ક્લોઝ અપ – ઈમોજી : લયબદ્ધ લાગણીનાં કેવાં સચોટ છે આ મસ્તીખોર સિમ્બોલજી…!

ભરત ઘેલાણી
એનાં પર નજર પડતા જ તમારા હોઠ પર એક સ્મિત રમી જાય.. ચહેરો મરક મરક થઈ જાય સામેવાળી વ્યક્તિ શું કહેવા ઈચ્છે છે એ પળવારમાં તમારા સુધી પહોંચી જાય એવી સુપર સોનિક સ્પીડ ધરાવતાં એ ચિત્રાત્મક પ્રતીક છે ઈમોજી’! જે વાત વ્યકત કરતાં આપણને શબ્દો સૂઝે નહીં અથવા તો ઢગલાબંધ શબ્દપ્રયોગ કરવા પડે એ જ વાત- એ જ લાગણી આ ઈમોજી સરળતાથી-સચોટતાથી પેશ કરી શકે છે. એક થમ્બસ અપ- ધબકતું હાર્ટ કે પછી મૂંઝાયેલો પ્રશ્નાર્થ રૂપ ચહેરો કેટલાં બધા શબ્દોનો નિરર્થક વ્યય બચાવે છે. ઈમોજીનાં આવાં પ્રતીક ઈમોજીના આગમન પછી આપણી મેસેજ – સંદેશા લેવા-દેવાની ભાષામાં જાણે ક્રાન્તિકારી ફેરાફાર આવી ગયા છે. સોશિયલ મીડિયાની નેટવર્કિંગ સાઈટ્સ અને ખાસ કરીનેવોટ્સ ઍપ’ જેવી ઈન્સ્ટંટ મેસેજિંગ તેમજ ચેટ ઍપ- સર્વિસને કારણે ઈમોજીનો જબરજસ્ત ઉપયોગ વધી જતાં એની લોકપ્રિયતા પણ પ્રચંડ વધી છે. છેલ્લાંમાં છેલ્લાં આ વર્ષ-2025ના આંકડા ટાંકીએ તો વિશ્વભરમાં રોજના 6 અબજ ઈમોજીનું આદાનપ્રદાન થાય છે..! જી,હા… આ 6અબજમાં ફેસબુક’ અનેX’ (અગાઉ ટ્વિટર’) અને અન્ય ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર સૌથી વધુ વપરાતાં ઈમોજીમાં એક છે: હસતાં હસતાં રડતો અને બીજો છે : હાર્ટ સાથેનો ઈમોજી. હાર્ટ -હ્રદયવાળો ઈમોજીઈન્સ્ટાગ્રામ’ પર સૌથી વધુ પોપ્યુલર છે
આ ઈમોજી પ્રગટ્યાં કયાં અને કયારે?
વેલ, આવાં મોજીલાં ઈમોજીના ફ્લેશબેકમાં પણ થોડી લટાર મારીને એ પણ જાણી લઈએ…
હકીકતમાં આ ચિત્રાત્મક સંજ્ઞા-પ્રતીક ઈમોજીનો ઉદ્ભવ સૌથી પહેલા જપાનમાં થયો 1999માં. ઈમોજી' શબ્દ મૂળ જપાની છે. e એટલે પિકચર-ચિત્ર અને moji એટલે કેરેક્ટર-પાત્ર. મૂળ તો એક જપાની મોબાઈલ કંપની
ડોકોમો’ના આર્ટિસ્ટ શિગેતાકા કુરિતાએ 176 જેટલાં ચહેરાનાં ચિત્રો બનાવ્યાં, જેમાં માનવીય વેદના-સંવેદના જેવાં મનોભાવ ઉમેરાયાં એટલે એ બન્યાં ઈમોજી.
જેમ જગતભરની વિવિધ ભાષાના નવા નવા શબ્દો દર વર્ષે ` ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્ષનેરી’માં પ્રવેશે છે એ જ રીતે, નવા ઈમોજી પણ વપરાશમાં ઉમેરાય છે. બે વર્ષ પહેલાં -2023 સુધીમાં કુલ ઈમોજીની સંખ્યા પહોંચી હતી 3633, જે આજે 2025ના આ પ્રથમ 7 મહિના સુધીમાં નવાં ઈમોજી સાથે એ સંખ્યા પહોંચી છે 3790 સુધી !
