આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રના 40 ગામના રહેવાસીઓને પડે છે આના માટે હાલાકી, જાણો કેમ?

મુંબઈ: ચૂંટણીના નિયમો મુજબ તમે જ્યાંના મૂળ રહેવાસી હોવ જે તે મતવિસ્તારમાં તમારે મતદાન કરવાનું હોય છે અને મતદાર પોતાના મનગમતા ઉમેવારને મત આપતો હોય છે, પરંતુ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના લગભગ 40 ગામના રહેવાસીઓને મતદાન માટે તેંલગણા જવાની નોબત આવતી હોય છે. માન્યામાં આવશે નહીં, પણ હકીકત છે કે નાંદેડ જિલ્લાના 40 ગામના લોકો સેંકડો કિલોમીટર દૂર આવેલા તેલંગણામાં જઇને પોતાનો મતદાનનો અધિકાર બજાવતા હોય છે. તો ચાલો મૂળ વાસ્તવિકતા શું છે.

નાંદેડના 40 ગામના રહેવાસીઓ દર ચૂંટણી વખતે મહારાષ્ટ્રમાં નહીં, પરંતુ તેલંગણામાં જઇને પોતાની મતદાનની ફરજ પૂરી કરે છે અને ત્યાંના ઉમેદવારો માટે મતદાન કરે છે. સિઝન ચાહે કોઈ પણ હોય પરંતુ નાગરિકો ફરજ બજાવે નહીં તો પણ મુશ્કેલી તો પ્રશાસન માટે ઊભી થઈ શકે. મહારાષ્ટ્રનો નાંદેડ જિલ્લો તેલંગણાની સરહદને અડીને આવેલો છે. આ જિલ્લાના ધર્મબાગ, બિલોલી અને દેગલૂર આ ત્રણ તહેસીલમાં આવેલા 40 ગામના લોકો ચૂંટણી દરમિયાન તેલંગણામાં જઇને મત આપે છે.

આપણ વાંચો: 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારોએ વિજય થઈ બનાવ્યો હતો રેકોર્ડ

તેલંગણા સરકાર મહારાષ્ટ્ર સરકાર કરતાં વધુ સારી સુવિધા અને સાધન ઉપલબ્ધ કરાવતી હોવાના કારણે તે તેલંગણાથી જોડાયેલા રહેવા માગતા હોવાનો ગ્રામવાસીઓનો મત છે. આ ત્રણેય તહેસીલથી અડીને જ તેલંગણાના બોધાન અને નિઝામાબાદ મતવિસ્તાર આવેલા છે અને આ બંને મતવિસ્તારમાં મહારાષ્ટ્રના 40 ગામોના લોકો આવીને મતદાન કરે છે, જેમાંના જ એક ગામના સરપંચ જણાવે છે કે અમારું ગામ સત્તાવાર રીતે મહારાષ્ટ્રની હદમાં આવે છે, પરંતુ છેલ્લાં વીસ વર્ષથી અમે લોકો તેલંગણામાં જઇને ત્યાંના ઉમેદવારને જ મત આપીએ છીએ.

આ જ ગામના લોકો મોટાભાગના હિંદી, તેલગુ અને મરાઠી આ ત્રણેય ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે અને અ આ ત્રણેય ભાષા બોલે છે. તેમના મતે તેલંગણાની સરકાર મહારાષ્ટ્ર સરકાર કરતાં 100 રૂપિયા વધારે મજૂરી માટે આપે છે. આ ઉપરાંત ત્યાંનું શિક્ષણ પણ મહારાષ્ટ્ર કરતાં અનેકગણું સારું છે. આ ઉપરાંત દલિત અને ઓબીસી સમાજના બાળકોને પહેલા ધોરણથી બારમા ધોરણે સુધી મફત શિક્ષા તેલંગણા સરકાર આપે છે.

શિક્ષણની ગુણવત્તા પણ વધુ સારી છે અને સારી સ્કૂલ્સ પણ છે. ખેડૂતો માટે પણ અહીં સારી સુવિધા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. તેમનું કહેવું છે કે અહીં ખેડૂતોને 24 કલાક વીજળી મળે છે અને ખેડૂતો માટે 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. આ બધા કારણોસર તે મહાષ્ટ્રના નાગરિક હોવા છતાં તેલંગણામાં જઇને મતદાન કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button