ફોકસ: ડેટિંગ એપ્સ- ડિજિટલ જમાનામાં એક બીજાને મળવાનો સરળ ઉપાય

– લોકમિત્ર ગૌતમ
સંબંધોની દુનિયામાં મોડર્ન ડેટિંગ એપ્સ એક મહત્ત્વનો ભાગ છે. આ 21મી સદીના બીજા દાયકામાં દુનિયામાં સંબંધોના નિર્માણની પ્રકિયામાં ઘણું પરિવર્તન આવ્યું છે. પ્રેમપત્રો, પારિવારિક મિલન મેળાપો અને સામાજિક મેળાની જગ્યા જ્યારે મોબાઈલ સ્ક્રીન અને અલગ અલગ એપ્સએ લઈ લીધી છે. ટિંડર, બંબલ, હિંજ, ઓકે કુપિડ જેવા મોડર્ન ડેટિંગ એપ્સને લીધે સંબંધોમાં મોટી ઊથલપાથલ થઈ ગઈ છે. આ ટેક્નિકલ બદલાવ માત્ર અમેરિકા અને યુરોપ પૂરતા જ સીમિત નથી પરંતુ ભારત પણ પૂર્ણપણે આની ઝપેટમાં આવી ગયું છે જ્યાં સદિયો જૂની સાંસ્કૃતિક વિવિધતા અને જીવન જીવવાની મજબૂત વ્યવસ્થા છે,પરંતુ આજે ડેટિંગ એપ્સે સંબંધોની પારંપારિક દુનિયાને પૂર્ણ રીતે બદલીને રાખી દીધી છે.
આજે દુનિયાભરમાં લગભગ 37 કરોડ લોકો કે જેમાંથી સૌથી મોટી આબાદી યુવકોની છે જે વિવિધ પકારની ડેટિંગ એપ્સથી જોડાયેલા છે. ડેટિંગ એપ્સનું ચલણ એ રીતે વધી ગયું છે કે અમેરિકામા 30 ટકાથી પણ વઘુ વયસ્ક કોઈ ને કોઈ ડેટિંગ એપ્સનો ભાગ હોય. આ એપ્સની શરૂઆત તો બે અજનબીઓની વચ્ચે પ્રેમ સંબંધ વિકસિત કરવા માટે એક મધ્યસ્થ તરીકે થઈ હતી, પરંતુ આજે અલગ અલગ ડેટિંગ એપ્સ દોસ્તી, કેઝ્યુઅલ મીટિંગ, લગ્ન અને સેકસ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. દુનિયાભરમાં જે ડેિ ટંગ એપ ધૂમ મચાવી રહી છે તેનું નામ ટિંડર છે. સો કરતા વધુ દેશોમાં સક્રિય આ એપનાં એપ્રિલ 2025 સુધીમાં સાત કરોડ પચાસ લાખ નોંધાયેલા ઉપયોગકર્તાઓ હતા. બીજા નંબર પર બંબલ છે, જે વિશેષ રીતે મહિલાઓને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવી છે કારણકે આ એપમાં મહિલાઓને સંબંધ આગળ વધારવાની છૂટ છે. આ એપ પુરુષને કોઈ મહિલાની સાથે સંબંધ શ્થાપવા માટે પોતે નિર્ણય લેવાની છૂટ આપતું નથી. આ એપમાં માત્ર મહિલાઓ જ કોઈનો સાથ સ્વીકારી શકે અથવા અસ્વીકારી શકે. પુરુષોને આ આઝાદી નથી. ત્રીજી ફેમસ એપ હિજ છે, જે ગંભીર સંબંધો વિકસાવવા માટેની ટેગલાઈન સાથે ડિઝાઈન કરવામાં આવી છે. આ સિવાય લાખો સબસ્ક્રાઈબરની ક્ષમતા રાખવાવાળા એપ્સ છે જેમાં ઓકે કુપીડ, ગ્રિંડર અને પ્લેંટી ઓફ ફિશ ડેટિંગ છે. આ બધા જ સંબંધ બનાવવા માટેના એપ્સ અલગ અલગ લિંગ અને ઉમરના સમૂહને ધ્યાનમા રાખીને ડિઝાઈન કરવામાં આવી છે જેનો એક પરટીક્યુલર હેતુ છે.
આ પણ વાંચો: ફોકસ : લિવિંગ રૂમને નવા ઓપની સાથે રાખો કૂલ…
ભારતમાં સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટના પચાર સાથે જ ડેટિંગ એપની લોકપ્રિયતા સાલ 2015માં વધી અને એપ્રિલ 2015 સુધી દેશમાં સાડા ચારથી પાંચ કરોડ લોકો આ ડેટિંગ એપના ગ્રાહક છે. આમાંથી 65 ટકાથી વધુ 18 થી 35ની ઉંમરના યુવકો છે. ભારતમાં જે એપ ખૂબ જ સક્રિય છે તેમાં પહેલા બે સ્થાન પર ટિંડર' અને
બંબલ’નો કબ્જો છે. ભારતના લગભગ બધાં જ શહેરોમાં ટિંડર'ની બોલબાલા છે, તો
બંબલ’ હિંદી, મરાઠી અને તામિલ જેવી ભાષાઓમાં પણ ચેટની સુવિધા આપે છે. આના સિવાય ભારતમાં જે એક એપ ખૂબ ચાલે છે, તેમાં એશ્લે’ આ ખાસ કરીને તે લોકો માટે બનાવવામાં આવી છે જે વિવાહ કરવાની આશા સાથે સબંધ વધારવાનો પ્રયત્ન કરે છે અનેટ્રુલી મેડલી’ એક એવી એપ છે જે ખાસ કરીને માત્ર ભારતિય લાકોને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. જ્યારે બીજી એક એપ જેનુ નામ `ક્વેક કવેક’ છે જે ભારતના બીજા કે ત્રીજા દરજ્જાનાં શહેરોમાં સક્રિય છે.
