ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
દરકાર પ્રસ્તાવ
દરગુજર ત્વચા રોગ
દરમાયો માફ કરેલું
દરખાસ્ત વેતન
દરાજ પરવા
ઓળખાણ પડી?
બેડમિન્ટનની પ્રતિષ્ઠિત સ્પર્ધા ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતાપદ મેળવનાર ખેલાડીની ઓળખાણ પડી? સાઈના નેહવાલ અને પીવી સિંધુએ તેમની પાસે તાલીમ મેળવી છે.
અ) પ્રકાશ પાદુકોણ બ) ઉદય પવાર
ક) પુલેલા ગોપીચંદ ડ) સૈયદ મોદી
ગુજરાત મોરી મોરી રે
ઘરેણાં – આભૂષણો સ્ત્રી શણગારનો અવિભાજ્ય અને અમૂલ્ય હિસ્સો છે. આપેલા વિકલ્પમાંથી કઈ વસ્તુ આભૂષણ છે એ શોધી કાઢો.
અ) ગળપટ્ટો બ) બંડી ક) પોંચી ડ) માદળિયું
જાણવા જેવું
બે પગ અને પાંખવાળું ઉડનારા પંખી માટે ખગ, વિહંગ જેવા પર્યાય છે. તેની ત્રણ જાત છે: ઉપકારી પક્ષી, ઉપદ્રવી પક્ષી અને નિરુપયોગી પક્ષી. જે પક્ષીઓ તૂલ ઉપર પડતાં ઉપદ્રવી કીટકોનું ભક્ષણ કરે એ ઉપકારી કહેવાય છે. જે પક્ષી ધાન્ય ખાઈને નુકસાન કરે, ઉપદ્રવી કહેવાય છે. જે પક્ષી નુકસાન કે ફાયદો કાંઈ ન કરે તે નિરુપયોગી કહેવાય છે. ઋતુ પ્રમાણે પક્ષીઓ સ્થળાંતર કરે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પોણા બસો લોકોને ભરખી જનારો ૧૯૬૭નો ધરતીકંપ મહારાષ્ટ્રના કયા શહેરમાં નોંધાયો હતો એ જણાવો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ૬.૬ની હતી.
અ) નાગપુર બ) સોલાપુર ક) અહમદનગર ડ) કોયનાનગર
નોંધી રાખો
જીવનમાં સૌથી આસાન અને મુશ્કેલ બાબત ‘ભૂલ’ છે, કારણ કે કોઈ બીજું કરે તો આસાનીથી કહી શકાય, પણ જાતે કરી હોય તો સ્વીકારવી અત્યંત મુશ્કેલ હોય છે.
માઈન્ડ ગેમ
૧૯૪૫માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બોમ્બ ફેંકવામાં આવ્યા એ સમયે યુએસએના પ્રેસિડેન્ટ કોણ હતા એ જણાવી શકશો?
અ) રિચર્ડ નિક્સન બ) ફ્રેન્કલીન રૂઝવેલ્ટ ક) હેરી ટ્રુમેન ડ) ડી. આઈઝનહોવર
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ફક્કડ જવાબદારી વિનાનું
ફજર પરોઢિયું
ફડકો ધ્રાસકો
ફણગો અંકુર
ફરજંદ સંતાન
ગુજરાત મોરી મોરી રે
સરસ્વતીચંદ્ર
ઓળખાણ પડી
કુસુમ વિલાસ પેલેસ
માઈન્ડ ગેમ
ગ્રેમ સ્મિથ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વડોદરા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) દિના વિક્રમશી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭) જયવંત પદમશી ચિખલ (૪૮) મહેશ સંઘવી (૪૯) મીનળ કાપડિયા