ફોકસ : લઘુગ્રહ કેટલા મહત્ત્વના!

- અપરાજિતા
સાલ 2006માં જ્યારે પ્લૂટો ગ્રહનું પદઘટન થયું, ત્યારથી વૈજ્ઞાનિક સમુદાય અને ખગોળિય વિષયો પર રુચિ રાખવાવાળા સમુદાયોએ મળીને 30 જૂનને લઘુગ્રહ દિવસ મનાવવાનો શરૂ કર્યો છે. આ કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય દિવસ નથી, સમાન રુચી ધરાવતા વૈજ્ઞાનિકો, મીડિયા કર્મચારીઓ, વૈજ્ઞાનિક પ્રકશન ગ્રહો અને સોશિયલ નેટવર્કમાં સક્રિય લોકોનો ગ્રહોના અભ્યાસ પ્રત્યે ઉત્સુકતાનો એક સમૂહ છે. તેથીજ લઘુગ્રહ અથવા ડ્વોર્ફ પ્લેનેટ ડે ને લઈને કોઈ કાર્ય યોજન્ાા કે કોઈ લક્ષ્ય નથી હોતું. આને માત્ર ગ્રહોના અભ્યાસ દિવસ તરીકે ચિનહિત કરવામાં આવેલ છે આની કોઈ નિશ્ચિત થીમ નથી હોતી તે ઉપરાંત 2025ની થીમ – `સૌર મંડળની નવી ઉત્પત્તિઓ અને છુપાયેલી નવી શોધો’ ની આજુબાજુ ઘેરાયેલી છે. ખાસ કરીને ટ્રાંસ-નેપ્ચ્યુનિયન બોડીઝની ખોજ દ્વારા. આ બધા બિંદુ મળીને માનવ સમાજમાં વિજ્ઞાન, શિક્ષા,સમજ અને કલ્પનાને એક નવી દિશા આપે છે. લઘુગ્રહ જેમને એસ્ટેરોયડ પણ કહેવાય છે તેને માટે જાણવું એ ખરેખર બ્રહ્માંડને સંપૂર્ણપણે જાણવું.
પૃથ્વીની રક્ષા
આપણે જાણીયે છીએ કે લઘુગ્રહો પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીક જાય છેે. જો આપણને તેમની ગતિ અને રસ્તાની જાણ થાય તો ભવિષ્યમાં કોઈ લઘુગ્રહ જો પૃથ્વીને અથડાવાની સ્થિતિમાં હોય તો આપણે તેનો રસ્તો બદલવાનું વિચારી શકીયે.
સૌરમંડળનો ઈતિહાસ જાણો
વાસ્તવમાં જેને આપણે લઘુગ્રહ કહીયે છીએ તે ખરેખર તો સૌરમંડળના શરૂઆતના દિવસોની વધેલી સામગ્રી છે. આને જાણવાથી આપણે સમજી શકીયે કે ગ્રહો કેવી રીતે બન્યા હશે, સાથે એમ પણ કે સૌરમંડળની રચના કઈ રીતે થઈ હશે અને ધરતી પર જીવન માટે જરૂરી તત્ત્વો કયાંથી અને કઈ રીતે પહોંચ્યા હશે.
ખગોળિય ખાણકામ
અત્યાર સુધી એ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે ઘણા લઘુગ્રહોમાં બહુમૂલ્ય ધાતુ જેમકે પ્લેટેનિયમ, નિકલ અને સોના તેમજ પાણી ( હાઈડ્રોજન અને ઓક્સિજનના રૂપમાં) મોજૂદ હોય છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં માનવી પૃથ્વીના સંસાધનોનો ઓછા અથવા ખલાસ થઈ જવા બાદ પ્રયત્ન કરશે કે અંતરિક્ષમાં આવા સંસાધનો હાંસલ કરી શકે. તદ ઉપરાંત અંતરિક્ષ સ્ટેશનોને સપ્લાય દેવા માટે આ ખનિજોનો ઉપયોગ કરી શકાય છે. એક તરફથી આ પ્રયત્ન અંતરિક્ષ અર્થવ્યવસ્થા માટે એક નવો માર્ગ ખોલી શકશે.
ટેક્નોલોજીકલ વિકાસ અને જીવનની શોધ
છેલ્લાં ઘણાં વર્ષોથી મનુષ્ય આ લઘુગ્રહો પર ઘણા પ્રકારના મિશન મોકલવાની કોશિશ કરી રહી છે. ભવિષ્યમાં આને મોકલવાથી આપણી રોકેટ ટેકિનક તેમજ સ્વસંચાલિત રોબોટિક્સ નવી ઊંચાઈએ પહોંચશે. સાથે જ આ ગ્રહો દ્વારા વૈજ્ઞાનિકો એ જાણવા માટે સક્ષમ સાબિત થશે કે ધરતી પર જીવન કઈ રીતે નિર્માણ થયું ? વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે, આ લઘુગ્રહો દ્વારા જ ધરતી પર કાર્બોનિક પદાર્થ અને પાણી પહોચ્યું હશે, જેનાથી જીવન સંભવ થયું હશે. પરંતુ આ એક અનુમાન જ છે. ભવિષ્યમાં લઘુગ્રહોના વ્યાપક અભ્યાસથી એ અનુમાન પર વાસ્તવિકતાની મોહર લાગી શકે.
આપણ વાંચો: ક્લોઝ અપ : ન્યાયની દેવીના આ તે કેવા ન્યાય-અન્યાય?આરોપીના આ તે કેવા મુક્તિ-બંધન…?
અવકાશ સંશોધનમાંથી મદદ
ભવિષ્યમાં મનુષ્ય મંગળ ગ્રહ અને તેના આગળનાં મિશનો પર સર્ચ ઓપરેશન હાથ ધરશે. ત્યારે આ જ લઘુગ્રહને સ્ટોપિંગ પોઈન્ટ' અથવા
ફ્યૂલ સ્ટેશન’ તરીકે ઉપયોગ થઈ શકે છે.