આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

એકનાથ શિંદેને ફરી CM બનાવવા શિવસૈનિકો દ્વારા કરાઈ આરતી-પૂજા

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાયુતિમાં મુખ્ય પ્રધાનનું પદ કોને મળે એના અંગે 24 કલાકથી ચર્ચા-વિચારણા ચાલી રહી છે ત્યારે એકનાથ શિંદેને ફરી મુખ્ય પ્રધાનપદ મળે એના માટે તેમના ગઢમાં કાર્યકરોએ પૂજાપાઠ કર્યાં હતા.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન તરીકે ફરી એકનાથ શિંદે રાજ્યના ચીફ મિનિસ્ટર બને તેના માટે શિવસૈનિકો દ્વારા થાણેના વિવિધ મંદિરોમાં સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: તો શું દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે? RSSએ સંમતિ આપી દીધી, પણ અજિત પવાર, એકનાથ શિંદે….

મહાયુતિમાં અત્યાર સુધી મુખ્ય પ્રધાન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં ભાજપનો ૧૩૨ બેઠકો પર વિજય થયો હોવાથી દેવેન્દ્ર ફડણવીસનું નામ ચર્ચામાં છે. શિવસેનાને ૫૭ અને અજિત પવારની એનસીપીને ૪૧ બેઠક પર વિજય થયો હતો.

થાણેમાં કશિસ પાર્ક વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અનેક મહિલાઓએ દાવો કર્યો હતો કે મહાયુતિને આટલી મોટી સફળતા મુખ્ય પ્રધાન શિંદે, તેમની યોગ્યતા અને લાડકી બહેન યોજનાને કારણે મળી છે. થાણે પૂર્વના દૌલત નગરમાં પણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ શિવસૈનિકોએ જણાવ્યું હતું.

આપણ વાંચો: સ્ટ્રાઈક રેટમાં એકનાથ શિંદે કરતા અજિત પવાર આગળઃ જાણો કોનો કેટલો સ્કોર

લોકસભાના સાંસદ નરેશ મ્હસ્કેએ જણાવ્યું હતું કે તમામ શિવસૈનિકોનું માનવું છે કે શિંદેને મુખ્ય પ્રધાન પદની બીજી મુદત માટે તક આપવી જોઇએ અને આશા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં પણ બિહાર પેટર્ન અપનાવવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button