કરિયર: ક્રિપ્ટો એનાલિસ્ટ એક ઉજ્વળ ભવિષ્ય | મુંબઈ સમાચાર
વીક એન્ડ

કરિયર: ક્રિપ્ટો એનાલિસ્ટ એક ઉજ્વળ ભવિષ્ય

  • નરેન્દ્ર કુમાર

ભારતમાં ક્રિપ્ટો એનાલિસ્ટ બનવું એ એક ઉજવળ ભવિષ્યની નિશાની છે, ખાસ કરીને જયારે દેશ અને દુનિયા ડિજિટલ અસેટ્સ ,બ્લોકચેન ટેકનોલોજી અને વેબ 3.0 ની તરફ આગળ વધી રહી હોય.

ક્રિપ્ટો એનાલિસ્ટ એટલે ?

ક્રિપ્ટો એનાલિસ્ટ એટલે જે વ્યક્તિ ક્રિપ્ટો કરંસી જેવા કે, ઈથેરમ વગેરેના મૂલ્યના ઉતાર-ચડાવ માર્કેટ ટે્રંડસ અને બ્લોકચેન ડેટાનું વિશ્લેષણ કરે છે. કિપ્ટો એનાલિસ્ટનું કાર્ય પોતાના ઈનવેસ્ટરને ડેટા આધારિત સલાહ આપવાનું છે અને તેમના દ્વારા લેવાતાં જોખમોનું મુલ્યાંકન કરવાનું હોય છે. આની સાથે ક્રિપ્ટો એનાલિસ્ટ પોર્ટફોલિયો મેનેજ કરવામાં પણ સહયોગ આપે છે. એમ તો ભારતમાં ક્રિપ્ટો કરંસીને કોઈ કાનૂની દર્જો નથી મળ્યો, પરંતુ આને વર્ચ્યુઅલ ડિજિટલ અસેટના રૂપમાં મહત્ત્વ અપાયું છે. તેથી જ ક્રિપ્યો એનાલિસ્ટ તરીકે કેરિયર બનાવવું એ ફાયદામંદ છે અને આવનારા દિવસોમાં આની માગ વધવાની સંભાવના છે.

કેરિયર ગ્રોથની સંભાવના

ક્રિપ્ટો અને બ્લોકચેન ટેક્નોલોજી અત્યારે તેના પાથમિક ચરણમાં છે. પરંતુ જ્યારે જ્યારે વેબ 3.0 અપનાવવામાં આવશે તેમ લોકોમાં ડિજિટલ કરંસીને લઈને વિશ્વાસ વધશે. આની સાથે ઈન્વેસ્ટરોની પણ સંખ્યા વધશે અને માર્કેટમાં બીજા ક્ષેત્રોની જેમ જ આ ક્ષેત્રમાં પણ નવા સ્ટાર્ટઅપ પણ ચાલુ થશે. ત્યારે ક્રિપ્ટો એનાલિસ્ટની માગ આજના મુકાબલે ઘણી વધારે હશે.

કયાંથી ભણતર મેળવવું?

હાલમાં ભારતમાં ઘણી ઓછી વિશ્વવિદ્યાલયો છે કે જે ક્રિપ્ટો કે બ્લોકચેનમાં ડિગ્રી આપે છે. પરંતુ ઘણી સંસ્થાઓ છે કે જે સર્ટ્રિફિકેટ કોર્સ પ્રોવાઈડ કરે છે જેમકે ,

  • આઈઆઈટી કાનપુર, અહીંથી બ્લોકચેન ટેકનોલોજીમાં શોર્ટ ટર્મ કોર્સ થાય છે.
  • આઈઆઈટી હૈદરાબાદ, અહીંથી બ્લોકચેન

સટિફિકેટ કોર્સ કરી શકાય. તેમજ ક્રિપ્ટો અને બ્લોકચેનમાં સર્ટિફિકેટ કોર્સ નેસકોમ અને આઈબીએમ પણ કરાવે છે. આની માટે જરૂરી શૈક્ષણિક યોગ્યતા ગ્રેજ્યુએટની હોવી જરૂરી છે. જેમકે, વાણિજ્ય કે કમ્પ્યુટર સાયન્સ કે મેથ્સ કે ફાઈનાન્સ ઓફ બ્લોકચેન ટેકનોલોજી કોર્સ કરવાના યોગ્ય હોય છે.

નોકરીની તક

ક્રિપ્ટો એનાલિસ્ટના રૂપમાં તમને ક્વાઈન ડીસીએકસ , વજીરએક્સ , ક્વાઈન સ્વિચ કુબેર, બિનાસે અને ઓકેએકસ જેવા ક્રિપ્ટો એક્સચેંજમાં નોકરી મળવાના ભરપૂર ચાન્સ છે. આની સાથે જ ક્રિપ્ટો રિસર્ચ ફર્મ જેવા – મેસારી, જેન એનાલિસિસ તેમજ ગ્લાસનોચ જેવી ક્રિપ્ટો રિસર્ચ ફર્મમાં નોકરી મળી શકે છે. આ વિદેશી કંપનીઓ છે પરંતુ ભારતમાં પોતાની ઘણી બ્રાંચ છે.

અંદાજિત પગાર

બ્લોકચેન એનાલિસ્ટ અથવા ક્રિપ્ટો એનાલિસ્ટને શરૂઆતમાં 4 લાખથી 8 લાખ રૂપિયાનું એન્ચુઅલ પેકેજ વાળી નોકરી આરામથી મળી જાય છે. તેમજ 2 થી 4 વર્ષના અનુભવવાળાને એન્યુઅલી 10 થી 18 લાખ રૂપિયાના પેકેજ આરામથી મળી જાય છે. 5 વર્ષથી વધારેના અનુભવ પછી આ ફિલ્ડમાં માસ્ટરી આવ્યા બાદ 30 થી 40 લાખના પેકેજવાળી નોકરી આરામથી મળી શકે.

ભારત ધીરે ધીરે ક્રિપ્ટો અને બલોકચેનને અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા દ્વારા સેંટ્રલ બેંક, ડિજિટલ કરંસી એટલે કે, સીબીડીસીની શરૂઆત કરી ચૂકી છે અને સંસદમાં બ્લોકચેન ટેકનોલોજી પર ઘણી વાર થયેલી ચર્ચા એ સંકેત આપે છે કે, જલદી આ ક્ષેત્રમાં ભારતમાં વિકાસ અને વિસ્તારની નવી સંભાવનાઓ લહેરાશે. તેથીજ ક્રિપ્ટો એનાલિસ્ટ બનવું એ ભારતમાં ખૂબ જ લાભદાયક કેરિયર વિકલ્પ છે. એમ તો આ ફિલ્ડ અત્યારે વિકસિત થઈ રહ્યું છે અને આમાં શરૂઆતમાં જોખમ જ છે. પરંતુ જે લોકો ટેકનીકી , નિવેશ અને ડેટા એનાલિસ્ટમાં રુચિ ધરાવે છે, તેઓ માટે આ ક્ષેત્ર ખૂબ જ લાભદાયક છે.


આ પણ વાંચો…કરિયર : AIનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button