ચીકુનું વૃક્ષ: 60 વર્ષ સુધી કરી શકે છે આર્થિક મદદ

ચીકુ જેને ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ સેપોટા અથવા સેપોડિલા પણ કહેવામાં આવે છે. લેટિન અમેરિકાથી ભારતમાં આવેલુ આ એક એવું ફળ છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ ખેડૂતોને આર્થિક મદદ માટે પણ આ સારો વિકલ્પ છે.
એક વખત ચીકુનું ઝાડ વાવ્યા પછી તે 40 થી 60 વર્ષ સુધી ફળ આપે છે. તે ત્રીજાથી ચોથા વર્ષની વચ્ચે ફળ આપવાનું શરૂ કરે છે અને છઠ્ઠાથી સાતમા વર્ષે તેની સંપૂર્ણ ક્ષમતા સાથે ફળ આપવા લાગે છે.
એક પરિપક્વ ચીકુનું ઝાડ 150 થી 300 કિલો ફળ આપે છે અને હાલમાં બજારમાં ચીકૂનો સરેરાશ ભાવ રૂ. 40 થી 50 પ્રતિ કિલો છે અને એક હેક્ટરમાં 150 થી 200 ચીકૂના ઝાડ સરળતાથી વાવી શકાય છે. દર વર્ષે એક ખેડૂત 6 થી 8 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. આ માટે, તેની યોગ્ય સાર સંભાળ પણ જરૂરી છે.
સરળ છે ચીકુની ખેતી
ચીકુની ખેતી અન્ય ફળની ખેતી કરતાં સહેલી, ઓછી ખર્ચાળ છે અને અન્ય ઘણાં ફળોના ઝાડ કરતાં ઓછી કાળજી માગે છે. ભારતમાં ચીકુની ખેતી મોટાભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે, ત્યારબાદ કર્ણાટકના બેલગામ અને ધારવાડ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારો, તમિલનાડુમાં ચેન્નાઈની આસપાસના કાવેરી ડેલ્ટા વિસ્તારો અને ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ થાય છે. જ્યાં સુધી ઉત્તર ભારતમાં ચીકુની ખેતીની શક્યતાઓનો સવાલ છે, તે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં છે. આ રાજ્યો ચીકુ માટે સંપૂર્ણપણે નવા બજારો બની શકે છે. જ્યાં સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે, ગોરખપુર, બલિયા અને દેવરિયા. હરિયાણાના મહેન્દ્રગઢ અને ફરીદાબાદ, બિહારના ભોજપુર અને બક્સર, રાજસ્થાનના કોટા અને ઝાલાવાડ અને પંજાબના ફાઝિલ્કા, મુક્તસર સાહિબ, ભટિડા અને માનસામાં પણ તેની ખેતી કરી શકાય છે, જ્યાં મહત્તમ તાપમાન માત્ર 40-41 ડિગ્રી સુધી પહોંચે છે. જ્યારે અમૃતસર, ગુદાસપુર, હોશિયાપુર અને પઠાણકોટ જિલ્લામાં આ શક્ય નથી, કારણ કે અહીંનું તાપમાન શિયાળામાં 2 ડિગ્રીથી નીચે જાય છે.
આ પણ વાંચો…રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ
ચીકુનો ઇતિહાસ
મૂળ મધ્ય અમેરિકા એટલે કે મેક્સિકો અને બેલીઝમાંથી આ ફળ કદાચ 16મી-17મી સદીમાં સ્પેનિશ અથવા પોર્ટુગીઝ દ્વારા ભારતમાં આવ્યું હતું અને શરૂઆતમાં તે માત્ર સુશોભન છોડ તરીકે ઉગાડવામાં આવ્યું હતું. પરંતુ ધીરે ધીરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી અને આજે તે આ બે રાજ્યોના મુખ્ય વેપારી ફળોમાંનું
એક છે. સેપોટાનું બોટનિકલ નામ મણિલકારા જાપોટા છે. તે સૈપોટેસી પરિવારનું છે અને મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અને કેટલાક ઉપ-ઉષ્ણકટિબંધીય આબોહવા પસંદ કરે છે.
