ભવ્ય – રાતો નેે પાતળી ટોચવાળો મોન્ટાના રોહા…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
રોજ એક જમાનાના જ્વાળામુખીઓન્ો ખૂંદી, ત્યાંથી મળતા ૩૬૦ ડિગ્રી વ્યુ માણીન્ો પાછા આવવાનું, પ્ાૂલ કે દરિયા કિનારે જઇન્ો પડવાનું, પછી સાંજે ડિનર માટે જવાનું, ફરી જમ્યા પછી ફરી બીચ પર આંટો મારવાનો, આમ ન્ો આમ જાણે વેકેશનની પ્ોટર્નની આદત પડી ગઈ હતી. આ રૂટિન હવે માંડ બ્ો દિવસ ચાલવાનું હતું. અન્ો હજી એક મોટો પહાડ ચડવાનો બાકી હતો. ત્યાં જવાનું સરળ પણ હતું અન્ો મુશ્કેલ પણ. ત્યાં પહોંચવા માટે ફુઅર્ટેવેન્ટુરાનું કેપિટલ પુઅર્ટો ડેલ રોઝારીઓ વટાવવાનું હતું.
આ શહેરમાં આખરે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી બહારનાં લોકો પણ દેખાયાં. ક્યાંક ગ્ોરાજ હતું, ક્યાંક સ્કૂલ અન્ો ઘણી વિવિધ દુકાનો વચ્ચેથી નીકળતાં અમે રિસોર્ટ, હોટલ, રેસ્ટોરાં અન્ો સાઇટ્સની સાઇકલથી વાસ્તવિક દુનિયામાં આવી ગયાં હોઇએ એવું લાગતું હતું. આ મોન્ટાના રોહા તરફ જવાની સાઇટ્સ સ્પષ્ટ ન હતી, પણ શહેરથી થોડું બહાર નીકળતાં જ દૂરથી એકલોઅટૂલો, લાલ રંગનો આ પહાડ દેખાવા લાગ્યો હતો. અમારે કઈ દિશામાં ડ્રાઇવ કરવાનું હતું ત્ો સ્પષ્ટ હતું. એક તરફ સતત દરિયો સાથે ચાલતો હતો અન્ો બીજી તરફ શહેર વગડામાં ફેરવાઈ ગયું હતું.
પહાડ નજીક તો આવી ગયો પણ ક્યાં રોકાવાનું, ક્યાંથી ચઢવાનું, ત્ોની કોઈ સાઇન ન હતી. અન્ો પહેલેથી જ અમે સજ્જ હતાં. ઇન્ટરન્ોટ ફોરમ્સ પર જાણવા મળ્યું કે એક ખાસ ઝાંખી પડી ગયેલી ટ્રાફિક સાઇન પછી તરત જ એક નાનકડું પાર્કિંગ આવશે. આ સાઇન અચાનક જ આવી અન્ો સાવ ખાલી પાર્કિંગમાં અમારી ગાડી ગોઠવાઇ ગઈ હતી. સામેની તરફ પહાડની તળેટીમાં ગ્ોરકાયદે એક બીજી કાર પાર્ક થયેલી દેખાઈ. જોકે આસપાસમાં દૂર દૂર સુધી ચકલુંય નહોતું દેખાતું એટલે એ વાત તો સ્પષ્ટ હતી કે અહીં કોઈ ટ્રાફિક પોલીસ પાર્કિંગ ટિકિટ આપવા નહોતી આવવાની. પાર્કિંગ અન્ો બીચ વચ્ચે એક નાનકડી પાળી જ હતી. અમે બ્ોકપ્ોકમાં હાઇક માટે જરૂરી બધું સાથે લાવેલાં, પણ એક તરફ દરિયો જોઈન્ો એ તરફ જ જવાની ઇચ્છા થઈ આવી. ત્ો ઇચ્છાન્ો હાલ પ્ાૂરતી દબાવીન્ો અમે રસ્તો ક્રોસ કરીન્ો પહાડની તળેટી તરફ ગયાં.
મોન્ટાના રોહાન્ો નીચેથી જોઈન્ો જ ત્ો કેટલો ભવ્ય છે ત્ો જોઈ શકાતું હતું. ઉપર ચઢીન્ો શું થવાનું હતું ત્ોનો હજી સુધી અંદાજ ન હતો. નીચે માત્ર એક રફ એરો ઉપર જતી પથરાળ કેડી તરફ દોરી રહ્યો હતો. આ સિવાય અહીં ઉપર ચઢી શકાય, ત્ોની હાઇટ, ત્ોની હિસ્ટ્રી, ત્ોના વિષે કંઇ પણ બતાવતી એક પણ સાઇન ન હતી. અહીં ઉપરથી કોરાલેયો તરફનો વ્યુ પણ દેખાવાનો હતો. મોન્ટાના રોહા ફુઅર્ટેવેન્ટુરાનો સૌથી ઊંચો પહાડ તો નથી, પણ ત્ોની આસપાસ દૂર દૂર સુધી ત્ોની ઊંચાઇન્ો ચેલેન્જ આપવા માટે બીજો કોઈ પહાડ ન હતો, અન્ો ત્ોના કારણે આ રાતા ક્રેટરવાળો પહાડ જાણે અનોખો અન્ો વધુપડતો હોય ત્ોવું લાગતું હતું.
