ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
આલુ પીટિકા તરીકે ઓળખાતી બટેટાની ટેસ્ટી વાનગી કયા રાજ્યમાં ખ્યાતિ ધરાવે છે એ કહી શકશો? બાફેલા બટાકા છૂંદી એમાં કાંદા, લીલા મરચાં અને કોથમીર ઉમેરી રાયના તેલમાં બનાવાય છે.
અ) ઉત્તર પ્રદેશ બ) પંજાબ ક) મેઘાલય ડ) આસામ
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
વકી બાળક
વક્ર શરીર
વખો વાંકું
વત્સ સંભાવના
વપુ સંકટ
ગુજરાત મોરી મોરી રે
એક સમયે મહારાજાના મહેલ તરીકે જાણીતો લખોટાનો કિલ્લો ગુજરાતના કયાં શહેરમાં છે એ જણાવો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે અને સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે.
અ) લખતર બ) જામનગર ક) રાજકોટ ડ) વાંકાનેર
જાણવા જેવું
ભાષા આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી છે. ઉપરાંત ગુજરાતમાં બાર ગાઉએ બોલી બદલાય’ તે ઉક્તિને પ્રમાણ માની ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ-જ્ઞાતિ-રિવાજ મુજબ બોલાય છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં કાઠિયાવાડી અથવા કચ્છી બોલી બોલાય છે. તેવી રીતે મધ્ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે.
ચતુર આપો જવાબ
ભારતમાં સૌપ્રથમ રેલવે ટે્રન કયાં વર્ષમાં દોડી હતી એ યાદશક્તિ ઢંઢોળીને જણાવો. આ ટે્રને બોરી બંદર (આજનું સીએસએમટી)થી થાણા સુધીનું 34 કિલોમીટર અંતર કાપ્યું હતું.
માથું ખંજવાળો
અ) 1833 બ) 1853 ક) 1875 ડ) 1880
નોંધી રાખો
ઘમંડથી પ્રચુર વાણીથી કોઈના દિલને ક્યારેય ઠેસ પહોંચાડવી નહીં, કારણ કે સમય ઘમંડને એવો છિન્નભિન્ન કરી નાખે છે કે માણસ વાત કરવા લાયક નથી રહેતો.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. ઊંશક્ષયતશજ્ઞહજ્ઞલુ નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) અવાજના તરંગ બ) પાણીનો પ્રવાહ
ક) શરીરની ગતિ ડ) વાતાવરણની સમતુલા
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
છજું ઝખો
છટકું જાળ
છદ્મ બનાવટ
છાક કેફ, નશો
છાત્ર વિદ્યાર્થી
ગુજરાત મોરી મોરી રે
અમદાવાદ
ઓળખાણ પડી
પાયસમ
માઈન્ડ ગેમ
નૃત્ય
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કોટન ગ્રીન