નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘આ EVM ગોટાળા કરતા પણ ગંભીર છે…’ કોંગ્રેસે મતગણતરીના નવા નિયમ પર સવાલ ઉઠાવ્યા, ચૂંટણી પંચે આપ્યો જવાબ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામ(Loksabha Election result) 4 જુનના રોજ જાહેર કરવામાં આવશે, કોંગ્રેસે ચૂંટણી પંચ(Election Commission)એ મતગણતરી માટેના નિયમોમાં કરેલા ફેરફારો અંગે સવાલ ઉઠાવ્યા છે, કોંગ્રેસ નેતા અજય માકને મત ગણતરી પ્રક્રિયા દરમિયાન આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ટેબલ પર ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને મંજૂરી ન આપવાના નવા નિયમ પર સવાલ ઉઠાવ્યા છે.

સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, માકને કહ્યું, ” એવું પહેલીવાર બન્યું છે, કે ARO ટેબલ પર ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટોને જવાની મંજૂરી નથી આપવામાં આવી રહી!!! મેં ભૂતકાળમાં 9 લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી છે, પણ આવું પ્રથમ વખત થઇ રહ્યું છે, આ કથિત EVM ગોટાળા કરતાં પણ વધારે ગંભીર છે! હું આ મુદ્દાને તમામ ઉમેદવારો માટે ચેતવણી સમાન ગણી રહ્યો છું! મને આશા છે કે ચૂંટણી પંચ તેને જલ્દી સુધારશે.”

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ માકનની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું, “એ સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટોને આરઓ/એઆરઓના ટેબલ પર જવાની મંજૂરી છે.”

માકનની ટીપ્પણી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન શનિવારે સમાપ્ત થયા પછી આવી હતી.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મતદાનના સાતમા તબક્કામાં 62.36 ટકા મતદાન થયું હતું.

સાતમા તબક્કાના મતદાન બાદ યોજાયેલા કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માટે જંગી જીતની આગાહી કરવામાં આવી છે. બે એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકો કરતા વધુ બેઠકો મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button