વીક એન્ડ

આતંકવાદી બે પગા નહીં પણ ચો પગા હોય? આતતાયી માંકડને મારવા પરમાણુ બૉમ્બ ઝીંકવા દક્ષિણ કોરિયાના પ્રમુખને રાજુ રદ્દીનો અનુરોધ!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

“ગિરધરભાઇ. આ તો ફાટીને ધૂમાડે ગયા. રાજુ રદ્દી સ્વેટર મફલર લપેટી મારા ઘરમાં પ્રવેશ્યો. રાજુ ઠંડીજીવી છે. રાજુ માટે શિયાળો માનસિક અને શારીરિક છે. વર્તમાનપત્રમાં કાશ્મીરમાં હિમવર્ષા થઇ. અગર હિમાચલ પ્રદેશમાં ઠંડી વધી એવું વાંચે કે રાજુના શરીરમાં ઠંડીનું લખલખુ કે કમકમાટી આવી જાય! ભલે, ગુજરાતમાં રાત્રે ન્યુનતમ તાપમાન ચાલીસ ડીગ્રી સેલ્યિયસ હોય!

“રાજુ. કોણ ફાટીને ધુમાડે ગયું છે? મેં રાજુને પૂછયું.

“કોણ તે આતંકવાદી. આતંકી દેશ જેવા દેશમાં આતંકીઓ હાહાકાર મચાવે છે! રાજુ મૂળ મુદ્દા પર આવતા પહેલાં પ્રસ્તાવના ચ્યુંગમની જેમ ચગળે છે! બસ, આ રીતે પક્ષો જાતિગત વસ્તી ગણતરી, સનાતન ધર્મ ખતરામાં છે, ૨૦૫૦ની સાલમાં બહુમતી લઘુમતીમાં અને લઘુમતી બહુમતીમાં આવી જશે. આવી ઉન્માદી ધારણા કરનાર બાગેશ્ર્વર ધામના નામે તિકડમ પણ ચલાવતા હોય છે! રાજુ રદીએ કડવું સત્ય કહ્યું.

“રાજુ . આતંકવાદી સત્યનારાયણ કે રામકથા કરવા આવે નહીં!એ લોકો મેં ને બોમ્બ નહીં ફોડા, મેને શાંતિ નહીં તોડી તેવા આધ્યાત્મિક ભાવનાથી છલોછલ ભજન ગાવા પધરામણી ન કરી હોય! મેં રાજુને કહ્યું.

“ગિરધરભાઇ. લો , વાંચો સંખ્યા વધી ગઇ! આમ કહી રાજુએ ન્યૂઝ પેપરનું કટિંગ પકડાવ્યું.

“રાજુ. પશ્ર્ચિમ જર્મનીની ‘બાદેર મેંહોફ’ ટોળકી, જાપાનનું ‘રેડ આર્મી’, ઇટાલીની ‘રેડ બ્રિગેડ’, પોર્ટોરિકોની ‘ફાલ્ન’, પેલેસ્ટાઇનમાં ‘અલફતહ’ અને અન્ય સંગઠનો, ફ્રાન્સનું ‘ડિરેક્ટ ઍક્શન’ જૂથ, ભારતમાં ‘ખાલિસ્તાન કમાન્ડો દળ’, જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રંટ. તાલિબાન, લશ્કરે તોયબા અલ કાયદા અલ શબાબ બોકો હરામ, ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સીરિયા હિઝબુલ્લાહ, આઇએસઆઇ, જૈસે મોહમ્મદ સબસહારન, ઓસામા બિન લાદેન, અલજવાહરી, મોહમ્મદ હાફિઝ કુખ્યાત આતંકવાદી જૂથ કે આતંકવાદી સરગના છે. જે લિટરરી લોહીની નદી વહેવડાવે છે. દુનિયામાં ૯/૧૧ ,૨૩/૧૧ એ દર્દનાક આતંકવાદી ફિદાયન હુમલાના કણસી રહી છે! મેં વિશ્ર્વના સાંપ્રત દુશ્મન વિશે વિગતો શેર કરી.

“ગિરધરભાઇ. તમે જેની વાત કરી એ બે પગા આતંકવાદી છે. મારે તમને કંઇક અલગ પ્રકારના આતંકવાદીની વાત કહેવી છે! રાજુએ સેન્સેનલ વાત કહી.

