વીક એન્ડ

આજે આટલું જ: અફડાતફડી

શોભિત દેસાઈ

બિહાર, મહારાષ્ટ્ર

‘એટલે જ તને કહેતા’તા કે હવે આ ઉમ્મરે નવાં પરાક્રમો જેવા કે બિહાર કે કોઈ પણ રાજ્યના ઈલેક્શન રિઝલ્ટ્સ તારી મેળે ઉપરતળે કરવાનું રહેવા દે… પણ માને તો તું શાનો? અરે ભૈ અમનેય પ્રશાંત મહાસાગરમાં તરતી નાવડી પર ભરોસો હતો દરિયાપારનો… પણ એ શરૂઆતમાં… રૂા.10,000/- વાળો ત્રાકડો ગોઠવાયો પછી તો આખો પ્રશાંત મહાસાગર જ અલોપ થઈ ગયો પૃથ્વીના ગોળા પરથી. અલા જે સંયુક્ત કુટુંબના ઘરના અડધા સભ્યોએ 500 રૂા.ની નોટ નથી જોઈ એ ઘરમાં જો ત્રણ સ્ત્રી હોય તો સીધા રૂા. 30000 એટલે શું?’

‘હારુ હવે, અમારી ભૂલ થઈ ગઈ બસ?’

‘એમ ન ચાલે. આની સજા રૂપે તારે ઈલેકશન જીતવાની કળા ઉપર એક નિબંધ લખીને આપવો પડશે. શું હમજ્યો?’

ઈન્સ્ટાગ્રામ પર આવી એક ક્લીપ જોવા મળી. તો સારું છે ને?! કશેક કોઈક રીતે તો કશુંક વ્યક્ત થઈ રહ્યું છે!

દરમિયાનમાં દિવાળી-બેસતું વરસ – ભાઈબીજ – લાભપાંચમ જેવા ભવ્યાતિભવ્ય ઉત્સવોય પસાર થઈ ગયા. તે મને આજે દેવદિવાળી ગયા પછી પણ આભમાં જુદી જુદી જગ્યાઓ કોઠી ફોડવાનું મન થયું છે. ફટાકડા વગરના સૂના આભમાં કદાચ એની ઈમપેક્ટ વરતાય…

આપણ વાચો: આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ…

(1)
હમણાં હમણાં દેશના અમુક ભાગમાં વીરલાઓએ જનમવાનું શરૂ કર્યું છે. ‘ખાન’ સરના નામે જાણીતા, અતિજાણીતા ભાઈને પૂછવામાં આવ્યું કે તમારી ગંજાવર હેસિયત પ્રમાણેની શૈક્ષણિક સંકુલો કાર્યક્ષેત્ર પટના કે બિહારમાંથી સ્થળાંતરિત થઈને કેરાલા કે મુંબઈ કે મહારાષ્ટ્રના અન્ય ભાગમાં જઈને કેમ નથી ખોલતા? જવાબમાં ખાનસર કહે છે: બિહારથી જવાનું મન જ નથી થતું. કમાલની આ માટી છે અને એક કરજ છે.

એક સાવ સાધારણ છોકરાને એટલે કે અમને બિહારે ખાનસર બનાવી દીધા. એટલે એક હાથમાં અમને કોઈ સ્વર્ગ આપે ને! અરે સ્વર્ગ તો બહુ નાની ચીજ છે, વૈકુંઠધામ પણ મળે ને તો મારે તો બિહાર જ છે વૈકુંઠધામ (એક મુસ્લિમ આમ બોલે છે…) એટલે અમે બિહાર ક્યારેય નહીં છોડી શકીએ. એ જમીન, એ માટી મારે એ ફક્ત માટી નથી મારા માથાનું તિલક છે.

એ માટી મારે મન પૂજા સ્થળ છે. સાવ નીચલામાં નીચલી કક્ષામાંથી હું આવું. મેં અનનસ કપાતા જોયું છે. અમે વિચારતા કે એક દિવસ પૈસા આવશે તો અમે આ ફળ ખાઈશું. અમને ત્યાંથી અહીં સુધી પહોંચાડ્યા છે આ માટીએ. આ કરજ આ જનમમાં તો નહીં ઉતારી શકીએ. ચાહે લાખ ઉણપ છે અમારા બિહારમાં. ઘણી બધી તકલીફો છે. ઘણું બધું છે. પણ અજબ ગજબનો લગાવ છે આ માટીમાં.

આપણ વાચો: આજે આટલું જ: આ આખું નાટક શા માટે?

(2)
સંપૂર્ણ શ્રેય જાય છે આનું ભાજપાને અને દેવેન્દ્ર ફડણવીસને. હસમુખ ગાંધીનો એક શબ્દ વાપરું તો ભ્રષ્ટાચારની ગંગોત્રી એવા એક ‘નેતા’ના સંતાનથી સાવ ‘ભૂલ’થી એક રૂા. 1800 કરોડની સરકારી જમીન સાવ ‘ભૂલ’થી ‘અવનવા’ શોર્ટકટ અપનાવીને સાવ ‘મફત’માં લેવાઈ તો ગઈ રૂા. 300 કરોડમાં અને સ્ટેમ્પ ડ્યૂટી ભરાઈ સરકારની ‘ભૂલ’ને લીધે માત્ર રૂા. 500/- વાત જાણમાં આવી શાસક પક્ષના અને તરત એમણે ફરમાન છોડ્યું આ ‘ભૂલ’ના વેપારને ઊલટાવવાનું અને સાથી પક્ષે એ કરવું જ પડે એમ હતું એટલે કર્યું.

માત્ર ડખો એક જ રહી ગયો કે છેવટના તારણ તરીકે સંતાનના નામને બદલે એના પાર્ટનરનું નામ ઉછળ્યું. આપણે પરમ સંતોષ એક જ કે આ તો બચ્યું હમણાં પૂરતું… આગળ જતાં આવું કૈ જાણમાં આવશે તો પાછા લખીશું. આપણે કાંડા કાપીને આપી દીધેલાં ભારતીયો છીએ. આપણે બીજું તો શું કરી શકવાના? દુષ્યંતકુમારના આ શેરમાંથી જાતને સાંત્વન આપી જ શકીએ…

આપણ વાચો: આજે આટલું જ : નવરાત્રિ અને આ નવ દિવસ

તું પરેશાન બહુત હૈ, તું પરેશાન ન હોં
ઈન ખુદાઓંકી ખુદાઈ નહીં જાનેવાલી
જે પ્રયત્નો થઈ રહ્યા ક્યારેક દેખાશે જરૂર
આ જ નહીં તો કાલ પણ આ દેશ બદલાશે જરૂર.

આજે બસ આટલું જ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button