Cash For Vote: રાહુલ ગાંધીના આરોપો પર વિનોદ તાવડેએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું? | મુંબઈ સમાચાર

Cash For Vote: રાહુલ ગાંધીના આરોપો પર વિનોદ તાવડેએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly election 2024)ના મતદાનના એક દિવસ પહેલા કેશ ફોર વોટ (Cash For Vote)ના આરોપને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ બહુજન વિકાસ અઘાડી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ નાલાસોપારામાં મતદારોને પ્રબાવિત કરવા માટે વિરારની એક હોટલમાં રોકડા રૂપિયા વહેંચતા પકડાયા હતા. બીવીએ (બહુજન વંચિત આઘાડી)એ દાવો કર્યો કે વિનોદ તાવડેની બેગમાંથી રોકડા ઉપરાંત, લાલ ડાયરી પણ મળી છે, જેમાં તેમણે રૂપિયા કોને આપ્યા છે તેની નોંધ કરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીઃ વિનોદ તાવડેના બહાને રાહુલ ગાંધીએ PM મોદીને શું માર્યો ટોણો?

રાહુલ ગાંધીએ શું લખ્યું હતું?

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, મોદીજી આ 5 કરોડ કોની SAFEમાંથી નીકળ્યા છે? જનતા પૈસા લૂંટીને તેને કોણે Tempoમાં મોકલ્યા? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કરેલા આરોપોને લઈ વિનોદ તાવડે પર પલટવાર કર્યો હતો.

તાવડેએ શું જવાબ આપ્યો?

વિનોદ તાવડેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કોઈ નક્કર માહિતી વગર નાલાસોપારામાં થયેલી ચૂંટણી પ્રક્રિયાએ અંગે નિવેદન આપ્યું છે. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે ખૂદ નાલાસોપારા આવીને હોટેલના સીસીટીવી ફૂટેજ જુએ. ચૂંટણી પંચની કાર્યવાહી જુએ અને કયા પ્રકારે પૈસા આવ્યા તે સાબિત કરે. ભાજપના નેતા તાવડેએ રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું હતું કે જો કોઈ માહિતી વિના આ પ્રકારનું નિવેદન બાલિશ નથી, તો બીજું શું છે.

આ પણ વાંચો: ‘મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ્સ બીજા રાજ્યને આપવામાં આવ્યા…’ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યા

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં ભાજપના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા એનસીપી (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે.  મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ માટે 20મી નવેમ્બરે તમામ બેઠક પર મતદાન થશે, જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.

સંબંધિત લેખો

Back to top button