ફોકસઃ AI જનરેટેડ કલાકૃતિ: આનાં કોપીરાઈટનું શું?

-નરેન્દ્ર શર્મા
ઘણા દિવસોથી કલા જગતમાં એક વાત પર ચર્ચા થઈ રહી છે કે, એઆઈ જ્નરેટેડ કલાકૃતિઓ કોપીરાઈટના દાયરામાં આવવી જોઈએ? થોડા દેશો એવું ઈચ્છે છે અને અમુક દેશો એવું નથી ઈચ્છતા. ભારતમાં પણ આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ચાલો વિસ્તારમાં જાણીએ કે કોણ કોના પક્ષમાં છે.
હાલમાં મોટાભાગના દેશોમાં કોપીરાઈટ માત્ર માનવસર્જન કૃતિઓ પર જ લાગું થતું હતું. એવામાં જ્યારે કલા જગતમાં એઆઈ દ્વારા કૃતિઓ બનાવવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે, એઆઈ પોતે કોપીરાઈટના માલિક થઈ શકે છે? આખરે એઆઈ દ્વારા બનેલ કલાકૃતિઓના કોપીરાઈટના માલિક પોતે હોઈ શકે? આખરે એઆઈ દ્વારા બનેલ કલાકૃતિઓનો કોપીરાઈટ કોને આપવામાં આવશે?
થોડા લોકોનું એમ પણ માનવું છે કે, એઆઈ જનરેટેડ કોપીરાઈટનો અધિકાર માત્ર ને માત્ર જેણે તે કલાકૃતિઓ બનાવી છે, કે જેમણે તેમની રચનાત્મકતાને એક મક્કમ દિશા આપી છે, તેમને જ શ્રય મળવો જોઈએ. તેને સામાન્ય રીતે ડિજિટલ કલાકાર અને ડિઝાઈનર દ્વારા સમર્થન આપવામાં આવે છે. જેમકે ઓપન સોર્સ સમર્થક અને એઆઈ વિરોધી કલાકાર આના સખત વિરોઘી છે. તેઆનું માનવું છે કે, એઆઈ કોઈ આર્ટિફિશિયલ કલાકૃતિની રચના પોતે કરે છે. આમાં કોઈ બીજાનું યોગદાન નથી હોતું. તેથી જ આવી કલાકૃતિ જાહેર ડોમેનમાં હોવી જોઈએ જેથી આની પર કોઈને જ કોપીરાઈટ ન મળવો જોઈએ.
એક ત્રીજું જૂથ પણ છે કે જેમાં એઆઈ નીતિ ઉત્પાદક અને કાનૂની થિંક ટૈંક શામિલ છે. તેમનું માનવું છે કે, એઆઈ જનરેટેડ કલાકૃતિઓનો કોપીરાઈટ એઆઈ ટૂલ સંચાલક માનવી અને એઆઈ એટલે કે, યાંત્રિક ટેક્નોલોજી એમ બન્નેને આપવું જોઈએ. તેથી જ બન્નેને સંયુક્ત કૉપીરાઈટ મળવું જોઈએ. આવી રીતે એઆઈ જનરેટેડ કલાકૃતિઓ પર કૉપીરાઈટના મામલામાં દુનિયા લગભગ ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ છે.
આ પણ વાંચો…ફોકસ: સામૂહિક ઉત્સવ એટલે બોનાલૂ પર્વ
જો આ વિભાજનને અલગ દેશોના સ્તર પર જોઈએ તો અમેરિકાએ પોતાના યુએસ કૉપીરાઈટ ઓફિસ 2023માં ચોખ્ખુ કહ્યું હતું કે, એઆઈ દ્વારા જાતે બનાવેલ કલાકૃતિઓના નિર્માણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ઘણી હદ સુધી આ કૃતિઓનું સંપાદન જેણે કર્યું હોય તેમને જ આંશિક કોપીરાઈટ મળવું જોઈએ.
જ્યારે યુરોપમાં મોટેભાગે ઈંગ્લેન્ડમાં એ ચર્ચા છે કે, એઆઈ આર્ટને `નેબરિંગ રાઈટ’આપવામાં આવે એટલે કે, સંપૂર્ણ કૉપીરાઈટ નહીં પરંતુ થોડું નિયંત્રણ તેમને આપવું જોઈએ. જ્યાં સુધી ભારતનો સવાલ છે, ભારતનો કૉપીરાઈટ નિયમ 1957માં માનવ આધારિત થયો છે. જોકે જુલાઈ 2025 સુધી ભારતમાં એઆઈ રચિત કોઈ કલાકૃતિને કોઈ સ્વતંત્ર કૉપીરાઈટ આપવાનું કોઈ પ્રાધાન્ય નથી.
જ્યાં સુધી કલાકારોની પ્રતિક્રિયાનો સવાલ છે તો ભારતીય કલાકારોનો એક મોટો વર્ગ આના વિરોધમાં છે. આ વર્ગની માન્યતાઓ છે કે, એઆઈ આપણી કલાની ચોરી કરી તેને ડેટાના રૂપમાં પચાવી લે છે અને પછી પચાવેલી આપણી કલાના થોડા સસ્તા વિકલ્પ બનાવીને પાછું બનાવે છે. તેથી જ કલાકારોનો આખો વર્ગ એઆઈને કોઈ પણ પ્રકારની કૉપીરાઈટ આપવાના પક્ષમાં નથી. જોકે ડિજિટલ ક્રિએટર અને ગ્રાફિક ડિઝાઈનર એઆઈને એક સહયોગી ટૂલ માને છે અને તેઓનું માનવું છે કે, તેઓને પણ કૉપીરાઈટ મળે.
ભારતમાં `એઆઈ કલા અને બૌદ્ધિક સંપદા’ પર પહેલી વાર માર્ચ 2025માં દિલ્હીમાં એક આંતર્રાષ્ટ્રીય કાર્યશાળા પૂરી થઈ છે, પરંતુ હજી કોઈ પણ મુદ્દે નિર્ણય લેવાયો નથી.
આખરે આ સંબંધી એ વિચાર કરવામાં આવ્યો છે કે, એઆઈ અને માનવના ભાગીદારથી બનેલી કલા એક નવી વિદ્યા છે, પરંતુ તેની ઓળખ અને અધિકારો હજી નક્કી નથી થયા. આ કામને નક્કી કરવાનું બાકી છે અને આ કામ આજના કલા જગત માટે અગ્નિપરીક્ષાથી ઓછું નથી. એ સ્પષ્ટ છે કે, આ પ્રશ્નનો હલ માત્ર કાનૂન પાસે નથી, કલાકારોની સામૂહિક ચેતના અને નૈતિક વલણનો પણ આ જવાબમાં મહત્ત્વપૂર્ણ ભાગ રહેશે.
આ પણ વાંચો…ફોકસ પ્લસ : જનરેશન ઝેડમાં ફેમસ ડુપ્લિકેટ પ્રોડકટસ