મહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

Maharashtra Election Result: મહાયુતિને બહુમતી મળ્યા બાદ Devendra Fadnavis ના માતાએ આપ્યું આ નિવેદન

મુંબઈ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની મતગણતરીમાં પરિણામો લગભગ સ્પષ્ટ છે. મહાયુતિએ બહુમતીથી પણ વધારે બેઠકો મેળવી લીધી છે. તેમજ રાજ્યમાં આગામી સરકાર પણ મહાયુતિની જ બનવા જઈ રહી છે. હવે મહાયુતિની આ જીતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ રાહુલ નાર્વેકરે આ જીત પર મહાયુતિને અભિનંદન પાઠવ્યા છે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસની(Devendra Fadnavis)માતાએ પણ આ જીત પર ખુશી વ્યક્ત કરી છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસને ભાજપ અધ્યક્ષ મળવા પહોંચ્યા છે.


Also read: Maharashtra Election Result Live: પીએમ મોદી અને સીએમ યોગીના આ નારાઓએ કરી કમાલ, મહાયુતિ સરકાર બનાવવા તરફ અગ્રેસર


દેવેન્દ્ર ફડણવીસની માતાએ આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાની સ્પષ્ટતા બાદ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની માતા
સરિતા ફડણવીસનું નિવેદન પણ આવ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસે કહ્યું, “આ એક મોટો દિવસ છે કારણ કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે 24 કલાક સખત મહેનત કરે છે. તે મુખ્યમંત્રી બનશે. લાડલી બહેનોનો આશીર્વાદ મળ્યો છે.


Also read: By Election Poll Result 2024: યુપી-બિહાર રાજસ્થાનમાં એનડીએ આગળ, તો કર્ણાટકમાં કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં મમતાનો દબદબો


દેવેન્દ્ર ફડણવીસે જીત પર ખુશી વ્યક્ત કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ તરફથી પ્રથમ મોટી પ્રતિક્રિયા આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર લખ્યું કે ” “મોદી હે તો મુમકિન હે” . હાલ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન 288માંથી 221 બેઠક પર આગળ છે. જ્યારે એમવીએ 56 બેઠક પર આગળ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button