મોદી-વિરોધી દ્વેષથી પીડિત, જનતા તેમના ઘમંડને બાળી નાખશે; એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકનાથ શિંદેએ વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું કે 2014 અને 2019ની જેમ 2024માં પણ લોકો વિપક્ષને ઘરનો રસ્તો બતાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી દરેક ઘરમાં નથી પરંતુ દરેકના દિલમાં છે.
મોદીના વિરોધીઓ નફરતથી પીડાય છે અને જનતા તેમની અહંકારની લંકાને રાખ કરી નાખશે એમ બોલતાં તેમણે રામટેકના મહાયુતિના ઉમેદવાર રાજીવ પારવેનો પ્રચાર કરતા ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
એકનાથ શિંદેએ વિરોધીઓની ટીકા કરતાં કહ્યું હતું કે 2014 અને 2019ની જેમ 2024માં પણ લોકો વિપક્ષને ઘરનો રસ્તો બતાવશે. મોદી દરેક ઘરમાં નથી પરંતુ દરેકના દિલમાં છે. વિપક્ષનું જીવન કૌભાંડો, ભ્રષ્ટાચાર અને રોકડની ગણતરીમાં જ વીત્યું છે. તેઓ અત્યારે એવી સ્થિતિમાં છે કે તેમના શરીરમાં તાકાત નથી પરંતુ તેમને ડામ આપીને દોડાવવામાં આવી રહ્યા છે. વિપક્ષ મોદીદ્વેષથી પીડાઈ રહ્યો છે. તેઓ મોદી પર આરોપ લગાવે છે પરંતુ મોદી તેમની અવગણના કરે છે. જો તેમની નજર એ તરફ જશે તો ફેસબૂક લાઈવ કરનારાને મોંમાં ફીણ આવી જશે. જેટલા વિરોધીઓ મોદી પર આરોપ લગાવશે, લોકો તે બધાને ઘરે બેસાડી દેશે, એવા શબ્દોમાં તેમણે વિરોધીઓની ટીકા કરી હતી.
આપણ વાંચો: બાળાસાહેબ મૈત્રીપૂર્ણ હતા, પરંતુ ઉદ્ધવ અમને ઘરનોકર માનતા હતા: એકનાથ શિંદે
2014માં જે લોકોએ મોદી પર આરોપ લગાવ્યા તેમને જનતાએ ઘરે બેસાડ્યા, 2029માં પણ લોકોએ તેમને ઘરે બેસાડી દીધા. હવે વિપક્ષને આ વખતે પણ લોકો ઘરનો રસ્તો બતાવશે. દેશની 140 કરોડ જનતા મોદીની સાથે છે. એનડીએ પાસે આત્મવિશ્વાસ છે. ઈન્ડી આઘાડી પાસે અહંકાર છે. આત્મવિશ્વાસ વિજય તરફ દોરી જાય છે. અહંકાર વિનાશ તરફ દોરી જાય છે. દેશના લોકો ઈન્ડી ગઠબંધનના અહંકારના ઘમંડની લંકાને સળગાવીને રાખ કરી નાખશે. તેમનો એજન્ડા ભ્રષ્ટાચાર છે. મોદીનો એજન્ડા પ્રગતિ છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે જનતા જાણે છે કે સાપ અને નોળિયો કેમ મિત્ર બની ગયા છે. મોદીએ દેશના અર્થતંત્રને નવી દિશા બતાવવાનું કામ કર્યું છે. એક તરફ છે અન્ન, કપડા, આશરો આપનારા આપણા વડાપ્રધાન અને બીજી તરફ ભ્રષ્ટાચાર-કૌભાંડ કરનારા વિપક્ષો. મોદી આ વર્ષે જીતના તમામ રેકોર્ડ તોડી નાખશે. કોંગ્રેસે માત્ર દલિતો અને આદિવાસીઓના મતોનો લાભ લીધો છે એમ પણ તેમણે કહ્યું હતું.