યામીની જાધવ સ્માર્ટ અને અભ્યાસુ ઉમેદવાર: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં જૈન સમુદાયે મહાયુતિને સમર્થન આપ્યું છે. સરકારે જૈન સમાજ માટે કોર્પોરેશન બનાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખાતરી આપી કે સરકાર જૈન સમુદાયના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેઓ મુંબઈમાં આયોજિત જૈન સમાજના મેળાવડામાં બોલી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે. મોદીએ અર્થવ્યવસ્થાને ત્રીજા ક્રમે લાવી દેશને મહાસત્તા બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રને આગળ લઈ જવા માટે કામ કરી રહ્યા છીએ, એમ જણાવતાં એકનાથ શિંદેએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં એક પણ રજા લીધી નથી. ભારતમાં આવા વડાપ્રધાન બીજી વખત મળશે નહીં.
મહાયુતિની સરકાર બની ત્યારથી રાજ્યમાં રૂ. 3 થી રૂ. 5 લાખ કરોડનું રોકાણ આવ્યું છે. અમારી સરકારમાં કોઈ પણ ઉદ્યોગ સાહસિક, નાના કે મોટા ઉદ્યોગપતિને પરેશાન કરવામાં આવતા નથી. તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા છે અને રાજ્યમાં મહાગઠબંધનની સરકાર તમામને સુરક્ષા આપવા બેઠી છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારના એક નિયમને કારણે CM Eknath Shindeએ બદલાવ્યું પોતાનું નામ…
તેમણે એવી ટીકા કરી હતી કે કેટલાક લોકો ચૂંટણી દરમિયાન મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને સાથે લઈને ફરતા હોય છે. મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ઉદ્યોગપતિઓના ઘરની નીચે બોમ્બ મુકવામાં આવતા હતા. યામિની જાધવ એક સ્માર્ટ અને અભ્યાસી ઉમેદવાર છે.
યામિની જાધવે બજેટમાં સાડા ત્રણ કલાક ભાષણ આપ્યું હતું. તેથી તેમની પાસે દ્રષ્ટિ છે. દેશને મહાસત્તા બનાવવાની આ ચૂંટણી છે. નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે એકનાથ શિંદેએ જૈન બંધુઓને યામિની જાધવને ચૂંટવાની અપીલ કરી હતી. અમે અમારું વચન પૂર્ણ કરીએ છીએ તેનું ઉદાહરણ અહીં બેઠેલા સાંસદ મિલિંદ દેવરા છે. દેવરાને સાંસદ બનાવવાનું વચન પૂરું કરવામાં આવ્યું છે.