કૅરિયર : સાઇકોલોજીને બનાવો તમારું શાનદાર ફિલ્ડ

- નરેન્દ્ર કુમાર
આજે માનસિક તણાવ અને સંબંધોમાં કડવાશ વધુ જોવા મળે છે. એને કારણે લોકો માનસિક બીમારીઓનો ભોગ બને છે. એથી સમાજમાં સાઇકોલોજિસ્ટ અને મનોવૈજ્ઞાનિકની જરૂર વર્તાવા લાગી છે. આપણા દેશમાં સામાન્ય ડૉક્ટરની સરખામણીએ મનોવૈજ્ઞાનિકની વધુ ડિમાન્ડ છે. એથી આ ક્ષેત્રે કૅરિયર બનાવવાની આ સુવર્ણ તક છે. સરકાર સિવાય ખાનગી ક્ષેત્ર પણ આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે રોકાણ કરે છે. આ જ કારણ છે કે આગામી દસ વર્ષમાં ભારતમાં સાઇકોલોજિસ્ટની જરૂર ખૂબ વધી જવાની છે.
આવો જાણીએ આ ક્ષેત્રે કૅરિયર બનાવવા માટે શું કરવું જોઈએ?
સાઇકોલોજીમાં કૅરિયર બનાવવા માગતા વિદ્યાર્થી જ્યારે 11 અને 12મા ધોરણમાં હોય ત્યારે જ તેને વિષયોની પસંદગી પણ ધ્યાન આપવું જોઈએ. સાઈકોલોજીમાં છ પ્રકાર હોય છે. ઉદાહરણ તરીકે ક્લિનિકલ સાઇકોલોજી, કાઉન્સિલિંગ સાઇકોલોજી,ઓર્ગેનાઇઝેશન સાઇકોલોજી, એજ્યુકેશન સાઇકોલોજી, સ્પોર્ટસ સાઇકોલોજી અને ફોરેન્સિક સાઇકોલોજી. આ તમામ ક્ષેત્ર એકમેકથી જુદા છે. સાઇકોલોજીના ક્ષેત્રે જવા માટે સાયન્સ સ્ટ્રીમની જરૂર હોય છે તો અમુકમાં આર્ટસમાં સ્ટડી કરીને પણ આ ક્ષેત્રે કરીઅર બનાવી શકાય છે.
સ્ટડી માટે અગત્યની સંસ્થા
ભારતમાં સાઇકોલોજીમાં કૅરિયર બનાવવા ઈચ્છતા લોકો માટે કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાનો છે.
બીએ અને એમએ સાઇકોલોજી માટે દિલ્હી યુનિવર્સિટી મહત્ત્વની છે.
મુંબઈમાં આવેલી ટાટા ઈન્સ્ટિટ્યુટ ફ સોશ્યલ સાયન્સ પણ અગત્યની છે. જ્યાં અપ્લાઈડ સાઇકોલોજી, ક્લિનિકલ સાઇકોલોજી અને કાઉન્સિલિંગ સાઇકોલોજીની સ્ટડી કરી શકાય છે.
કેટલી રહેશે સેલેરી?
બીએ અને બીએસસીની ડિગ્રી મેળવ્યા બાદ શરૂઆતમાં વીસથી પચીસ હજારના પગારની નોકરી મળે છે. એમએ-એમએસસી કરનારને સ્કૂલોમાં 30થી 40 હજાર રૂપિયાના પગારની નોકરી મળી જાય છે. તો કોર્પોરેટ ક્ષેત્રે 40થી 60 હજાર રૂપિયાની સેલેરી મળે છે.
ભારતમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સરકારી નોકરીઓના અવસર અઢળક છે.
કુલ મળીને જો તમને માનવ વ્યવહારને જાણવામાં રસ હોય, તમે ધૈર્યવાન અને સંવેદનશીલ હોવ તો સાઈકોલોજીમાં તમે ઉજ્જવળ કૅરિયર બનાવી શકો છો.
આ પણ વાંચો…કરિયર: ક્રિપ્ટો એનાલિસ્ટ એક ઉજ્વળ ભવિષ્ય