આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો, રાજ્યપાલને સુપરત કરવામાં આવી ગેઝેટની નકલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતના ચૂંટણી પંચના નાયબ મુખ્ય ચૂંટણી કમિશનર હિર્દેશ કુમાર અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમ રવિવારે રાજભવન મુંબઈ ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને રાજ્યની વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોની સૂચના – ચૂંટાયેલા સભ્યોની યાદી – અને ગેઝેટની નકલ સોંપી હતી.
ચૂંટણી પંચ દ્વારા નવા ચૂંટાયેલા વિધાનસભ્યોના નામ સાથેનું ગેઝેટ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો:વિધાનસભાની ચૂંટણીમાં વધી મતદાનની ટકાવારીઃ કોને ફાયદો કોને નુકસાન?