ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
પરિહાર સંગ્રહ
પરિમલ ગોળ ફરવું
પરિગ્રહ સંરક્ષણ
પરિત્રાણ ત્યાગ
પરિભ્રમણ સુગંધ
ઓળખાણ પડી?
લાંબા, ત્રણ ચાર ધારવાળાં ખટમધુરા ફળની ઓળખાણ પડી? બારે માસ પાકતાં આ ફળનું અથાણું ને મુરબ્બો થાય, ખોરાકમાં ખવાય અને તેનું શરબત પણ બને.
અ) કરમદા બ) શેતૂર ક) કમરખ ડ) નાસપતી
ગુજરાત મોરી મોરી રે
વિશ્ર્વભરમાં સમગ્ર મંદિરનું સ્થળાંતર થયું હોય એવા ત્રણ જ ઉદાહરણ છે. એમાંનું એક અક્ષયગઢ મંદિર ગુજરાતના ક્યા શહેરમાં છે એ કહી શકશો?
અ) વલ્લભીપુર બ) મોરબી ક) કેશોદ ડ) ચોટીલા
જાણવા જેવું
આકાશના તારામાંથી કેટલાક વધારે ચળકતા, તો કેટલાક વધારે ઝાંખા હોય છે. પ્રકાશના પ્રમાણમાં તારાઓના દરજ્જા કરવામાં આવ્યા છે. શુક્ર જેવા સૌથી વધારે ચળકતા તારા પહેલા દરજ્જાના ગણાય છે. તેનાથી સહેજ ઝાંખા તે બીજા દરજ્જાના, તેનાથી સહેજ ઝાંખા તે ત્રીજા દરજ્જાના. આમ દસ દરજ્જા કરવામાં આવ્યા છે.સાતમા અને તેનાથી આગળના દરજ્જાના તારાઓ નરી આંખે દેખી શકાતા નથી.
ચતુર આપો જવાબ
ડોવરથી કલાઇસ સુધી ઈંગ્લિશ ચેનલ તરી જનારા પ્રથમ એશિયાઈ વ્યક્તિનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો. તેઓ સ્વિમર ઉપરાંત લોયર પણ હતા.
માથું ખંજવાળો
અ) મિહિર સેન
બ) વિલ્સન જોન્સ ક) શમશેર ખાન ડ) મહેશ ટંડન
નોંધી રાખો
અન્ય દુ:ખોની નિવૃત્તિ માટે ધનાદિ મેળવવામાં પ્રવૃત્તિ થાય છે. માટે ધન આદિથી દુ:ખની જે નિવૃત્તિ થાય છે તે અલ્પ પુરુષાર્થ છે, પરમ પુરુષાર્થ નહીં.
માઈન્ડ ગેમ
વિજ્ઞાન સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Anatomy નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) અણુ પરમાણુ બ) અવશેષ ક) શરીરરચના ડ) રોકેટ
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
કુમુદ શ્વેત કમળ
કુમાશ સુંવાળપ
કુરંગ હરણ
કુલેર વાનગી
કુસુમ ફૂલ
ગુજરાત મોરી મોરી રે
ઉમાશંકર જોશી
ઓળખાણ પડી
કોથિંબિર વડી
માઈન્ડ ગેમ
કોષ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૯૨૮
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) નીતા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) શ્રદ્ધા આશર (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) ખુશરૂ કાપડિયા (૧૦) લજિતા ખોના (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) પુષ્પા પટેલ (૧૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૪) હર્ષા મહેતા (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મીનળ કાપડિયા (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) અમીશી બંગાળી (૨૦) નંદકિસોર સંજાણવાળા (૨૧) નિખિલ બંગાળી (૨૨) ધીરેન્દ્ર ઉદ્દેશી (૨૩) તાહેર ઔરંગાબાદવાલા (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) દિલીપ પરીખ (૨૮) ભાવના કર્વે (૨૯) મહેન્દ્ર લોઢાવિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) અંજુ ટોલિયા (૩૩) અતુલ જે. શેઠ (૩૪) સુરેખા દેસાઈ (૩૫) જગદીશ ઠક્કર (૩૬) મહેશ દોશી (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) રમેશ દલાલ (૪૦) હિના દલાલ (૪૧) વિભા એ. શેઠ (૪૨) નિતીન બજરિયા (૪૩) ઉર્મિલાબેન કડકિયા (૪૪) યેશા કડકિયા (૪૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૬) મહેશ સંઘવી (૪૭) પુષ્પા ખોના