“રાજુ. આતંકવાદી બે પગા નહીં, પણ ચાર પગા હોય એવું તારું કહેવું છે?’‘ મેં રાજુને પૂછયું.

“ગિરધરભાઇ. તમને મારા કથન પર ભારોભાર અશ્રદ્ધા હોય તો અમદાવાદના તૂટેલા ફૂટેલા ડિસ્કો રોડમાં પગ મૂકવા જેટલી સ્પેસ હોય તો આંટો મારી આવો. કોઇ રાજરાણીની માફક બેઠેલી ગાય, જયંત ખત્રીની વાર્તામાં આવતા હીરા ખૂંટની યાદ અપાવતા આખલા અને તેમના ફટાયા કુંવર- કુંવરીઓ રસ્તા પર અડિંગો જમાવી બેઠા હોય. કોઇપણનું આધાર કાર્ડ કે પાન કાર્ડ ચેક કર્યા સિવાય શનિની પનોતી કે રાહુકેતુની મહાદશા જોયા સિવાય શીંગડે ઉછાળે છે. અકારણ જીવલેણ પ્રહાર કરનાર ગાયમાતામાં બત્રીસ કરોડ દેવતા કેવી રીતે અને શું કામ વાસ, નિવાસ, અધિવાસ કરતા હશે? રાજુએ વેલીડ સવાલ કર્યો.
“રાજુ તારી વાત સાચી ન પણ હોય. આતંકી બે પગા હોય. ગદાર હોય. જેહાદના નામે, ખાલિસ્તાનના નામે લોકોના દિમાગમાં નફરત, ઉન્માદ, ખુન્નસનું ઝેર ભરી પોતાનો ઉલ્લું સીધો કરતા હોય છે. આતંકવાદીના લીડરો બે નંબરી ધંધા કરી કચીકલી જેવી છોકરી સાથે ઐય્યાશી કરતા હોય છે. એ બધું માન્યામાં આવે, પરંતુ ચોપગા એટલે આતંકવાદીએ ગળે ઉતરે એવો શીરો નથી!” મેં જોરદાર વિરોધ કર્યો.

“ગિરધરભાઇ.ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને માંકડને લેટિન ભાષામાં ‘સિમેક્સ લેક્ટૂલારિયસ’ કહે છે. માંકડનું અસ્તિત્વ સાડાત્રણ હજાર વરસ પહેલાનું છે! કેટલાક લોકો રામાયણમાં મંથરાને માંકડે ભરેલ ચટકાની બળતરા શમાવવા કૈકયીને રાજા દશરથ પાસેથી વરદાન લેવા ઉશ્કેરી હતી એમ ધોબીસમાજ કહે છે. જો કે એસીપી દયાને છાનબીન કરવા છતાં તેના પુરાવા મળ્યા નથી. અલબત્ આ કામ અક્ષયકુમારને એસાઇન થયું હોત તો રામસેતુ ફિલ્મની માફક અદસ્તાવેજી પુરાવા તફડાવી લાવ્યો હોત એમાં મિનમેખ નથી! માંકડ ઘરની અંદર રહેતો જીવ છે. માંકડ લાકડાના ફર્નિચર-ખાટલા, ખુરશી વગેરેની તિરાડો/સાંધામાં, ગાદલાં-ગોદડાંની ધારોમાં અને ભીંતોની તિરાડોમાં ભરાઈ રહે છે. તેમનો ખોરાક લોહી છે. તે મનુષ્યના બાહ્ય પરોપજીવી તરીકે તેના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે માંકડ કરડે છે ત્યારે અતિશય દર્દ થાય છે, પરંતુ એ દર્દ લાંબા સમય સુધી નથી રહેતું. માંકડ તેમની પાછળ કાળા ડાઘ છોડીને જાય છે જે હકીકતમાં તેમનો મળ હોય છે. માનવગંધ આવે એટલે તેઓ તરત જ તેમની જગ્યાએથી બહાર આવી જાય છે. તેને લીધે ચામડી પર ખંજવાળ આવે છે, બળતરા થાય છે અને ઢીમડાં થઈ આવે છે. મનુષ્ય ઉપરાંત તે ઉંદર, મરઘાં, ચકલી, ગિનીપિગ વગેરે પ્રાણીઓના શરીરમાંથી પણ લોહી ચૂસે છે. મનુષ્યમાં તે રિલેપ્સિંગ ફીવર, ટાયફસ, કાલા આજાર, મરકી (પ્લેગ) અને રક્તપિત્ત જેવા રોગોના ફેલાવામાં ભાગ ભજવતા હોવાનું મનાય છે. યજમાનમાંથી લોહી ચૂસતાં તેને ૩થી ૧૦ મિનિટ જેટલો સમય લાગે છે અને તેના વજન કરતાં લગભગ પાંચગણું લોહી ચૂસે છે. માદા માંકડ દરરોજનાં પાંચ ઇંડાં મૂકે છે અને આમ બે માસ સુધી ઇંડાં મૂકવાનું ચાલુ રહે છે. માંકડ છ માસથી દોઢ વર્ષ સુધી જીવે છે. ખાસ કરીને મનુષ્યોમાં કપડાં દ્વારા તેનો ફેલાવો થાય છે. રાજુએ માંકડને મો આવ્યું હોય તેવી યુનિક વાત શેર કરી!