સૌથી વધારે ભારતમાં અને દુનિયામાં લોકો ટિંડર'નો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં આ જ એપને સૌથી વધારે ઙાઉનલોડ કરવામાં આવે છે.
બંબલ’ શહેરી મહિલાઓમાં સૌથી લોકપ્રિય છે અને `ટિંડર’ ખાસ કરીને સમલેંગીક લોકો વચ્ચે મિત્રતા વધારવા માટે એક સેતુનું કામ કરે છે. ડેટિંગ એપની લોકપ્રિયતા એટલા માટે વધે છે કારણકે, આમાં સુરક્ષા અને સિક્રેટ રાખવાની વ્યવસ્થા હોય છે. આના લોકપિયતાનું હજી એક મોટું કારણ એ છે કે, આમાં રિજનલ અને સ્થાનિય ભાષાઓની સપોર્ટ સિસ્ટમ પણ છે અને સૌથી મોટી વાત એ છે કે, આમા ખાસ પકારનું યૂઝર ઈન્ટરફેસ હોય છે કે જે આ પુરી વ્યવસ્થાને વાસ્તવિક વ્યવસ્થાનો આભાસ કરાવે છે.
આ પણ વાંચો: ફોકસ: ઈરાની સિનેમા હોલિવૂડથી કઈ રીતે અલગ પડે છે?
સવાલ એ છે કે, આખરે આ મોડર્ન એપની આપણા જીવન પર કઈ રીતે અસર પડે છે. આ એપના કારણે હવે બે યુવા લોકોનું મળવું ખૂબ જ સરળ અને સુરક્ષિત થઈ ગયું છે. પહેલા માત્ર ગણ્યાં ગાઠ્યાં જ લોકો હતા જેમના જીવનમાં કોઈને મળવું, મિત્રતા વધારવી આ બધું એક લિમિટેડ ટાઈમ માટે જ સીમિત હતું પરંતુ હવે આ એપ દ્વારા હવે કોઈપણ મિત્રતા માટે અનુકૂળ સાથીની શોધ કરી શકે છે. `બંબલ’ જેવી એપ મહિલાઓને પહેલું પગથિયું રાખવાનો અધિકાર આપી એક સામાજિક સંતુલન સામે ઈશારો કરે છે. આ એપ દ્વારા જ્યારે તમે દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણાથી મિત્રતા કે પ્રેમને ગોતી શકે છે કારણકે આમાં ડેટા અનુરૂપ નિર્ણયો લેવામાં આવે છે કે જેમાં ભાવનાઓથી વધારે વ્યવહારિક વલણ અપનાવાય છે. આ એપ દ્વારા એવા પાર્ટનરની ખોજ કરે છે કે જેની આદતો, શોખ અને પોફેશન સરખા હોય છે.
આ એપમાં બધું જ સારું નથી પરંતુ થોડા માયનસ પોઈન્ટ પણ છે. જેમકે એપમાં દોસ્તી અને કમિટમેન્ટ જેવી કોઈ વસ્તુ નથી હોતી. સૌથી મોટી છેતરપિંડીની વાત એ છે કે, ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાનો ખોટો પ્રોફાઈલ બનાવી એક બીજાનો સંપર્ક કરે છે અને આવી રીતે તેઓ અપરાધને આમંત્રણ આપે છે. પર્સનલ ડેટા અને ચાટ લિંકની ચોરી થવા સાથે આ ડેટિંગ એપ દ્વારા બ્લેકમેઈલનું પણ જોખમ વધી ગયું છે. સાથે જ્યારે આ એપ કલ્ચર દ્વારા કોઈ તરફથી રિજેકશન આવે તો સહન પણ કરવું પડે અને આ અસફળતાનો જબરદસ્ત માનસિક આઘાત લાગે છે. ખાસ કરીને યુવાનોમાં આ સમસ્યા જોવામાં આવી છે.
આ પણ વાંચો: ફોકસ: નગરશેઠની પુત્રવધૂએ ગાડામાં છાણાં કેમ ભર્યાં?
પરંતુ આ એપે આપણા સંબંધોની દુનિયામાં જે છાપ છોડી છે તેને લીધે લવ મેરેજનું ચલણ ખૂબ જ વધી ગયું છે. માત્ર લવ મેરેજ જ નહીં પરંતુ ઈન્ટરકાસ્ટ સંબંધો પણ વધી ગયા છે. પારંપારિક પરિવારોમાં પણ ધીરે ધીરે આવા સંબંધોને સ્વીકૃતિ અપાય છે. હજી ભારતનાં નાનાં શહેરોમાં આ એપનો પ્રભાવ જોવા નથી મળતો. પરંતુ એક વાત તો નક્કી જ છે ક્ે, ભારત જેવા દેશમાં આવી ડેટિંગ એપનું ભવિષ્ય ઉજ્જવળ છે. આવી એપ એ પોતાની ટેકનિક, નીતિ અને સંવેદનશીલતાને હંમેશાં અપડેટ રાખવી પડશે એટલે કે , તેમણે એેઆઈ આધારિત કાઉંસેલિંગ ટીચર્સની શરૂઆત કરવી પડશે, ફેક પ્રોફાઈલને રોકવી પડશે, ઓળખ જમાવવા માટે ઈમાનદાર ટૂલ્સ વિકસિત કરવા પડશે. જો આવી સુવિધાઓ સાથે એપને અપડેટ કરવામાં આવશે તો આવી એપનું ભવિષ્ય ખૂબ સુંદર છે.