વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
૧૦૦ મીટરની દોડ ૧૦ સેક્ધડથી ઓછા સમયમાં પૂર્ણ કરનારા સૌપ્રથમ એથ્લિટની ઓળખાણ પડી? ૯.૯૫ સેકંડમાં તેણે સિદ્ધિ મેળવી હતી.
અ) કેલ્વિન સ્મિથ બ) બેન જોન્સન ક) કાર્લ લુઈસ ડ) જિમ હાઈન્સ

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની
જોડી જમાવો
A B
જંક ક્યારેક
જંગ પૈસો
જઘન્ય લડાઈ
જર ચિનાઈ વહાણ
જવલ્લે નિંદનીય

ગુજરાત મોરી મોરી રે
મજેદાર રોમેન્ટિક ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ જણાવો.
તને જાતા જોઈ ———- વાટે મારું મન મોહી ગયું.
અ) આશ્રમની બ) વગડાની ક) સરિયામ ડ) પનઘટની

જાણવા જેવું
ખજૂરીનાં તૈયાર થયેલાં પણ પાકી નહિ ગયેલાં ફળને સૂકવવાથી ખારેક અને ખૂબ પાકી ગયેલાં ફળને સૂકવવાથી ખજૂર થાય છે. અરબસ્તાનમાં મદીનાની દક્ષિણે તેનાં ઝાડ ઊગે છે. ઝાડનો ઉપરનો ભાગ અગ્નિમાં જોઇએ અને તેનાં મૂળિયાં પાણીમાં જોઈએ, એમ આરબ લોકોનું માનવું છે. હિંદુસ્તાનમાં ખજૂર થતો નથી. જોકે, ખજૂરીની ઘણી જાતો થાય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અહીં આપેલા ખેલાડીમાંથી કોણે ક્રિકેટ ઉપરાંત હોકીની રમતમાં પણ પોતાના દેશની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું એ જણાવો.
અ) ચુની ગોસ્વામી
બ) ઈયાન બોથમ
ક) જોન્ટી રોડ્સ
ડ) ગોર્ડન ગ્રીનીજ

નોંધી રાખો
ધર્મ ક્યારેક આ બે હાથ દ્વારા નક્કી થઈ જતો હોય છે. હાથ જોડાઈ જાય તો એ પૂજા કહેવાય છે, અને ખુલી જાય તો દુઆ કહેવાય છે.

માઈન્ડ ગેમ
અનેક દેશના વિવિધ માનવ સર્જિત ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે. પૃથ્વીની પરિક્રમા કરનાર સૌપ્રથમ ઉપગ્રહનું નામ કહો.
અ) વેનગાર્ડ ૧ બ) એક્સ્પ્લોરર ૧ ક) સ્પુટનિક ૧ ડ) વોયેજર ૧

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઉવાખ શ્ર્વાસ, દમ
ઉકેલ નિકાલ
ઉદર પેટ
ઉપકૃત ઉપકારી
ઉભય બંને

ગુજરાત મોરી મોરી રે
લાડી

ઓળખાણ પડી
Clivia

માઈન્ડ ગેમ
બાંગ્લાદેશ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જ્યોફ બોયકોટ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) મનીષા શેઠ (૪૦) ફાલ્ગુની શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button