામાં પહોંચ્યા કે તરત જ એક કૂતરાએ દરવાજા ઉપર જ અમાં સ્વાગત કર્યું. આવો.. આવો’ ના અવાજો અંદરથી આવ્યા. મેં બહારથી જ પૂછ્યું કેતમાં કૂતં કરડતું નથી ને’? અંદરથી અવાજ આવ્યો : ના, અમાં કૂતરું કરડતુ નથી’ પરંતુ જેવો મારા દીકરાએ અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો કે તરત જ કૂતરાએ ઝીણકું બટકું ભરી લીધું. મેં તરત કહ્યું કેઆ તો કરડ્યું ‘ તો મને કહે : `એ ક્યાં અમાં છે?!’

અંદર પ્રવેશતા પહેલા કૂતરાની બાદશાહી જોઈ કે લગભગ દસથી બાર એની જુદી જુદી જાતની વાનગીઓ બેઠો બેઠો તે આરોગતો હતો. અને તેમાં તેને ડિસ્ટર્બન્સ ઊભું થતાં તેણે આ ચેતવણી આપી હતી. અમને પણ ખૂબ ભૂખ લાગી હતી એટલે તરત જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા. મુંબઈના અમારા મિત્રોએ આગોતં આયોજન કરેલું અને અમને પણ એમ થયું હતું કે જો કૂતરાને બાર જાતની વાનગી હોય તો આપણે તો જલસા જ હશે.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી – લો, વિદ્યાર્થીઓની પેરોલ પૂરી લ્યો…

અને ટેબલ ઉપર બેસતા જ શૈલેષ અને જયેશ બંને ભાઈએ કહ્યું કે તમે ટે્રનમાં ખૂબ ખાધું છે. એવા સમાચાર તમે લખ્યા હતા તો હવે એમ થયું કે તમારા પેટ ખૂબ ભરાયેલા હશે એટલે ખીચડી અને કઢી રાખી છે… મેં ખાલી એક નજર કૂતરા તરફ કરી. અહીં પહેલીવાર એમ થયું કે જિંદગી કૂતરા જેવી હોવી જોઈએ. જોકે બીજા દિવસથી સવારના નાસ્તાથી લઈને રાત્રીના જમવા સુધીમાં જલસો જ કર્યો છે તોય કૂતરા જેવો નહીં. અમે એક પલંગ પર ત્રણ જણા સૂઈએ અને કૂતં સાલું બિન્દાસ સોફા ઉપર એકલું પથરાયેલું હોય જીવ તો બળે જ ને ?! અને કૂતં એકવાર સૂતું એટલે સૂતું, અમને પણ માંડ ઊંઘ આવી હોય ત્યાં કોક આવીને ઓઢવાનું ખેંચી જાય – માથા નીચેથી ઓશિકા તાણી જાય! સદભાગ્યે અમે લોનાવાલા રિલેક્સ થવા જ ગયેલા એટલે એક બંગલામાં અમે પુષ મિત્રો અને બીજા બંગલામાં બધાની પત્નીઓની વ્યવસ્થા કરેલી. સંપૂર્ણપણે સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા માણવા મળે તે માટે અમે આગોતં આયોજન કરેલું અમને જે ફાયદો થવાનો હતો તેના કરતાં વધારે અમારી પત્નીઓને થયો. સવારના ચાથી માંડી અને રાત્રે લેઇટ નાઈટ નાસ્તા સુધી સળી ભાંગી અને બે કરવાની નહોતી એટલે એ બધા જે આનંદમાં હતા તે અવર્ણનીય છે. એક જ ગાડીમાં અમે પાંચ પાંચ છ જણા ભરાઈ અને જતા હતા.. આખા પ્રવાસ પછી ખબર પડી કે અમારી સાથે કૂતરું ફરતું જ હતું અને તેને માટે સ્પેશ્યલ એસી ગાડી આવતી હતી… હવે તો તમને વાંચવાવાળાને પણ એવું થયું ને કે અમારા કરતાં તો કૂતરો થવું સાં.!

ચુનિયાને ઘરે પણ એક સરસ મજાનું રૂંછડાવાળું ડોગી છે. ચુનીલાલ ને હું ચુનિયો કહી શકું છું પરંતુ ડોગી ને મારે માનથી એટલે કે `મોન્ટી’ કહીને બોલાવો પડે છે.

ચુનિયાનો છોકરો છેલ્લા પાંચ વર્ષથી પગની એડી ઘસી ઘસી અને રોવે છે કે મારા રૂમમાં હવે ગરમી ખૂબ જ થાય છે એટલે એસી લગાવો પરંતુ એની એડી અડધો અડધો ઇંચ ઘસાઈ ગઈ છતાં વાંકા થઇ ગયેલા પાંખિયાવાળા પંખાથી ચલાવે છે. ત્યારે એનો ડોગી આરામથી એની નાનકડી રૂમમાં અડધા ટનના એસી સાથે જિંદગી માણે છે. જોકે એ વાત અલગ છે કે ચુનિયાનો છોકરો ઘણીવાર ડોગીના રૂમમાં છાનોમાનો જઈને સૂઈ આવે છે!

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી: આ દૂ…ર…ના સાળાની કઠણાઈ કોને કહેવી?

આતો હસવાની વાત છે બાકી ઈશ્વરે તમને જે મનુષ્ય જીવન આપ્યું છે તે અદભુત છે. તમે તમારી આંગળીઓથી કોઈના આંસુ લૂંછી શકો છો, ડોગી માત્ર તમાં મોઢું ચાટીને આંસુ લૂછીં શકે. જીવનના કપરા સમયે તો મિત્રો અને પરિવારજનો જ કામ આવે. હા, ડોગીની સારસંભાળ રખાય પરંતુ ત્રાજવાના બન્ને પલ્લા બેલેન્સ કરવા જરૂરી હોય છે.

વિચારવાયુ:
કૂતરાને કદાચ પરિવારનો સભ્ય ગણી શકાય, પરંતુ પરિવારના સભ્યને કૂતરા તરીકે ના ગણાય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button