ફોકસ પ્લસ : ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવું જોઈએ? | મુંબઈ સમાચાર

ફોકસ પ્લસ : ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવું જોઈએ?

રાજકુમાર `દિનકર’

વર્ષોથી આ ચર્ચા ચાલતી આવી છે કે અઠવાડિયામાં એક કે બે દિવસનો ઉપવાસ કરવો જોઈએ અને ઉપવાસમાં ખાધેલી વાનગીઓથી વજન ઓછું થઈ શકે છે? હમણા જ એક શોધમાં એમ જોણવામાં આવ્યું છે કે, ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ સ્વસ્થ જીવન માટે ફાયદાકારક બની શકે છે.

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે?

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, એ ઉપવાસ કરવાની એવી રીત છે કે, જેમાં ન તો આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે અને ન તો એક જ જાતનું ડાયટ ફોલો કરવું પડે છે. એક નિશ્ચિત સમયે જ ભોજન કરવાનું હોય છે. આ ડાયટમાં અમુક સમયે હળવું ખાવાનું હોય છે અને એક ખાસ સમયે જમવાનું હોય છે.

આપણ વાંચો: ફોકસ પ્લસ : જનરેશન ઝેડમાં ફેમસ ડુપ્લિકેટ પ્રોડકટસ

ફાયદા –

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ઘણા ફાયદા છે. એક ચોકકસ સમયે ભોજન કરવાથી વજન ઓછું થાય છે. બોડી ફેટ ઓછું થાય છે. પાચન ક્રિયા સરળ રૂપે થાય અને બીમારી થતી નથી.

  • રોજ એક નિશ્ચિત સમય પર ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
  • ત્વચાનો રંગ સાફ થાય છે. એંટી એજિંગ માટે આ ખૂબ જ અસરકારક રીત છે. આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ગળ્યા નાસ્તા, ખાંડ યુક્ત પદાર્થ , દૂધ, સફેદ બ્રેડ અથવા તળેલા પદાર્થો ખાવાથી ખીલ વધે છે. જ્યારે હેલ્ધી વાનગીઓ ત્વચાને સમયથી પહેલા વૃદ્ધ થતા અટકાવે છે.
  • ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી બોડી સેલ્સ પર સકારાત્મક પ્રભાવ પડે છે અને ઊંધ પણ સારી આવે છે.

    આપણ વાંચો: ફોકસ પ્લસ : શું તમે પણ તો નથી કરી રહ્યાં આ ભૂલ?

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બે રીતે કરી શકાય

16-8- આમાં 16 કલાકનો ઉપવાસ હોય છે અને 8 કલાકમાં તમે ખાઈ શકો. 16 કલાક સુઘી ખાવામાં કોઈ ઠોસ આહાર નથી લેવામાં આવતો. પાણી, ચા, કોફી, લીંબુ, નારિયેળ પાણી વગેરે લેવામાં આવે છે. ફાસ્ટિંગ અને ઈટીંગ વીન્ડો પોતાના રુટીન અને કાર્ય શૌલીને આધારે કરવો. જે 8 કલાકની ઈટીંગ વીન્ડો છે તેમાં ખાસ કરીને પોષણયુક્ત ખોરાક ખાવો.

5-2- આમાં પણ એક ભાગમાં ફાસ્ટિંગ અને બીજા ભાગમાં ખાવાનું હોય છે. આમાં બે દિવસ ફાસ્ટિંગ કરવાનું હોય છે અને બાકીના પાંચ દિવસ સ્વસ્થ્ય અને પોષણ યુકત આહાર લેવાનો હોય છે.

બે દિવસોમાં ફળ, દૂધ, દહીં, દાળ અને શાકભાજી ખાવા. આ બધા જ ઓછા કેલેરીવાળા ખોરાક શરીરને પોષણ આપે છે. જો તમે ઈચ્છો તો એક દિવસ ફાસ્ટિંગ અને બીજા દિવસે ખાઈ શકો છો.

આપણ વાંચો: ફોકસ પ્લસ : સ્ટ્રેચમાર્કને પણ સ્વીકારો…

મહિલાઓ માટે કઈ રીતે ઉપયોગી હોર્મોનલ સંતુલન –

આ ફાસ્ટિંગથી હોર્મોન્સ બરાબર રીતે સંતુલિત થાય છે જેનાથી પીસીઓએસ જેવી સમસ્યાઓથી આરામ મળે છે. પાચન ક્રિયા પૂરી થઈ જાય એટલે પેટ ફુલેલુ નથી લાગતું અને પાચન સંબંધી બધી જ મુશ્કેલીઓથી રાહત મળે છે. સ્ટે્રસને કારણે શરીરમાં સોજા આવે છે તે આ ફાસ્ટિંગથી દુર થાય છે.

બધુ જ મળીને વજન ઓછું કરવા કરતાં શરીરમાં ઈનસ્યુલીનનું પ્રમાણ ઓછું હોવું, કાર્બોહાઈડે્રટની માત્રાનું સંતુલન હોવું, અને ટાઈપ -2 ડાયાબિટીઝના જોખમને ઓછું કરવું જેવા લાભ આ ફાસ્ટિંગથી મળે છે.

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એક ફાસ્ટિંગ જ નથી પરંતુ એક જીવનશૈલી છે. જો તમને ડાયાબીડીઝ હોય તો તમારે ડોકટરની સલાહ લઈને જ ફાસ્ટિંગ કરવું. તમારી જીવનશૈલીમાં નિરંતરતા હોવી જોઈએ. તમે તમારી હેલ્થ મુજબ અને ડોકટરની યોગ્ય સલાહ લઈને આ ફાસ્ટિંગનો લાભ લઈ શકો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button