નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે અને ખેડૂતોને ટેકો આપે એવી સરકારને મત આપો: અમિત શાહ

બેંગલૂરુ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કર્ણાટકના મતદારોને એવી અપીલ કરી હતી કે એવી સરકારને મતદાન કરો જે રાજ્યના માળખાકીય વિકાસમાં રોકાણ કરે અને ખેડૂતોને ટેકો આપે તેમ જ ગરીબોને ન્યાય આપે.
લોકસભાની ચૂંટણીના રાજ્યમાંના બીજા તબક્કાનું 14 બેઠક પરનું મતદાન સવારે સાત વાગ્યે ચાલુ થયું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માધ્યમથી અમિત શાહે ક્ધનડ મતદારોને અપીલ કરી હતી.

હું બધાને અપીલ કરું છું કે એવી સરકાર માટે મતદાન કરો જે રાજ્યના માળખાકીય વિકાસના પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું ચાલુ રાખે, ખેડૂતોને સાથ અને એસસી, એસટી, ઓબીસી અને ગરીબોને ન્યાય આપે. રાજ્યના વિકાસ માટે કામ કરે, એમ તેમણે કહ્યું હતું.

કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 14 બેઠક પર 26 એપ્રિલના રોજ થયું હતું અને તેમાં મતદાનની ટકાવારી 69.56 ટકા હતી.

મંગળવારે જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તર ક્ધનાડા, દાવણગેરે અને શિમોગાનો સમાવેશ થાય છે.

14 બેઠક પર કુલ 227 ઉમેદવાર છે, જેમાં 206 પુરુષ અને 21 મહિલા છે. 2.59 કરોડ મતદારો 28,269 મતદાનકેન્દ્ર પર મત આપશે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button