આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્ર પછી હવે અજિત પવારની નજર દિલ્હીની ચૂંટણી પર

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ હવે એનસીપીના વડા અજિત પવારે ગુરુવારે એવી જાહેરાત કરી છે કે તેમની પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે અને પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો પાછો મેળવશે.
એનસીપીની ઓફિસમાં સ્વાગત સમારંભમાં હાજરી આપ્યા બાદ તેમણે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઈવીએમના દુરુપયોગના વિપક્ષી આક્ષેપોને રદિયો આપ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાયુતિ એક છે અને ટૂંક સમયમાં સરકાર રચશે.
તેમણે વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું કે એમવીએ ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો મળ્યા ન હોવાથી તેઓ ઈવીએમને દોષ આપી રહ્યા છે. તેમના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તેઓ ઈવીએમને ફક્ત એટલા માટે જ દોષ આપી રહ્યા છે કે તેમની તરફેણમાં પરિણામો આવ્યા નથી.

આ પણ વાંચો: ભાજપના મોવડીમંડળ પાસે 10000 આંખ અને 20000 કાન: ચંદ્રકાંત પાટીલ

પવારે કહ્યું હતું કે આ જ વિપક્ષી પાર્ટીઓએ પંજાબ, દિલ્હી, કર્ણાટક, તેલંગણા, પશ્ર્ચિમ બંગાળ અને કેરળમાં ઈવીએમના માદ્યમથી જ સરકાર બનાવી છે. લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ બરાબર હતા, કેમ કે પરિણામો તેમની તરફેણમાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો અલગ છે એટલે તેઓ હવે ઈવીએમમાં દોષ શોધી રહ્યા છે.

અમારે હવે વધુ કામ કરવું પડશે, અમે લડીશું અને સફળતા મેળવીશું, એમ પવારે કહ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે એનસીપીનો રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો ગયા વર્ષના એપ્રિલ મહિનામાં છીનવાઈ ગયો હતો. અમારું આગામી લક્ષ્ય દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ છે. અમે ટૂંક સમયમાં રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં બોલાવીશું, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: અજિત પવારે વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો

વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર ન કરવા માટેનું કારણ આપતાં તેમણે કહ્યું હતું કે જો આવા નિર્ણયો વહેલા લેવામાં આવે તો સ્થિતિ બગડી શકી હોત. કેટલીક પાર્ટીઓને એવું લાગ્યું હોત કે તેમને અવગણના કરવામાં આવી છે અને તેને કારણે તેમના પ્રયાસો ક્યાં કેન્દ્રિત કરવા તેના પર ગુંચવાડો સર્જાયો હોત અને ભૂતકાળમાં આવી સ્થિતિ ઉદ્ભવી ચુકી છે. તે સમયે અમારું લક્ષ્ય વધુમાં વધુ બેઠકો પર વિજય મેળવવાનું હતું અને અમને સારું સમર્થન મળ્યું હતું. જે અત્યારે બધાને પરિણામો પરથી જોવા મળી રહ્યું છે, એમ પવારે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button