આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પાડો પાડો પાડો! પવારે જે મતવિસ્તારમાં આવું કહ્યું ત્યાં શું થયું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન શરદ પવારના કેટલાક ભાષણો પ્રખ્યાત થયા હતા. તેમાંથી કેટલાક ભાષણોમાં તેમણે મતદારોને સત્તાધારી મહાયુતિમાં સામેલ અજિત પવારને ઉથલાવી દેવાની અપીલ કરી હતી.

પવારે જે મતવિસ્તારમાં જઈને મહાયુતિને પાડવાની હાકલ કરી ત્યાં શું પરિણામ આવ્યું તે જાણવાની સૌને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત શરદ પવારે એમ પણ કહ્યું હતું કે જે મને છોડી દેશે તે ફરીથી ચૂંટાઈ શકશે નહીં. તો, ચાલો જોઈએ કે તેમને જે મતવિસ્તારમાં લોકોને મહાયુતિને હાંકી કાઢવા માટેની હાકલ કરી હતી તે બેઠકોના ચોક્કસ પરિણામ વિશે.

માઢા, ઈન્દાપુર, કાગલ, આંબેગાંવ, વાઈ, વડગાંવશેરી મતવિસ્તારમાં શરદ પવાર દ્વારા યોજાયેલી રેલીને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ મતવિસ્તારમાં ઉભા રહેલા અજિત પવાર જૂથના ઉમેદવારોએ વિશ્ર્વાસઘાત કર્યો છે.

આપણ વાંચો: કેમ ખોટા પડ્યા શરદ પવારના પાસાં?: આવી કારમી હાર બાદ પક્ષનું ભવિષ્ય ડામાડોળ

તમે તેમને નીચે ખેંચી નાખો. અહીંના મહાયુતિના ઉમેદવારો પવારની હાકલથી ડરી ગયા હતા. તેમનો ડર વધી ગયો હતો. વાસ્તવમાં, મતદારોએ છમાંથી બે મતવિસ્તારમાં પવારના અપીલનો જવાબ આપ્યો. જ્યારે અજિત પવારના સાથીઓ ચાર મતવિસ્તારોમાં ચૂંટાયા હતા.

માઢા અને વડગાંવશેરી મતવિસ્તારમાં પવારની અપીલનો મતદારોએ જવાબ આપ્યો. શરદ પવાર જૂથના અભિજિત પાટીલ માઢામાંથી જીત્યા હતા વડગાંવશેરીથી બાપુસાહેબ પઠારે જીત્યા.

પઠારેએ વડગાંવશેરીથી સુનીલ ટિંગ્રેને હરાવ્યા. અજિત પવાર જૂથ તરફથી ટિંગ્રે મેદાનમાં હતા. જ્યારે માઢામાં રણજીત શિંદેને અભિજિત પાટીલે મોટા અંતરથી હરાવ્યા હતા. આથી પવારની અપીલને ફક્ત ઉપરોક્ત બે મતવિસ્તારમાં પ્રતિસાદ મળ્યો હોય તેમ સ્પષ્ટ થાય છે.

આપણ વાંચો: …તો શરદ પવાર ‘મહાયુતિ’ સાથે હાથ મિલાવી શકેઃ રાણેના દાવાએ ઉદ્ધવ-કોંગ્રેસનું ટેન્શન વધાર્યું

અન્ય ચાર મતવિસ્તારોમાં મતદારોએ પવારની વાત સાંભળી ન હોવાનું સ્પષ્ટ થાય છે. દિલીપ વળસે-પાટીલ પાતળી સરસાઈથી આંબેગાંવમાંથી ફરી ચૂંટાયા હતા. તેમણે શરદ પવાર જૂથના દેવદત્ત નિકમને માત્ર 2500 મતોથી હરાવ્યા હતા.

મતદારોએ ઈન્દાપુર મતવિસ્તારમાંથી પણ દત્તા બારણેની તરફેણમાં મતદાન કર્યું હતું. અહીં ભાજપમાંથી આવીને શરદ પવારની પાર્ટીમાં જોડાયેલા હર્ષવર્ધન પાટીલ પાછળ રહ્યા હતા. કાગલમાં પણ હસન મુશ્રીફ જીત્યા હતા. તેમણે ભાજપમાંથી જ આવેલા સમરજીત ઘાટગેને હરાવ્યા હતા. તો પવારની અપીલ બાદ મુશ્રીફ પણ જીતી ગયા હોવાનું સ્પષ્ટ થયું છે.

મકરંદ પાટીલ વાઈ મતદારસંઘમાંથી વિજયી થયા છે. આ મતવિસ્તાર એક સમયે શરદ પવારનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ આ વખતે આ ગઢમાં જ લોકોએ સિનિયર પવારને આંચકો આપ્યો હતો કે શું આ હારને કારણે પવારનો કરિશ્મા ખતમ થઈ ગયો માની શકાય છે? અહીં ઉલ્લેખનીય છે કે શરદ પવારે અજિત પવારને લોકસભામાં ક્લીન સ્વીપ આપ્યો હતો, પરંતુ આ વખતે બાજી પલટાઈ ગઈ છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button