આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

Election Result: પરિણામો અંગે ઉદ્ધવ ઠાકરેની આવી પહેલી પ્રતિક્રિયા, CM ભાજપમાંથી બને એવી અપેક્ષા

Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને ફરી બાજી મારી છે. વિધાસનભા ચૂંટણીમાં ગઠબંધનના ત્રણેય પક્ષોએ શાનદાર દેખાવ કર્યો અને વિપક્ષી ગઠબંધનને એમવીએને પછાડ્યું છે ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી મુખ્ય પ્રધાન બને એવી મારી આશા છે.

મહાયુતિની જીતનું રહસ્ય ખબર નથી

મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આજે મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ અકલ્પનીય છે. મહાયુતિની જીતનું રહસ્ય શું છે તે ખબર નથી. જે પરિણામ આવ્યા છે તેની સાથે સહમત નથી. મને લાગે છે કે આ વખતે ભાજપમાંથી મુખ્યમંત્રી બનશે. આવા પરિણામ આવશે તેવી અમને પણ કલ્પના નહોતી.

આપણ વાંચો: વિડીયો કોન્ફરન્સિંગથી વડાપ્રધાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને આપી 11,200 કરોડની યોજનાઓ…

આ પરિણામ કેવી રીતે આવ્યા તે દરેક જાણવા માંગે છે. જે લોકો જીત્યા છે તે તમામને અભિનંદન આપું છું. જે લોકોએ અમને મત આપ્યા તેમનો આભાર માનું છું.

આ પરિણામ સમજની બહાર છે- ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હવે જો આ લોકો વિધાનસભામાં કોઈ બિલ લાવે તો તેને પાસ કરાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ખબર નથી કેમ લોકોએ NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને વોટ આપ્યો. રાજ્યમાં સોયાબીનના ભાવ નથી, નોકરીઓ નથી, અન્ય સમસ્યાઓ પણ યથાવત છે.

અમે સમગ્ર રાજ્યમાં પ્રવાસ કર્યો. આ પરિણામનો મતલબ છે કે લોકોએ મહાયુતિને કેમ મત આપ્યા? સોયાબીનના ભાવ મળતા નહીં હોવાથી આપ્યા? શું કપાસની કિંમત નથી તેથી આપ્યા? રાજ્યના ઉદ્યોગોને ગુજરાતમાં લઈ જવામાં આવે છે એટલા માટે મત આપ્યા? શું તમે મહિલા સુરક્ષા માટે મત આપ્યો છે? મને સમજાતું નથી. આ લહેર પ્રેમની નથી પણ ગુસ્સાની છે. આ પરિણામ રહસ્યમય છે. આ પાછળનું રહસ્ય થોડા દિવસોમાં જાણવા મળશે.

આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણી: મહારાષ્ટ્રમાં કુલ ૬૬૦ કરોડની મતા પકડાઇ

નિરાશ થશો નહીં, થાકશો નહીં

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અત્યારે હું મહારાષ્ટ્રના લોકોને કહેવા માંગુ છું કે નિરાશ થશે નહીં. થાકશો નહીં. કેટલાક લોકો કહે છે કે આ ઈવીએમની જીત છે, પરંતુ જો જનતા આ પરિણામ સ્વીકારે છે તો કોઈને કંઈ કહેવાની જરૂર નથી. જો વસ્તુઓ કામ નહીં કરે તો અમે ઉગ્ર સંઘર્ષ કરવાનું ચાલુ રાખીશું અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરીશું. હું વચન આપું છું કે અમે તમારી સાથે છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button