સામાન્ય રીતે તેનું મનપસંદ તાપમાન 10 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે હોય છે. ચીકુના ઝાડમાંથી સારો પાક મેળવવા માટે, તેનું લોમ જમીનમાં વાવેતર કરવું જોઈએ, જેની પીએચ 6.0 – 8.0 હોવી જોઈએ. ઉનાળાની ઋતુમાં 15 થી 20 દિવસમાં એકવાર પાણી આપવું જોઈએ. જ્યાં સુધી તેની જાતોનો સંબંધ છે, ભારતમાં તેની સૌથી પ્રખ્યાત જાત કાલીપટ્ટી (ગુજરાત), ક્રિકેટ બોલ, પાલા, ડીએચએસ-1, પીકેએમ-1 છે.
સામાન્ય ખેડૂતો કેવી રીતે કરે ખેતી
ઉત્તર ભારતના સામાન્ય ખેડૂતો, જે ચીકુની ખેતી કરવા માગે છે, તેમણે એવી જગ્યાની પસંદગી કરવી જોઈએ જ્યાં તાપમાન 20 ડિગ્રી સેન્ટિગ્રેડથી 38 ડિગ્રી સેન્ટિગ્રેડ અથવા મહત્તમ 40 ડિગ્રી સેન્ટિગ્રેડ હોય. ચીકુ હળવી ઠંડી સહન કરે છે, પરંતુ જો શરદી થોડીક પણ તીવ્ર બને તો ઝાડ મરી જાય છે.
ચીકુની ખેતી માટે લોમ અને રેતાળ લોમ જમીન યોગ્ય છે. ઉપરાંત ચીકુની ખેતી માટે ડે્રનેજ સિસ્ટમ હોવી જરૂરી છે. 10 કિલો માટીનું પીએચ મૂલ્ય 6.5 થી 8 ની વચ્ચે સૌથી આદર્શ છે.
આ પણ વાંચો…વડના વૃક્ષને વાણિયાઓ સાથે કોઈ સંબંધ ખરો?
ખેતરને સારી રીતે ખેડવું જોઈએ
અને એક વિઘામાં 30 થી 40 ક્વિન્ટલ ગાયનું છાણ ઉમેરવું જોઈએ. દેશનો સૌથી મીઠો અને મનપસંદ ચીકુનો પાક કાલીપટ્ટી છે.
ચીકુના ઝાડનું વાવેતર જૂનથી જુલાઈના સમયગાળામાં એટલે કે ચોમાસાની શરૂઆતમાં કરવું શ્રેષ્ઠ છે. તેને રોપવા માટે 1ડ1 મીટરનો ખાડો બનાવવો જોઈએ. ચીકુના ઝાડના મૂળને સડવાથી બચાવવા માટે ખાડામાં ગાયનું છાણ, 50 ગ્રામ લીમડાની શીંગો અને થોડો ટ્રાઇકોડર્મા વગેરે નાખવો જોઈએ. સળંગ બે છોડ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 8 ફૂટ હોવું જોઈએ. એક એકરમાં માત્ર 60 થી 70 છોડ આરામથી ઊગી શકે છે.
પ્રારંભિક તબક્કે એટલે કે પ્રથમ એકથી બે વર્ષમાં, છોડને દર 10 થી 12 દિવસે પાણી આપવું જરૂરી છે. આ સમય એક વર્ષ પછી વધારી શકાય છે. જ્યારે ઝાડમાં ફૂલ અને ફળ આવવા લાગે, ત્યારે તેને નિયમિતપણે પાણી આપવું મહત્ત્વપૂર્ણ છે. આ માટે ટપક સિંચાઈ ખૂબ જ ફાયદાકારક છે.