વીક એન્ડ

કૉંગ્રેસ મુક્ત ગુજરાતનું અભિયાન કૉંગ્રેસ યુક્ત ભાજપમાં ફેરવાઈ ગયું છે?

ગુજરાત ભા.જ.પ.ના સંગઠન અને સત્તામાં(સરકારમાં મંત્રી પદ સહીત)અનેક હોદ્દા પર સેવા આપી ચૂકેલા અને અત્યારે (પરાણે)રાજકીય રીતે નિવૃત જીવન ગાળતા પક્ષનાં એક વિચક્ષણ અગ્રણી વિધાનસભાની કેન્ટીનમાં મળી ગયા.તેઓએ લગભગ ૩૦ મિનિટ સુધીની વાતચીતમાં જે બળાપો કાઢ્યો એનો લઘુત્તમ સાધારણ અવયવ કાઢીએ તો સાર એવો નીકળે છે કે (૧) રાજ્યમા અત્યારે જે કોંગ્રેસ મુક્ત ગુજરાતનું અભિયાન ચાલી રહ્યું છે તેની આડઅસર એવી થઈ છે કે ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ યુક્ત બની રહ્યો છે (૨) પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણના થાય છે (૩) બોર્ડ કોર્પોરેશનના હોદ્દેદારોની વરણી ન થતાં નાના અને સામાન્ય પણ સંગઠન અને ચૂંટણીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા કાર્યકરોની કદર થઈ શકતી નથી (૪) ભા.જ.પ. વિકેન્દ્રીકરણનું માળખું ધરાવતો પક્ષ હતો તેને બદલે હવે કેન્દ્રીકરણનું માળખું ધરાવતો પક્ષ બની ગયો છે અને (૫)કોગ્રેસ પક્ષમાંથી ભા.જ.પ.માં જોડતા લોકો હ્રદયથી જોડાયા હોય એવો અહેસાસ પક્ષનાં મૂળ કાર્યકરોને જરા પણ થતો નથી.આ બધું જ ભા.જ.પ.ને આજ નહીં તો કાલે બહુ મોટું નુક્સાન કરશે એ નક્કી છે. પક્ષના આવા સમર્પિત નેતાની વેદનાની નોંધ પક્ષમાં લેવાશે ખરી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button