નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: ક્યારે જાહેર થશે એક્ઝિટ પોલ, કોના પર રહેશે નજર?, જાણો

લોકસભા ચૂંટણી 2024માં સાતમા તબક્કાનું મતદાન બાકી છે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે અને તેની સાથે જ મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. લોકસભાની ચૂંટણીમાં કયું ગઠબંધન સરકાર બનાવશે તે અંગે સાંજે 4 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થવાની ધારણા છે, જો કટોકટની સ્થિતી સર્જાશે ચૂંટણી પંચ બીજા દિવસે 5મી જૂનની સવાર સુધીમાં તમામ પરિણામો જાહેર કી દેશે. પછી રાજકીય પક્ષો તેમના તેમની આગામી રણનિતી ઘડવાનું શરૂ કરશે.

મતદાનનો છેલ્લો તબક્કો 1 જૂનના રોજ પૂરો થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલો અને રિસર્ચ એજન્સીઓ દ્વારા ટૂંક સમયમાં જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ એ ચૂંટણી પરિણામ અંગેનું અનુમાન હોય છે. ઘણી વખત આ સાચું અને ઘણી વખત સાવ ખોટું સાબિત થયું છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024, મહિલાઓએ ઝંપલાવી ચમત્કાર સર્જયો

દેશના કેટલાક મીડિયા હાઉસ એક્ઝિટ પોલ કરાવે છે, તેમાં એક્સિસ માય ઇન્ડિયા, સી-વોટર, ઇન્ડિયા ટુડે એક્સિસ, એબીપી ન્યૂઝ-સી વોટર, ટાઈમ્સ નાઉ, ન્યૂઝ18-આઈપીએસઓએસરિપબ્લિક ટીવી-જન કી બાત, ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ પર સૌની નજર રહેશે.

સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો ચૂંટણી પંચ દ્વારા 2 જૂને, મતદાનના છેલ્લા તબક્કાના દિવસે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ 4 જૂને જાહેર કરવામાં આવશે.

જો કે, વિવિધ ન્યૂઝ ચેનલો 2 જૂને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી વિશે અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે. એ જ રીતે, 4 જૂનના રોજ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામો અને લોકસભા ચૂંટણીના પરિણામો વિશેની માહિતી ન્યૂઝ ચેનલો પર આપવામાં આવશે, પરંતુ તમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ – www.eci.gov.in પર સૌથી સચોટ ચૂંટણી પરિણામો જાણી શકશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button