વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.co પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ગરિયો મિથ્યાભિમાની
ગરૂર અતિશય ગંદું
ગર્દભ સાડલો
ગલીચ ભમરડો
ગવન ગધેડો

ઓળખાણ પડી?
દેખાવમાં ટમેટાને મળતા આવતા આ જાપાનના ફળની ઓળખાણ પડી? ઔષધીય ગુણ ધરાવતું આ ફળ ભારતના વિવિધ પ્રદેશોમાં ભિન્ન નામથી જાણીતું છે.
અ) ટેન્જરાઈન બ) પેશન ફ્રૂટ ક) અવોકાડો ડ) અમરફળ

ગુજરાત મોરી મોરી રે
૨૨ ઑગસ્ટ ૧૯૬૦ના દિવસે ગુજરાતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? આ બજેટ માત્ર ૧૧૫ કરોડનું હતું જેમાં આવક ૫૪ કરોડ ૨૫ લાખ અને ખર્ચ ૫૮ કરોડ ૧૨ લાખ હતો.
અ) હિતેન્દ્ર દેસાઈ બ) કનુભાઈ દેસાઈ
ક) ઉચ્છંગરાય ઢેબર ડ) જીવરાજ મહેતા

જાણવા જેવું
ક્ષેત્રપાળના પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે.

ચતુર આપો જવાબ
૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાત સ્વતંત્રપણે અસ્તિત્વમાં આવ્યા પછી ગુજરાતના પ્રથમ બિનકૉંગ્રેસી મુખ્ય પ્રધાન કોણ હતા એ તમારી યાદશક્તિ ઢંઢોળી જણાવો.
માથું ખંજવાળો
અ) ચીમનભાઈ પટેલ બ) ઘનશ્યામ ઓઝા ક) કેશુભાઈ પટેલ ડ) બાબુભાઈ પટેલ

નોંધી રાખો
એક અણસમજુ બીજું ઝાંખરું, જ્યાં અટકે ત્યાં વળગે ખરું, પ્રકૃતિ મળે ત્યાં તે અડે, નહીં તો પાછું વાટે પડે, એમ અખા સઘળો સંસાર, ઝરમર ઝોલે કરે વ્યાપાર.

માઈન્ડ ગેમ
વિજ્ઞાન સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Taxonomy નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) કરનું વર્ગીકરણ બ) નામનું વર્ગીકરણ ક) જમીનનું વર્ગીકરણ ડ) વસ્તુનું વર્ગીકરણ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
પરિહાર ત્યાગ
પરિમલ સુગંધ
પરિગ્રહ સંગ્રહ
પરિત્રાણ સંરક્ષણ
પરિભ્રમણ ગોળ ફરવું

ગુજરાત મોરી મોરી રે
કેશોદ

ઓળખાણ પડી
કમરખ

માઈન્ડ ગેમ
શરીરરચના

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મિહિર સેન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker