વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A B
મસલત ઈરાદો
મક્કાર વાંદરો
મનસૂબો ઢોંગી, કપટી
મલાજો ચર્ચા
મર્કટ શરમ

ઓળખાણ પડી?
દેખાવમાં જલેબીને ખૂબ જ મળતી આવતી પણ સ્વાદમાં ઓછું ગળપણ ધરાવતી ઉત્તર પ્રદેશમાં લોકપ્રિય મીઠાઈની ઓળખાણ પડી? આ આઈટમ ચણાના લોટમાંથી બને છે.
અ) ઘેવર બ) પેઠા ક) ઈમરતી ડ) ફિરની

ગુજરાત મોરી મોરી રે
જીરું અને ઈસબગુલની વિદેશમાં નિકાસ માટે અને કડવા પાટીદારના મૂળ વતન તરીકે ઓળખાતા ગુજરાતના શહેરનું નામ કહો. અહીંથી જીરાની નિકાસ ભારતભરમાં થાય છે.
અ) કપડવંજ બ) વલ્લભીપુર ક) ઊંઝા ડ) આણંદ

જાણવા જેવું
લક્ષણો મુજબ નદી ત્રણ અવસ્થાઓમાં વહેંચેલી છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પહાડી પ્રદેશોના ઢોળાવોમાં વહેતાં ઝરણાં અને નદીઓ બાલ્યાવસ્થાની કક્ષામાં આવે છે. જળપ્રવાહનો વેગ અહીં વધુ હોય છે. નદી પર્વતોના તળેટી વિસ્તાર છોડીને સપાટ મેદાની વિસ્તારમાંં પ્રવેશતા યુવાવસ્થા શરૂ થાય છે. અહીં જળપ્રવાહની ગતિ ધીમી પડે છે. વૃદ્ધાવસ્થામાં જળપ્રવાહ ઘણી જ મંદ ગતિથી વહે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૯૫૯માં રમાયેલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ મેચની એક ઈનિંગ્સમાં ૧૦ વિકેટની સિદ્ધિ સહેજ માટે ચુકી ગયેલા ભારતીય બોલરનું નામ કહી શકશો?
અ) સુભાષ ગુપ્તે
બ) બાપુ નાડકર્ણી
ક) ગુલાબરાય રામચંદ
ડ) જશુ પટેલ

નોંધી રાખો
માણસ બધું ભૂલી શકે છે, પણ એ સમય ક્યારેય નથી ભૂલી શકતો જ્યારે તેને પોતાના લોકોની ખાસ જરૂર હોવા છતાં એ સમયે કોઈએ તેને સાથ નહોતો આપ્યો.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Aeronautical Engineering નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) વાતાવરણ બ) પાણી
ક) વિમાન ડ) પવન

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
બોઘરણું ઘડો
બોચિયું વાંસની ટોપલી
બોડ બખોલ
બોતડું ઊંટનું બચ્ચું
બોત મૂર્ખ

ગુજરાત મોરી મોરી રે
ભાદર

ઓળખાણ પડી
ઓડિશા

માઈન્ડ ગેમ
સમુદ્ર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રોલર સ્કેટિંગ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) શ્રદ્ધા આશર (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૭) ડો. પ્રકાશ કોઠારી (૮) ભારતી પ્રકાશ (૯) ખુશરૂ કાપડીયા (૧૦) જયશ્રી બુચ (૧૧) મહેન્દ્ર લોઢવીયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નીતા દેસાઈ (૧૪) મહેશ સંઘવી (૧૫) લજિતા ખોના (૧૬) પુષ્પા પટેલ (૧૭) મહેશ સંઘવી (૧૮) હર્ષા મહેતા (૧૯) જયોતિ ખાંડવાલા (૨૦) નિખિલ બેંગાલી (૨૧) અમીષી બેંગાલી (૨૨) મીનળ કાપડિયા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) સુરેખા દેસાઈ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) કલ્પના આશર (૨૮) મહેશ દોશી (૨૯) અરવિંદ કામદાર (૩૦) વિણા સંપત (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલિયા (૩૩) નિતિન જે. બજારીયા (૩૪) અલકા વાણી (૩૫) સુભાષ મોમાયા (૩૬) પ્રતિમા પામાની (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) પુષ્પા ખોના (૩૯) પ્રવીણ વોરા (૪૦) રસિક જુઠાની (ટોરોન્ટો – કેનેડા) (૪૧)) રજનીકાંત પટવા (૪૨) સુનીતા પટવા (૪૩) ભાવના કર્વે (૪૪) જયોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષીબેન દલાલ (૪૬) હીનાબેન દલાલ (૪૭) રમેશભાઈ દલાલ (૪૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૯) શિલ્પા શ્રોફ (૫૦) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button