ફન વર્લ્ડ

`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગ્સમાં દસેદસ વિકેટ મેળવનારા આ બોલરની ઓળખાણ પડી? બહુ ઓછા ખેલાડીઓને સિદ્ધિ મળી છે.
અ) રિચર્ડ હેડલી
બ) અનિલ કુંબલે
ક) નેથન લાયન
ડ) એજાઝ પટેલ
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
| A | B |
| પાટજોગી | તોલડી |
| પાટધર | રાજધાની |
| પાટનગર | શિષ્ય |
| પાટબંધ | યોગીશ્વર |
| પાટરડી | તાલબંધ |
જાણવા જેવું
અવકાશી દોડ માટે શરૂ થયેલા શીત યુદ્ધમાં યુએસ પછી સોવિયેત રશિયા સામેલ થયું હતું અને 1957માં સ્પુટનિક – 1 તરતું મૂક્યા પછી લાઈકા નામના શ્વાનને અંતરિક્ષમાં મોકલી આપ્યો હતો. પહેલી વાર જીવીત પ્રાણી સ્પેસમાં મોકલવામાં આવ્યું હતું. અલબત્ત, શ્વાન સ્પેસમાં ઝાઝું જીવ્યો નહીં, પણ અંતરિક્ષમાં ટકી રહેવા માટે મનુષ્યના માર્ગની જાણકારી આપતો ગયો.
ગુજરાત મોરી મોરી રે
અનેક યાદગાર ગુજરાતી નાટકોનું નિર્માણ કરી ખ્યાતનામ થયેલા કાંતિ મડિયાએ કઈ ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું એ ખબર છે?
અ) માનવીની ભવાઈ
બ) કંકુ
ક) કાશીનો દીકરો
ડ) કાદુ મકરાણી
નોંધી રાખો
પહેલા બે ઝઘડતા તો ત્રીજો છોડાવવા આવતો,આજે ત્રીજો વીડિયો ઉતારે છે. સાચે જ દુનિયા ખૂબ જ મોડર્ન બની ગઈ લાગે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પશ્મિના શાલ તેમ જ ફૂલકારી જેવાં વસ્ત્રોની વરાયટી માટે આપણા દેશનું કયું શહેર જાણીતું છે એ આપેલા વિકલ્પોમાંથી શોધી કાઢો.
અ) ચંદીગઢ બ) લુધિયાણા ક) અમૃતસર ડ) ઈમ્ફાલ
માઈન્ડ ગેમ
આપેલી સંખ્યાઓ ધ્યાનથી જુઓ: 38, 53, 72, 95, 122… તેમની વચ્ચે રહેલો સંબંધ ઓળખો અને ગણતરી કરીને કહો કે 122 પછી કઈ સંખ્યા આવે?
અ) 145 બ) 153 ક) 158 ડ) 162
ગયા શનિવારના જવાબ
| A | B |
| પટ | વિસ્તાર |
| પટરી | ઘોડાનું પલાણ |
| પટવારી | તલાટી |
| પટોળું | વસ્ત્ર |
| પટોપટ | ઝપાટાબંધ |
ગુજરાત મોરી મોરી રે:
મહેન્દ્ર જોશી
ઓળખાણ પડી?
ટેડ ડેક્ષ્ટર
માઈન્ડ ગેમ :
304
ચતુર આપો જવાબ માથું ખંજવાળો :
હૈદરાબાદ