“રાજુ. દુનિયામાં વંદાઓની ઘટતી વસતિ પણ હોઈ શકે છે, કારણ કે વંદાઓ માંકડને ખાઈ જાય છે, પણ તેનાથી ડરીને વંદાઓને ઘરમાં લાવવાની જરૂર નથી. એનો મતલબ બકરું કાઢીને ઊંટ પેસાડવા જેવું છે! ફ્રેન્ચ જીવશાસ્ત્રી બેરેંગરના કથાનુસાર વિકસિત દેશોમાં માંકડને કારણે એટલો ડર ફેલાઈ જાય છે, કારણ કે અહીંના લોકોને માંકડ છેલ્લે ક્યારે જોયા એ મોટા ભાગે યાદ નથી, કારણ કે દાયકાઓ પછી આ જોવા મળ્યું છે. પેરિસ અને ફ્રાન્સનાં અન્ય શહેરો હાલના દિવસોમાં માંકડને કારણે પરેશાન છે. વાત ત્યાં સુધી પહોંચી છે કે આવતા વર્ષે પેરિસમાં યોજાનારા ઑલિમ્પિક પર પણ સવાલો કરાઈ રહ્યા છે. દેશના મીડિયામાં આ મુદ્દે વ્યાપક ચર્ચા ચાલી રહી છે.અમેરિકામાં લાકડાના ઘરો હોવાથી બર્ડ બગ એટલે માંકડને હટાવવા ટ્રિટમેન્ટ કરવા જતાં માથાભારે બૈરીની જેમ કંટ્રોલ કરી શકાતા નથી! મેં માંકડની સમસ્યા અંગે વિગતો આપી.

“ગિરધરભાઇ. ઘરમાં દીવાલો ધોળવાથી અને દિવાસોની તિરાડો પૂરી દેવાથી માંકડનું રહેઠાણ અટકે છે. વળી લાકડાનું રાચરચીલું જો ગરમ પાણી ખમી શકે તેમ હોય તો ત્યાં ગરમ પાણીનો ઉપયોગ કરી તિરાડોમાં રહેલા માંકડનો નાશ કરી શકાય છે. વળી તેના નિકાલ માટે ડાયાજિનોન, મેલાથિયોન કે બેગોન જેવી કીટનાશક દવાનો છંટકાવ કરી શકાય છે. રાજુ રદ્દી જીવશાસ્ત્રી બની માંકડ મારવાના ટોટકા બતાવ્યા!

“રાજુ. ચો પગાને આતંકવાદી જાહેર કરવા પડે એ તો ઓર ખતરનાક બાબત કહેવાય! મેં રાજુની આડાપાટે ચડેલ ગાડીને સીધા પાટે લાવવા કોશિશ કરી!

“ગિરધરભાઇ. નોર્થ કોરિયા ખુદ આતંકવાદી દેશ છે. આ દેશમાં માંકડને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. આપણે ત્યાં માંકડને મોઢું આવ્યું એવી કહેવત છે. અમુક જાતિ પોતાને સર્વોચ્ચ કે સર્વોપરી માને છે. તે કલમ, કડછી અને બરછી ચલાવવામાં માહિર હોય છે! આ નાતમાં યોગ્ય અટક મળતી ન હોવાથી મચ્છર, માંકડ, હાથી વગેરે અટક રાખે છે. (માંકડ અટક રાખનાર લોહીચૂસ હોતા નથી એ અલગ વાત છે!)