અમારી પાછળ પણ કોઈ નહોતું આવતું અન્ો આગળ પણ કોઈ નહોતું દેખાતું. જેમ જેમ અમે ઉપર ચઢતા ગયાં સામે રોડની બીજી તરફ પડેલી અમારી કાર સાવ નાનકડી થવા લાગી હતી. બીજી તરફ બરાબર પહાડની તળેટીમાં પડેલી કાર પણ એટલી જ નાની થતી હતી. ત્ો કોની હતી, ત્ોમાં અંદરના માણસો ક્યાં ગયાં હશે ત્ો પ્રશ્ર્ન હજી પણ હતો જ. ન અમન્ો કોઈ સામે મળ્યું, ન ઉપર કોઈ ટોચ પર હોય ત્ોનો અણસાર આવ્યો. છેલ્લો ટોચનો હિસ્સો આજે મારે સ્કિપ નહોતો કરવો. હું ચઢતાં તો ચઢી ગઈ, પણ આ ઊતરવાનું સરળ નહીં રહે ત્ોની ત્યારે જ ખાતરી થઈ ગઈ હતી. ઉપર પહોંચીન્ો દેખાયું કે અહીં ચઢવાનો બીજી તરફ પણ રસ્તો છે. અન્ો ટોચ ક્રેટરનો એક પાતળો હિસ્સો છે. ક્રેટરની બીજી તરફ એક કપલ અહીં સનરાઇઝ જોતાં જોતાં બ્રેકફાસ્ટ કરવા બ્ોઠું હતું.
અમે જે દિશાથી પહોંચ્યાં ત્યાં એક ફ્રેન્ચ ફેમિલી પહેલેથી પાતળી ટોચના હિસ્સા પર બ્ોઠું હતું. નીચે કાર પણ ત્ોમની જ હતી. આ પાતળી ક્રેટરના બ્ોસી શકાય ત્ોવા વિસ્તારમાં હું, પ્ોલા ફ્રેન્ચ ભાઈ અન્ો ત્ોમનો પાંચેક વર્ષનો દીકરો પોતપોતાનો ખડક શોધીન્ો ત્ોના પર બ્ોઠાં. પ્ોલા ભાઈની પત્ની અન્ો દીકરી ઓલરેડી ક્રેટરની બીજી તરફની ટોચ જોવા નીકળી ગયાં હતાં. કુમારે પણ એ પાથ પકડ્યો. ત્ો ધાર એટલી પાતળી હતી કે ત્યાં બીજા કોઇન્ો ચાલતાં જોઈન્ો પણ ડર લાગ્ો ત્ોવું હતું. મન્ો હવે આ જગ્યા પર બ્ોસીન્ો કશું કરવાનું મન ન હતું. મારું ધ્યાન સતત અહીંથી નીચે કઈ રીત્ો ઊતરી શકાશે ત્ો પ્રશ્ર્ન પર હતું. એક વાર કુમાર આવી ગયો પછી નીચે ઊતરવાની કૂચ ચાલુ થઈ. પ્ોલું ફ્રેન્ચ ફેમિલી તો ત્યાં જમવા માટે ગોઠવાઈ ગયું હતું.
સાવ વર્ટિકલ સ્લોપ પર શૂઝન્ો ખાંચાંમાં ભરાવીન્ો ઉપર તો ચઢી જવાયેલું. હવે રિટર્નમાં ગોળ પથરાળ કેડી પર પગ એ રીત્ો સ્લિપ થતો હતો કે એક સમયે તો લાગ્યું કે અહીંથી ગબડતાં ગબડતાં જ નીચે જવું પડશે. બોડીનું સ્ોન્ટર ઓફ ગ્રેવિટી હાઇકમાં કઈ રીત્ો વાપરવું ત્ો દિવસ્ો જાત અનુભવથી શીખવા મળ્યું. આ પ્રકારના અનુભવો ઘરે પાછાં ફર્યા પછી મહત્ત્વના લાગવા માંડતા હોય છે. ત્ો સમયે તો અહીં ચઢવાની શું જરૂર હતી ત્ો જ પ્રશ્ર્ન થતો હતો. નીચે જરા સમતળ રસ્તો આવ્યો. ત્યાં એક બહેન એકલાં ઇલેક્ટ્રિક સાઇકલ લઈન્ો સામા મળ્યાં. અમે ત્ોમન્ો કહૃાું કે હાઇક તો મસ્ત છે પણ ત્ોમન્ો સાઇકલ લઈન્ો જવાનું સ્ોફ નહીં રહે. ત્ોમણે અમન્ો ખાતરી પ્ાૂર્વક કહૃાું કે હું સાઇકલ ક્યાંય નીચે મૂકીન્ો જવાનું સ્ોફ નથી ફીલ કરતી. અમે તો જતાં રહીશું, અહીં દૂર દૂર સુધી સાઇકલ ચોરી જવા માટે કોઈ નથી. તો પણ ત્ોન્ો સાઇકલ ઉપર લઈ જવાનું જોખમ લેવું જ હતું. ત્ોન્ો ત્ોના હાલ પર છોડીન્ો અમે તો નીકળી ગયાં. આજે પણ વિચાર આવે છે કે ત્ો બહેનનું શું થયું હશે. ત્ો મિસ્ટ્રી સાથે અમે ફુઅર્ટેવેન્ટુરાનાં ડ્યુન્સ તરફ આગળ વધ્યાં.