વિશેષ: મલ્ટિનેશનલ કંપનીની જોબ માટે જરૂરી આ EQ શું છે? | મુંબઈ સમાચાર
વીક એન્ડ

વિશેષ: મલ્ટિનેશનલ કંપનીની જોબ માટે જરૂરી આ EQ શું છે?

– નરેન્દ્ર કુમાર

મલ્ટિનેશનલ કંપનીઓમાં નોકરી મેળવવી હોય તો EQ એટલે કે ઈમોશનલ ઇન્ટેલિજેન્સ ખૂબ અગત્યનું છે. તમને સવાલ થશે કે આખરે આ ઈમોશનલ ઇન્ટેલિજેન્સ એટલું કેમ જરૂરી છે? અને આ EQ શું છે? નિષ્ણાંતો મુજબ કોર્પોરેટ કંપનીમાં કામ કરવા માટે માત્ર ટેક્નિકલ જ્ઞાન જ પૂરતું નથી. લાંબા સમય સુધી સફળતા, નેતૃત્વ ક્ષમતા, ટીમ સહયોગ અને સ્ટે્રસ મેનેજમેન્ટ માટે ઈમોશનલ ઇન્ટેલિજેન્સ ખૂબ જરૂરી છે. આજ કારણ છે કે કોર્પોરેટ જગતમાં IQ કરતાં EQ ને મહત્ત્વ આપવામાં આવે છે.

મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરતાં લોકો માત્ર કોઈ એક દેશનાં નથી હોતાં, તેઓ વિવિધ દેશોમાંથી આવતા હોય છે. એવામાં તેમની સાથે પરસ્પર સહયોગ, સહનશીલતા અને ભાવનાત્મક સમજ વગર સફળ ટીમ બનાવવી શક્ય નથી. એવામાં મલ્ટિનેશનલ કંપનીઓને ટીમ લીડર પણ એવો જોઈએ છે જેનો IQ કરતાં EQ વધુ અગત્યનો હોય છે. જેથી કરીને કર્મચારીઓની વચ્ચે ગેરસમજ ઊભી ન થાય એનું તેને ધ્યાન રાખવાનું હોય છે. તે તમામ કર્મચારીઓ વચ્ચે તાલમેળ બેસાડે છે. આજ કારણ છે કે મલ્ટિનેશનલ કંપનીઓ એવા ગ્લોબલ લીડર પર પસંદગી ઉતારે છે જેનો EQ વધુ સશક્ત હોય.

આ પણ વાંચો: વિશેષઃ ટેટૂ ને પિયર્સિંગ છે ટ્રેન્ડમાં

મલ્ટિનેશનલ કંપનીઓમાં કામનું પ્રેશર વધારે હોય છે, ટાર્ગેટ પૂરા કરવાની સાથે તેમને ક્વોલિટી વર્ક પણ કરવાનું હોય છે. એવામાં તેમને પ્રોત્સાહનની પણ જરૂર હોય છે. એથી ટીમ લીડરની પસંદગી વખતે સારો EQ ધરાવતા વ્યક્તિને પસંદ કરે છે.

આજે સ્ટ્રીક્ટ અને કડક આદેશ આપતા લીડરની કંપનીને જરૂર નથી. કંપનીને એવા લીડરની જરૂર છે જે પોતાના કર્મચારીઓ સાથે સખત વર્તન ન કરતાં શાંતિથી કામ કઢાવે અને માર્ગદર્શન પણ કરે. દરેકને પ્રોત્સાહન આપવાની સાથે તે સ્થિતિમાં સંતુલન પણ જાળવી શકે.

કસ્ટમરને હેન્ડલ કરવા, ક્લાઇન્ટ સાથે સારા સંબંધો બનાવી રાખવા વગેરેમાં IQ કરતાં EQ ને મહત્ત્વ અપાયું છે. વર્તમાનમાં કસ્ટમરની જરૂરતો અને તેમની લાગણીને સમજવા માટે EQ અગત્યની ભૂમિકા ભજવે છે, કેમ કે નારાજગી અને ફરિયાદને સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવાની હોય છે. એનાથી જ ગ્રાહકો સાથે લાંબા સમય સુધી સંબંધો ટકી રહે છે. એથી ઈમોશનલ ઇન્ટેલિજેન્સવાળી વ્યક્તિના સ્વભાવ તરફ લોકો આકર્ષિત પણ થાય છે.

આ પણ વાંચો: વિશેષ: શ્વાનનું પણ એક મંદિર છે, જાણો છો?

આજે દરેક ક્ષેત્રમાં AI નું આગમન થઇ ચુક્યું છે. એથી આવા પરિવર્તનથી ઈમોશનલ ઇન્ટેલિજેન્સ વ્યક્તિ સરળતાથી એને અનુકૂળ થઇ જાય છે. સાથે પોતાની સાથે જોડાયેલા લોકોને પણ તે એમાં ઢાળી દે છે.

કોઈપણ ટીમમાં વાદ -વિવાદ થાય એ સામાન્ય બાબત છે. એવામાં EQ ધરાવતી વ્યક્તિ આવા વિવાદને નિર્માણ થવા નથી દેતી. વિવાદ શરૂ થાય એ પહેલાં જ એનો ઉકેલ લાવી દે છે. એનાથી વર્ક ક્લ્ચર પણ સકારાત્મક બને છે.

IQ લેવેલ ઉચ્ચ હોવાથી સારી નોકરી મળી શકે છે, પરંતુ પ્રમોશન અને કાયમી સફળતા તો ત્યારે મળી શકે જયારે EQ લેવેલ સારો હોય. ગ્રુપ ડિસ્કશન, રોલ પ્લે, જેવા EQ ટેસ્ટ આજકાલ પસંદગીનું માધ્યમ બની ગયું છે. સાથે જ કંપનીઓ સાઇકોમેટ્રિક ટેસ્ટનો પણ ઉપયોગ કરે છે.

આ બધા કારણોસર મલ્ટિનેશનલ કંપનીઓમાં નોકરી મેળવવી હોય તો ઈમોશનલ ઇન્ટેલિજેન્સની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button