વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
વગડો પ્રવાસી
વછેરું તથ્ય
વજૂદ જંગલ
વટંતર ઘોડીનું બચ્ચું

વટેમાર્ગુ ગીરો મૂકેલું

ઓળખાણ પડી?
વિટામિન-એ અને પોષક દ્રવ્ય ધરાવતી ‘કદદુ કા ભરતા’ નામની વાનગીમાં મુખ્યત્વે કઈ વસ્તુ વપરાય એ જણાવો. આ વાનગી રાજસ્થાનમાં ખૂબ લોકપ્રિય છે.

અ) કલોંજી બ) કલિંગર ક) કોળું ડ) રતાળુ

ગુજરાત મોરી મોરી રે
વીસમી સદીના વૈશ્ર્વિક માનવીને ચરિતાર્થ કરતી ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના સર્જકનું નામ જણાવો. આ નવલકથાને જ્ઞાનપીઠ એવૉર્ડ મળ્યો હતો.
અ) પન્નાલાલ પટેલ બ) ચુનીલાલ મડિયા

ક) મનુભાઈ પંચોળી ડ) ઝવેરચંદ મેઘાણી

જાણવા જેવું

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઇલ્સ ભારતનાં મધ્યયુગીન ભાતીગળ કાપડ અને વસ્ત્રોનું અમદાવાદ ખાતે આવેલું મ્યુઝિયમ છે. ભારતનાં ટોચનાં મ્યુઝિયમોમાં તેનું સ્થાન છે. અહીં ૧૯મી સદીના મધ્યકાળના અમદાવાદની શૈલીનું સુશોભન અને ખાસ કરીને ઈંટની દીવાલો પર છાણનું લીંપણ છે. તેનો ખાસ ફાયદો એ છે કે અહીં માંકડનો ઉપદ્રવ થતો નથી.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૯૧ વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ભારતે રનના સૌથી નજીવા તફાવતથી કઈ ટીમ વિરુદ્ધ વિજય મેળવ્યો હતો એ યાદશક્તિ ઢંઢોળી જણાવો.

અ) પાકિસ્તાન બ) ન્યૂ ઝીલેન્ડ ક) શ્રીલંકા ડ) ઓસ્ટ્રેલિયા

નોંધી રાખો

જીવનના ઉધાર પાસાને ઓળખી વિવિધ અનુભવોમાંથી પસાર થઈ જ્ઞાન મેળવી શિથિલતાની ફરિયાદને હાંસિયામાં ખસેડી દેવાની કળા શીખી લેવી જોઈએ.

માઈન્ડ ગેમ
વિજ્ઞાન સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે.
Ornithology નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) ઘરેણાં બ) પક્ષી

ક) વનસ્પતિ ડ) વણાટકામ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ફડિયા અનાજનો વેપારી
ફડશ ચીરી
ફતવો આદેશ
ફરજંદ સંતાન

ફરેબ છેતરપિંડી

ગુજરાત મોરી મોરી રે

માણસ નામે ગુનેગાર

ઓળખાણ પડી

બિહાર

માઈન્ડ ગેમ

Anesthetist

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

કેનબેરા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) અતુલ જે. શેઠ (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) હર્ષા મહેતા (૨૩) તાહેર ઔરંગાબાદવાલા (૨૪) ભાવના કર્વે (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) અબદુલ્લા એફ મુનીમ (૨૭) કલ્પના આશર (૨૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૯) મહેશ દોશી (૩૦) અંજુ ટોલિયા (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) દિલીપ પરીખ (૩૩) રજનીકાંત પરીખ (૩૪) સુનીતા પટવા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) નિતિન બજરિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) સુરેખા દેસાઈ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) અરવિંજ્ઞદ કામદાર (૪૨) જગદીશ ઠક્કર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) હિનાબેન દલાલ (૪૬) રમેશ દલાલ (૪૭) ધીરેન્દ્ર ઉદ્દેશી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button