બીજી તરફ, જેમ શબ્દકોશમાં નવા શબ્દો ઉમેરાતા જાય તેમ અમુક જૂનાં શબ્દોનો વપરાશ ઘટતો જાય અને લગભગ મૃતપ્રાય: બની જાય એવું જ ઈમોજીનું છે. પાંચ વર્ષ અગાઉ જે પોપ્યુલર હતાં એ આજે લગભગ ઝડપથી ભૂલાઈ રહ્યા છે…
આમાં બદલાતી પેઢીની પણ પસંદગી કામ કરતી હોય છે, જેમકે 1981 થી 1996 વચ્ચે જન્મેલા મિલ્લેનિઅલ્સ ‘ પેઢીના ગણાય છે. (જનરેશન Y ‘ ) એમની પછી 1997થી જન્મેલા આજે જનરેશન ઝેડ’ કહેવાય છે એટલે આ પેઢીએ અગાઉ લોકપ્રિય ગણાતાં કેટલાંક Y પેઢીના ઈમોજીને નાતબહાર પણ મૂકી દીધાં છે. ઉદાહરણ તરીકે, ખડખડાટ હસતો અને સાથોસાથ બન્ને આંખથી અશ્રુ ટપકાવતા ઈમોજીને આજનીજનરેશન ઝેડ’ ખાસ વાપરતી નથી. એમને આ ઈમોજી સાવ સિલી મૂર્ખ અને મંદબુદ્ધિ લાગે છે..! મજાની વાત કહો કે વિધિની વક્રતા કહો, આ જ ઈમોજી આજે સૌથી વધુ લોકપ્રિય છે!
આ પણ વાંચો…ક્લોઝ અપ : ન્યાયની દેવીના આ તે કેવા ન્યાય-અન્યાય?આરોપીના આ તે કેવા મુક્તિ-બંધન…?
જો કે, આ બધા વચ્ચે એક ઈમોજી સમાચારમાં બહુ ચમક્યો હતો. એ હતો ઈમોજીનો પીગળતો ચહેરો. આ મેલ્ટિંગ ફેસ ઓફ ઈમોજી’. આ ઈમોજી ફેસના સર્જક છેગૂગલ’ સાથે સંકળાયેલાં જેનિફર ડેનિયલ અને નેધર્લેન્ડ યુનિવર્સિટી’ના નીલ કોહન. પોતે સર્જેલાં પીગળતા ઈમોજીનું પૃથક્કરણ કરતાં એ બન્ને એક્સપર્ટ કહે છે કે છેલ્લાં ચાર પાંચ વર્ષમાં જગતે કોરોનાની જે મહામારી ભોગવી એની વ્યથાનો સાક્ષી છે આપીગળતા ફેસવાળો’ ઈમોજી. એના ચહેરા પર ઈમોજીમાં જોવાં મળે એવું અર્થસભર હાસ્ય સાથે ગ્લાનિ પણ છે. માત્ર કોવિડ જ નહીં, આ `મેલ્ટિંગ ફેસ’ અત્યારે પ્રદૂષણને લીધે પલટાતી ઋતુએ જે દુર્દશા કરી છે એનો પણ યથાર્થ ચિતાર આપે છે
મનોરંજનના જગતમાં હમણાં કોરિયન ફિલ્મો- વેબ શો અને ત્યાંના BTS બેન્ડ ગાયકોનાં પોપ સોંગ્સ બહુ ઝડપથી લોકપ્રિય બની રહ્યાં છે. BTSના શ્રોતા-ચાહકો BTS માટે પર્પલ કલર હાર્ટ – જાંબલી રંગનું ઈમોજી વાપરે છે…
આ K ફેકટરને લીધે ત્યાંથી ઉદભવેલું ફિગર હાર્ટ' ઈમોજી પણ વિખ્યાત થતું જાય છે.
ફિગર હાર્ટ’ ઈમોજી દક્ષિણની ફેમસ હીરોઈન રશ્મિકા મંદાના જાહેરમાં – ખાસ કરીને એરપોર્ટ અને પ્રોગ્રામ્સમાં પોતાના ચાહકો સમક્ષ બહુ વાપરે છે. એની લોકપ્રિયતા જોઈને હવે આપણી બોલિવૂડની અભિનેત્રીઓ પણ આ ઈમોજી વાપરતી થઈ ગઈ છે.!
આમ આવાં મસ્ત મસ્ત મસ્તીખોર ઈમોજીનો વિસ્તાર વધતો જાય છે. બધા જ પ્રકારની માહિતીનો સંગ્રહ માટે જેમ એન્સાઈક્લોપિડ્યાિ’ -જ્ઞાનકોશ હોય તેમ ઈમોજીની લોકપ્રિયતા જોઈને વિશ્વધોરણે ડિજિટલઈમોજીપિડિયા’ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જગતભરના ઈમોજીના ખબર-અંતર હોય છે. આ ઈમોજીપિડિયા’ સોશિયલ મીડિયાનો વ્યાપક સર્વે કરીને દર વર્ષેવર્લ્ડ ઈમોજી અવોર્ડસ’ પણ એનાયત કરે છે.
બાય ધ વે, મોટાભાગના ઈમોજીના ચહેરા પુષના જ કેમ છે?’ એવો ગણગણાટ શરૂ થયા પછી આ સ્ત્રી-પુષનો ભેદભાવ દૂર કરવા અને ઈમોજીમાંય હવે સ્ત્રીસશક્તીકરણ લાવવાગૂગલ’ વધુ ને વધુ સ્ત્રીલક્ષી ઈમોજી તૈયાર કરી રહ્યું છે !
આ પણ વાંચો…ક્લોઝ અપ : બ્રિટિશ રાજવી `લફરાં સદન’ નો આ સંસારી સાધુ હેરી આજકાલ કેમ ફરી સમાચારોમાં ગાજી રહ્યો છે?