રાજુએ નાગરાપાાયણ કર્યું.

“રાજુ. કોરોના મહામારી બાદ દક્ષિણ કોરિયામાં માંકડે આતંક મચાવતા સરકારને માંકડ સામે અભિયાન શરૂ કરવાની ફરજ પડી છે. અહીં ઘરોથી લઇને પરિવહનના સાધનોમાં માંકડની ભરમાર જોવા મળે છે. દક્ષિણ કોરિયામાં અત્યારે મોટી સંખ્યામાં કોરિયામાં ૬૦ના દાયકા બાદ ફરી કોરિયાની ડિસીસ કંટ્રોલ એડપ્રિવેન્શન એજન્સીએ માર્ગદર્શિકા જાહેર કરી છે. સાઉથ કોરિયાની ટ્રાવેલ ઓથોરીટીએ જણાવ્યું છે કે માંકડના કારણે મોટી સમસ્યા ઊભી થઇ છે. સિયોલ, ઇંચિયોન અને ડેગૂ શહેરમાં માંકડની ભરમાર છે. તાજેતરમાં ઘર ટેક્સી અને અન્ય સ્થળોએ મોટા પ્રમાણમાં માંકડ જોવા મળે છે. સરકારે જાહેર સ્થળોએ દવાનો છંટકાવ શરૂ કર્યો છે. સરકારે લોકોને પ્રવાસીઓ આવી રહ્યાં છે ત્યારે બીજી બાજુ લોકો માંકડથી પરેશાન છે. માંકડની સ્થિતિ એટલી વણસી છે કે સરકારને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. દક્ષિણ કોરિયા સરકારે માંકડ સામે યુદ્ધ છેડ્યું છે. હાઇજિન ઓથોરિટીએ બ્રિટન અને ફ્રાંસ ઉપરાંત અન્ય દેશોથી આવતા પ્રવાસીઓને સાવધાન કર્યા છે. એકવાર માંકડ સામે અભિયાન શરૂ સાવધાન કરતા જણાવ્યું છે કે સિનેમાઘરો દક્ષિણ કોરિયાએ માંકડ વિરુદ્ધ મોટું અને પબ્લિક પરિવહનમાં પ્રવાસ કરવાથી અભિયાન ચલાવ્યું હતું. દક્ષિણ કોરિયાની રાજધાની કરવામાં આવ્યો હતો કે માંકડથી છુટકારો સિયોલમાં માંકડનો આતંક સૌથી વધુ છે. મળી ગયો છે. પરંતુ ફરી એક વાર સરકારે ચાર સપ્તાહનું અભિયાન શરૂ કર્યું. દાયકા બાદ માંકડ મોટી સમસ્યા બન્યાં છે. બાથહાઉસ, ડોર્મિટરી અને ચાઇલ્ડ સરકારે માંકડ સામે અભિયાન ચલાવવા કેર સેન્ટર પર વિશેષ ધ્યાન આપવાનું માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે, અને કહેવામાં આવ્યું છે. જ્યાં પણ માંકડ દેખાય લગભગ બે કરોડ રૂપિયાની ફાળવણી કરી ત્યાં દવાનો છંટકાવ કરવાનો આદેશ છે. મેં રાજુ રદ્દીને વકરેલી સમસ્યા જણાવી.

દક્ષિણ કોરિયામાં માંકડ નામના ચોપગા ન ભૂતો ન ભવિષ્યતિ આતંકવાદીને નાશ કરવા રાજુ રદી કીડીને કોશનો ડામ દેવા સુધીની હિમાયત કરે છે. માંકડ કે મચ્છર ચપટીમાં મસળી દેવામાં માને છે. એક માંકડ સાલ્લા આદમી કો હિજડા બના દેતા હૈ ભીડું! માંકડને મોં આવે તે ન પોસાય! રાજુ રદ્દી માંકડને મારવા તલવાર, ગન, એકે પ૬ રાઇફલ, બોમ્બા, મિસાઇલનો છૂટથી ઉપયોગ કરવાની જરૂરત છે. વાત આટલેથી ન પતે તો માંકડ પર પરમાણુ બૉમ્બ ઝીંકવાનો આદેશ આપવા ભારપૂર્વક અનુરોધ કરે છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